IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય

ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફારો કર્યા છે. શુભમન ગિલે વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબેને ટીમમાં સામેલ કર્યા હતા. જોકે તેની સામે ચાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

IND vs ZIM : રિયાન પરાગ સહિત આ 4 ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય
Team India
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 6:38 PM

ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ સિક્કાની રમત જીત્યા બાદ તેણે જે નિર્ણય લીધો તે ઘણો રસપ્રદ હતો. શુભમન ગિલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને હરારેમાં તક મળી. આ ઉપરાંત લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી હતી.

આ 4 ખેલાડીઓ બહાર

સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની એન્ટ્રી સાથે પ્લેઈંગ ઈલેવનમાંથી ધ્રુવ જુરેલ, રાયન પરાગ, સાઈ સુદર્શનને બેંચ પર બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મુકેશ કુમારને આરામ આપવામાં આવ્યો હતો.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

પ્લેઈંગ ઈલેવનમાં ટોપ ઓર્ડરના 5 બેટ્સમેન

જો કે, ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં જે પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતાર્યું છે તેમાં ટોપ ઓર્ડરના પાંચ બેટ્સમેન છે. જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. કોઈ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બધા ટોપ ઓર્ડર બેટ્સમેનને રમતા જોવું ખૂબ જ દુર્લભ છે. જોકે, ગાયકવાડ અને સેમસનને મધ્ય ઓવરો દરમિયાન પણ બેટિંગ કરવાનો અનુભવ છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ.

સિરીઝ 1-1ની બરાબરી પર

T20 સિરીઝની વાત કરીએ તો પહેલી મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી પરંતુ ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી અને 100 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર બાદ વધુ એક વર્લ્ડ ચેમ્પિયનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી! મળશે મોટી જવાબદારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">