T20 વિશ્વકપ બાદ દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો, ચેન્નાઈ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમનો 10 વિકેટથી વિજય
India Women vs South Africa Women, One-off Test: ભારતીય મહિલા ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકા સામે 10 વિકેટથી ભારતીય ટીમનો વિજય થયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી અને જેમાં જ્વલંત વિજય મળ્યો છે.
T20 વિશ્વકપ 2024માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે જીત મેળવીને વિશ્વ વિજેતા થયું છે. દક્ષિણ આફ્રિકાનું વર્ષોનું સ્વપનું ભારતીય ટીમે અંતિમ ઓવર્સમાં જ રોળી દીધું હતું. હવે ભારતીય મહિલા ટીમે પણ દક્ષિણ આફ્રિકાને ઝટકો આપ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર જીત ચેન્નાઈમાં રમાયેલી બંને દેશ વચ્ચેની એક માત્ર ટેસ્ટમાં મેળવી છે. ભારતીય ટીમે એક તરફી જીત મેળવતા 10 વિકેટથી વિજય મેળવ્યો છે.
આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ મહિલા ટીમે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવીને 603 રન નોંધાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે ભારતીય ટીમ સામે બીજા દાવમાં આસાન લક્ષ્ય હતુ અને જેને વિના વિકેટે પાર કરી 37 રન નોંધાવી જીત મેળવી હતી.
All over in Chennai!
The @ImHarmanpreet led side win the one-off test by 10 wickets
Scorecard ▶️ https://t.co/4EU1Kp7wJe#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/rV3fiCqZMS
— BCCI Women (@BCCIWomen) July 1, 2024
ભારતીય ટીમે દેખાડ્યો દમ
ફોલોઓન થઈને દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં ભારત સામે સ્કોર બોર્ડ પર 373 રન ખડકી દીધા હતા. પરંતુ ભારતીય ટીમને માત્ર 37 રનનું જ લક્ષ્ય હતું. જેને સરળતાથી ભારતીય ટીમે વિના વિકેટે જ પાર કરી લીધું હતું. ભારતીય ટીમના ઓપનર બેટર્સ સાનિયા અને શુભા સતિષે મળીને આ લક્ષ્યને પાર કરી લઈને ભારતને શાનદાર જીત અપાવી હતી.
પ્રથમ દાવમાં ભારતીય ટીમની સ્ટાર બેટર શેફાલી વર્માએ 197 બોલનો સામનો કરીને 205 રનની ઈનીંગ રમી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રન નોંધાવ્યા હતા. જ્યારે જેમીમાએ 55 અને સુકાની હરમનપ્રીત કૌરએ 69 રન નોંધાવ્યા હતા. વિકેટકીપર બેટર રિચા ઘોષે 86 રન ફટકાર્યા હતા. ભારતીય બોલર સ્નેહ રાણા પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાના 8 ખેલાડીઓને પોતાના શિકાર 77 રન આપીને બનાવ્યા હતા. દીપ્તી શર્માએ 2 વિકેટ ઝડપી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અંતિમ 9 મહિનામાં 3 ટેસ્ટ મેચ રમી છે. જે ત્રણેય મેચને ભારતીય ટીમે જીતી છે. દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને ચેન્નાઈમાં પછાડીને ગજબનો આત્મવિશ્વાસ ભારતીય મહિલા ખેલાડીઓએ પેદા કર્યો છે. આ પહેલા ભારતીય ટીમે વનડે સિરિઝમાં પણ દક્ષિણ આફ્રિકા સામે 3-0 થી જીત મેળવી છે. હવે ટી20 સિરિઝ અને એશિયા કપમાં ભારતીય મહિલા ટીમના પ્રદર્શન પર સૌની નજર છે.