AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND-W vs SL-W T20 live Score: ભારતીય મહિલા ટીમ 7મી વખત એશિયા ચેમ્પિયન બની, ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 3:21 PM
Share

India Women vs sri lanka, Women's T20 Asia Cup 2022 Live Cricket Score: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચ આજે સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. ભારતની નજર રેકોર્ડ 7માં ટાઇટલ પર છે.

IND-W vs SL-W T20 live Score: ભારતીય મહિલા ટીમ 7મી વખત એશિયા ચેમ્પિયન બની, ફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
India Women vs sri lanka Women Live Cricket Score, Image Credit source: TV9 Gujarati

IND-W vs SL-W T20 live Score:  મહિલા એશિયા કપ 2022 ની ફાઈનલ મેચ આજે સિલ્હટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. ભારતની નજર રેકોર્ડ 7માં ટાઇટલ પર હશે. બીજી તરફ શ્રીલંકા (Sri Lanka) પ્રથમ વખત આ ટ્રોફી જીતવા માંગશે. બંને ટીમોની ફાઇનલમાં સામસામે રમાયેલી મેચોમાં ભારતે આ ટીમને ચાર વખત હરાવીને ટ્રોફી જીતી છે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર આજે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા પર રહેશે. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 66 રનનો ટાર્ગેટ આપ્યો છે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Oct 2022 03:17 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: ભારતીય મહિલા ટીમ 7મી વખત એશિયા ચેમ્પિયન બની

  • 15 Oct 2022 03:10 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:પાવરપ્લેમાં ભારતે 42 રન બનાવ્યા

    66 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા હતા. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી છે. તે 32 રન બનાવીને રમી રહી છે. તે જ સમયે હરમનપ્રીત કૌર છ રન બનાવીને ક્રિઝ પર છે. ભારતીય ટીમ જીતની ખૂબ નજીક છે. સાત ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 52 રન છે.

  • 15 Oct 2022 02:57 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ભારતને બીજો ફટકો જેમિમા રોડ્રિગ્સે આઉટ

    ભારતને બીજો ઝટકો જેમિમા રોડ્રિગ્સના રૂપમાં લાગ્યો છે. જેમિમા 2 રન બનાવીને કવિશા દિલહારીના હાથે આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.

  • 15 Oct 2022 02:54 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ભારતીય ટીમની શાનદાર બેટિંગ

    66 રનના નાના સ્કોરનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડી ઝડપથી રન બનાવી રહી છે અને હવે ટૂંક સમયમાં ટ્રોફી ઉપાડવાના મૂડમાં છે. ત્રણ ઓવર પછી ભારતનો સ્કોર વિના નુકશાન 25 રન છે.

  • 15 Oct 2022 02:49 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ભારતની બેટિંગ શરૂ

    66 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રિઝ પર છે. બંને સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને બે ઓવર પછી ભારતનો સ્કોર કોઈ નુકસાન વિના 11 રન છે.

  • 15 Oct 2022 02:48 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ફાઈનલ મેચમાં 66 રનનો પીછો કરતા ભારતની બેટિંગ શરૂ, મંધાના-વર્મા ક્રીઝ પર

  • 15 Oct 2022 02:33 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને 66 રનનો ટાર્ગેટ આપ્યો

    એશિયા કપ 2022ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે માત્ર 66 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 65 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરા 18 રન બનાવી અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકા સિંહે 5 રનમાં 3 વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાને બે-બે વિકેટ મળી હતી.

  • 15 Oct 2022 02:23 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:એચિનિ કુલસૈયા બેટિંગ કરવા ઉતરી

    સ્નેહ રાણાએ સુગંધિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાને 9મો ઝટકો આપ્યો છે. કુમારી 24 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હવે એચિનિ કુલસૈયા બેટિંગ કરવા ઉતરી છે.

  • 15 Oct 2022 02:17 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાને 9મો ઝટકો

    શ્રીલંકા ઓલઆઉટની નજીક, 50ની અંદર નવમી વિકેટ ગુમાવી

  • 15 Oct 2022 02:13 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાની ટીમ 15 ઓવરમાં 8 વિકેટ ગુમાવી

    ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને બેક ફૂટ પર ધકેલી દીધું. શ્રીલંકાની ટીમ 15 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 40 રન જ બનાવી શકી હતી.

  • 15 Oct 2022 02:02 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાને 8મો ઝટકો

    રાજેશ્વરી ગાયકવાડે રણસિંઘેને બોલ્ડ કરીને શ્રીલંકાને 8મો ઝટકો આપ્યો હતો. શ્રીલંકાએ 32 રનમાં 8મી વિકેટ ગુમાવી હતી. રાણાસિંઘે 13 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

  • 15 Oct 2022 01:57 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકા ઓલઆઉટની નજીક

    જો શ્રીલંકાની મહિલા ટીમના 10 ઓવર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો ટીમની હાલત ખૂબ જ ખરાબ હતી. આ દરમિયાન ટીમે 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 26 રન બનાવ્યા હતા. જે ખૂબ જ ખરાબ સ્કોર છે.

  • 15 Oct 2022 01:52 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી

    જો પાવર પ્લેમાં શ્રીલંકાના પ્રદર્શનની વાત કરીએ તો આ દરમિયાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. શ્રીલંકાએ પાવર પ્લેમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 16 રન બનાવ્યા હતા. આવી શરૂઆતથી એ સરળતાથી જાણી શકાય છે કે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

  • 15 Oct 2022 01:49 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: 9 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 25/7

  • 15 Oct 2022 01:46 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:સ્નેહ રાણાએ શ્રીલંકાને આપ્યો 7મો ઝટકો

    મલ્શ શહનીના રૂપમાં શ્રીલંકાને સાતમો ઝટકો લાગ્યો છે. સ્નેહ રાણાના બોલ પર મલ્શા ખાતુ ખોલાવ્યા વગર જ કેચ આપી બેઠી હતી. સુગંધા કુમારી 9મા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.

  • 15 Oct 2022 01:42 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાએ 16 રનમાં 5 વિકેટ ગુમાવી

    શ્રીલંકાની ટીમે 16 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રેણુકાની છઠ્ઠી ઓવરમાં કવિશા દિલહારી શોટ ચૂકી ગઈ અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો. કવિશાએ 6 બોલમાં 1 રન બનાવ્યો હતો

  • 15 Oct 2022 01:40 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાને છઠ્ઠો ફટકો

    રાજેશ્વરી ગાયકવાડે નીલાક્ષી ડી સિલ્વાને આઉટ કરીને શ્રીલંકાને છઠ્ઠો ઝટકો આપ્યો છે. નિલાક્ષી આઠ બોલમાં માત્ર 6 રન બનાવી શકી હતી. હવે મલ્શ શહનીની બેટિંગ કરવા ઉતરી છે.

  • 15 Oct 2022 01:37 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:: શ્રીલંકાની 5મી વિકેટ પડી

    શ્રીલંકાને કવિશા દિલહારીના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. દિલહારી રેણુકા સિંહના બોલ પર 1 રન બનાવીને આઉટ થઈ

  • 15 Oct 2022 01:37 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

    શ્રીલંકાની અડધી ટીમ 16 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. રેણુકા સિંહે ત્રણ વિકેટ લીધી છે. તેણે કવિશા દિલહારીને ક્લીન બોલિંગ કરીને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. કવિશાએ 6 બોલમાં એક રન બનાવ્યો હતો. પાવરપ્લેમાં શ્રીલંકાએ પાંચ વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા.

  • 15 Oct 2022 01:26 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: ફાઇનલમાં શ્રીલંકાની બેટિંગ ફ્લોપ

    શ્રીલંકાની શરુઆત ખુબ ખરાબ થઈ છે. અત્યારસુધી શ્રીલંકાની 4 વિકેટ પડી ગઈ છે. 4 ઓવરમાં જ પાકિસ્તાનની 4 વિકેટ પડી જતા ટીમ મુશ્કેલીમાં મુકાય છે. જ્યારે ભારત જીતની તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

  • 15 Oct 2022 01:25 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાને ચોથો ઝટકો

    રેણુકા સિંહે પહેલા બોલ પર હસીની પરેરાને આઉટ કરી હતી,  આમ શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો છે.હસીના પરેરાના રૂપમાં શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો હતો. પરેરા રેણુકા સિંહના બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ સ્મૃતિ મંધાનાના હાથે કેચ આઉટ થઈ હતી. કવિશા દિલહારી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.

  • 15 Oct 2022 01:21 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી,

    અનુષ્કા સંજીવનીના રૂપમાં શ્રીલંકાને ત્રીજો ઝટકો લાગ્યો છે. અનુષ્કા ચોથી ઓવરમાં પૂજા વસ્ત્રાકરના થ્રો પર રનઆઉટ થઈ ગઈ હતી. હસીના પરેરા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી છે.

  • 15 Oct 2022 01:21 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:રેણુકા સિંહે ભારતને બીજી સફળતા અપાવી

    રેણુકા સિંહે ભારતને બીજી સફળતા અપાવી, હર્ષિતા સમરવિક્રમા આઉટ

  • 15 Oct 2022 01:19 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: હર્ષિતા સમરવિક્રમા ક્રિઝ પર આવી

    હર્ષિતા સમરવિક્રમા ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરી

  • 15 Oct 2022 01:16 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાના કેપ્ટન રન આઉટ, ભારતને મળી સફળતા

    ભારતને પ્રથમ સફળતા રન આઉટના રૂપમાં મળી હતી. કેપ્ટન અટાપટ્ટુ શોટ રમીને રન લેવા માંગતી હતી, પરંતુ તેને સાથી ખેલાડીનો સાથ મળ્યો ન હતો અને તે 6 રન બનાવીને  આઉટ થઈ હતી

  • 15 Oct 2022 01:15 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:રેણુકાએ અટ્ટાપટ્ટુ સામે LBWની અપીલ કરી

    રેણુકા સિંહે બીજી ઓવરમાં ચાર રન આપ્યા હતા. રેણુકાએ બીજા બોલ પર અટાપટ્ટુ સામે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી પરંતુ બોલ બેટ સાથે અથડાતાં અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. ઓવરના છેલ્લા બોલ પર અટાપટ્ટુએ બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડ્રી ફટકારી હતી.

  • 15 Oct 2022 01:12 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: શ્રીલંકાનો સ્કોર 7/0

    2જી ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર કોઈપણ નુકશાન વગર 7/0 પર છે. 2જી ઓવરના છેલ્લા બોલ પર ચમારીએ ચોગ્ગો ફટકાર્યો હતા. રેણુકા સિંહે બીજી ઓવરમાં પહેલા 5 બોલ  ફેક્યા હતા. છેલ્લા બોલ પર ચમારીએ ઓફ સાઈડ પર શાનદાર ફોર ફટકારી હતી.

  • 15 Oct 2022 01:10 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:દીપ્તિ શર્માએ પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા

    દીપ્તિ શર્માએ પ્રથમ ઓવરમાં શાનદાર બોલિંગ કરતી વખતે માત્ર ત્રણ રન આપ્યા હતા. રેણુકા સિંહ બીજી ઓવર ફેંકી રહી છે. શ્રીલંકાના બેટ્સમેન બાઉન્ડ્રીની શોધમાં છે.

  • 15 Oct 2022 01:09 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ભારતીય મહિલા ટીમ મેદાન પર ઉતરી

  • 15 Oct 2022 01:04 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાની બેટિંગ શરૂ, ચમારી-અનુષ્કા ક્રિઝ પર ઉતર્યા

    શ્રીલંકાના કેપ્ટન ચમારી અને અનુષ્કા સંજીવની બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવી છે. ભારત તરફથી દીપ્તિ શર્મા પ્રથમ ઓવર ફેંકી રહી છે.

  • 15 Oct 2022 01:04 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:પિચ રિપોર્ટ

    આ મેચ બાંગ્લાદેશમાં SICS ગ્રાઉન્ડ 1 પર રમાશે. SICS મેદાનની પિચમાં સ્પિનરોને વધુ મદદ મળે છે. બીજી તરફ બેટ્સમેનોને મુશ્કેલી પડશે. જ્યારે 130 સુધીનો સ્કોર થઈ શકે છે.

  • 15 Oct 2022 12:54 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:હરમનપ્રીત કૌરે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો

    હરમનપ્રીત કૌરે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, રાધા યાદવને બદલે દયાલન હેમલતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 15 Oct 2022 12:52 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:ચમારી અથાપથુના હાથમાં શ્રીલંકાની કમાન

  • 15 Oct 2022 12:51 PM (IST)

    IND-W vs SL-W T20 live Score: ભારત ટીમની પ્લેઈંગ ઈલેવન

  • 15 Oct 2022 12:44 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાએ ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા પ્રથમ બોલિંગ કરશે

  • 15 Oct 2022 12:43 PM (IST)

    IND-W vs SL-W T20 live Score:શ્રીલંકાએ ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા પ્રથમ બોલિંગ કરશે

    ભારત અને શ્રીલંકાએ મહિલા એશિયા કપ 2022માં એકબીજા સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું.

Published On - Oct 15,2022 12:38 PM

g clip-path="url(#clip0_868_265)">