Viral: કેરળના બેટ્સમેને સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જુઓ Video
કેરળના 25 વર્ષીય બેટ્સમેન રોહન કુનુમ્મલ દેવધર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં 62ની એવરેજ અને 124ના સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.
ઘણા ભારતીય યુવા બેટ્સમેનો પોતાની ટીમ માટે વિરાટ કોહલી (Virat Kohli) જેવું પ્રદર્શન કરવા માંગે છે. માત્ર કોહલીની જેમ બેટિંગ જ નહીં પરંતુ વિરાટની જેમ મેદાન પર આક્રમક બનવા માંગે છે અને કોહલીની જેમ જ ઉજવણી કરવા પણ માંગે છે. કેરળનો બેટ્સમેન રોહન કુન્નુમલ (Rohan Kunnummal) પણ કોહલીનો મોટો ફેન છે અને તેની જેમ જ સેન્ચુરીને સેલિબ્રેટ કરે છે.
દેવધર ટ્રોફી ફાઇનલમાં રોહન કુન્નુમલની સદી
દેવધર ટ્રોફીની ફાઈનલ મેચ 3 ઓગસ્ટ, ગુરુવારે યોજાઈ હતી, જેમાં સાઉથ ઝોને ઈસ્ટ ઝોનને 45 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. દક્ષિણ ઝોનની જીતનો સ્ટાર 25 વર્ષીય કેરળનો ઓપનર રોહન કુન્નુમલ હતો, જેણે ફાઇનલમાં માત્ર 75 બોલમાં 107 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રોહનની આ જબરદસ્ત શરૂઆતે સાઉથ ઝોન માટે 328 રનના સ્કોરનો પાયો નાખ્યો હતો. સ્વાભાવિક રીતે જ ખિતાબ જીત્યા બાદ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
Sensational in the Final Inspired celebration from @imVkohli Leading South Zone to a memorable triumph
In conversation with opening heroes – Rohan Kunnummal & Captain @mayankcricket – By @jigsactin
Full Interview #DeodharTrophy
https://t.co/GZFH9h4mAT pic.twitter.com/76KDfpSWc2
— BCCI Domestic (@BCCIdomestic) August 4, 2023
કોહલીની સ્ટાઈલમાં સદીની ઉજવણી કરી
રોહને પોતાની ઈનિંગ દરમિયાન માત્ર 68 બોલમાં સદી પૂરી કરી હતી. સદી પૂરી કર્યા બાદ તેણે જે રીતે ઉજવણી કરી, તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રોહને તેનું બેટ હવામાં ઊંચું કર્યું અને બીજા હાથથી ઈશારો કર્યો, જાણે તે કહેવા માંગતો હતો કે તેનું બેટ જવાબ આપશે. તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની યાદ અપાવી હતી. કોહલીએ પણ ઘણી વખત આ જ રીતે પોતાની સદીની ઉજવણી કરી હતી.
રોહન કુન્નુમલ કોહલીનો મોટો ફેન
હવે જો રોહન કોહલીની જેમ સેલિબ્રેશન કરશે તો આ અંગે સવાલ તો થશે જ. ફાઈનલ બાદ સાઉથના કેપ્ટન મયંક અગ્રવાલ સાથેની ખાસ મુલાકાતમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં કોહલીની કેપ્ટનશિપમાં રમતા મયંકે રોહનને પૂછ્યું કે શું તેની સદીની ઉજવણી કોહલીથી પ્રેરિત છે? યુવા બેટ્સમેને પણ સંકોચ વિના કહ્યું કે આ ઉજવણી કોહલી પાસેથી જ શીખ્યો હતો. રોહને એ પણ જણાવ્યું કે શરૂઆતથી જ તે વિચારતો હતો કે જ્યારે પણ તે ટૂર્નામેન્ટમાં સદી ફટકારશે તો તે કોહલીની સ્ટાઈલમાં જ ઉજવણી કરશે.
Duleep Trophy 2023-2024 Winners Deodhar Trophy 2023-24 Winners
Congratulations ! #Final | #SZvEZ pic.twitter.com/KHLwPCa52L
— BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023
આ પણ વાંચો : Alex Hales Retirement : બ્રોડ પછી વધુ એક ઇંગ્લિશ ખેલાડીએ લીધી નિવૃત્તિ, ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને કહ્યું અલવિદા
રોહન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે
દેવધર ટ્રોફી રોહન માટે સારી સાબિત થઈ છે. તેણે 6 ઈનિંગ્સમાં 62ની એવરેજ અને 124ના સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા અને તે ટુર્નામેન્ટમાં ત્રીજા સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. આ યુવા ઓપનરે તેની ટૂંકી ફસ્ટ ક્લાસ અને લિસ્ટ A કારકિર્દીમાં અત્યાર સુધી જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં તેની બેટિંગ નવા સ્તરે પહોંચી છે. તેણે અત્યાર સુધી 11 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57ની એવરેજથી 972 રન અને 22 લિસ્ટ A મેચોમાં 57ની એવરેજથી 1028 રન બનાવ્યા છે.