AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: ટીમ ઈન્ડિયાની ત્રીજી T20માં દમદાર જીત, શુભમન ગિલ-વોશિંગ્ટન સુંદરનું વિજયી પ્રદર્શન

ટીમ ઈન્ડિયાએ હરારેમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં શાનદાર જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 182 રનનો જંગી સ્કોર બનાવ્યો, જવાબમાં યજમાન ટીમ આ મોટો લક્ષ્યાંક હાંસલ કરી શકી નહીં.

IND vs ZIM: ટીમ ઈન્ડિયાની ત્રીજી T20માં દમદાર જીત, શુભમન ગિલ-વોશિંગ્ટન સુંદરનું વિજયી પ્રદર્શન
Team India
| Updated on: Jul 10, 2024 | 8:50 PM
Share

પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ હરારેમાં જીતને આદત બનાવી લીધી છે. બીજી T20માં 100 રને જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. હરારેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા, જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે સારી લડત આપી હતી,પરંતુ લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે T20 શ્રેણીમાં 2-1થી આગળ છે. T20 શ્રેણીની આગામી મેચ શનિવારે રમાશે.

શુભમન-વોશિંગ્ટન ચમક્યા

ટીમ ઈન્ડિયાની જીતના હીરો હતા કેપ્ટન શુભમન ગિલ અને ઓફ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદર. શુભમન ગિલે 66 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ બે ખેલાડીઓ સિવાય ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઝિમ્બાબ્વેએ સારો જવાબ આપ્યો

ઝિમ્બાબ્વેની ટીમ ચોક્કસપણે આ મેચ હારી ગઈ હતી પરંતુ તે અંત સુધી લડતી રહી. એક સમયે ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 7 ઓવરમાં જ ખતમ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડ પર માત્ર 39 રન હતા. પરંતુ આ પછી ડીયોન મેયર્સ અને વિકેટકીપર ક્લાઈવ મદંડેએ શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી લડત આપી હતી. મેયર્સે 49 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા. મદંડેએ 26 બોલમાં 37 રનની ઈનિંગ રમી હતી. જોકે, ઝિમ્બાબ્વેને જીતવા માટે આ ઈનિંગ્સ પૂરતી ન હતી.

ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરની કમાલ બેટિંગ

ત્રીજી ટી20માં પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કરવા સિવાય ટીમ ઈન્ડિયાએ તેની ઓપનિંગ પાર્ટનરશિપમાં પણ ફેરફાર કર્યો હતો. યશસ્વી જયસ્વાલ સુકાની ગિલ સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. જયસ્વાલ અને ગિલે મળીને 49 બોલમાં 67 રનનું યોગદાન આપ્યું હતું. જયસ્વાલ 27 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. જો કે છેલ્લી મેચનો સદી કરનાર અભિષેક શર્મા 9 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. આ પછી રુતુરાજ ગાયકવાડે કેપ્ટન ગિલ સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. ગિલ 49 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગાયકવાડ માત્ર એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.

આ પણ વાંચો: IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">