AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 મહિના બાદ ટીમમાં પાછો ફર્યો મેચ વિનર ખેલાડી, ઈંગ્લેન્ડ સામે ODI ટીમમાં મળ્યું સ્થાન

ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ODI ટીમની જાહેરાત કરી દીધી છે. કેન વિલિયમસન આ ટીમમાં વાપસી કરી શક્યો નથી પરંતુ 11 મહિના બાદ એક મોટા મેચ વિનર ખેલાડીની વાપસી થઈ છે. ટીમમાં આ ખેલાડીની વાપસી સાથે ન્યુઝીલેન્ડની બોલિંગ તાકાતમાં ઘણો વધારો થયો છે.

11 મહિના બાદ ટીમમાં પાછો ફર્યો મેચ વિનર ખેલાડી, ઈંગ્લેન્ડ સામે ODI ટીમમાં મળ્યું સ્થાન
New Zealand team
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 11:42 AM
Share

ન્યુઝીલેન્ડે (New Zealand) ઈંગ્લેન્ડ સામેની ODI સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમ અનુભવથી સજ્જ છે, જેનું નેતૃત્વ ટોમ લાથમ કરશે. ઈંગ્લેન્ડ સામે પસંદ કરાયેલી કીવી ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult)ની 11 મહિના બાદ વાપસી થઈ છે. બોલ્ટની વાપસીથી ન્યુઝીલેન્ડની બોલિંગ તાકાતમાં વધારો થયો છે. આના દ્વારા તેણે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપને લઈને પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે. ટ્રેન્ટ બોલ્ટે વિશ્વભરની T20 લીગમાં રમવાના હેતુથી ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

કેન વિલિયમસનના કમબેકને લાગશે સમય

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 8થી 15 સપ્ટેમ્બર સુધી ODI સીરિઝ રમાશે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ આ શ્રેણીમાંથી વાપસી કરી રહ્યો છે, ત્યારે કેન વિલિયમસનની ટીમમાં વાપસીના કોઈ સમાચાર નથી. વિલિયમસનની જેમ માઈકલ બ્રેસવેલ પણ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ઉપલબ્ધ થઈ શક્યો નથી. આ વર્ષે જૂનમાં તેને ઈજા થઈ હતી.

ટ્રેન્ટ બોલ્ટ એક વર્ષ પછી ODI રમશે

ટ્રેન્ટ બોલ્ટે ન્યૂઝીલેન્ડ માટે છેલ્લી વનડે 11 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જે બાદ હવે તે સીધો ઈંગ્લેન્ડ સાથે સીરિઝમાં રમતો જોવા મળશે. એટલે કે એક વર્ષ પછી બોલ્ટ ODIના રમવા ક્રિકેટના મેદાનમાં ઉતરશે. બોલ્ટને ન્યુઝીલેન્ડ માટે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે.

ઈંગ્લેન્ડ સાથે ODI પહેલા T20 સીરિઝ યોજાશે

ઈંગ્લેન્ડની સાથે ન્યુઝીલેન્ડને પણ વનડે સીરિઝ પહેલા T20 સીરિઝ રમવાની છે. T20 સીરિઝ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે. માર્ક ચેપમેન અને જીમી નીશમ T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ હશે, પરંતુ પ્રથમ બાળકના જન્મને કારણે તે ODI સીરિઝર મી શકશે નહીં. ઈશ સોઢીની યોજના પણ એવી જ છે. જો કે, તેમનું કારણ અલગ છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, સોઢી ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલ પહેલા પરિવાર સાથે સમય પસાર કરવા માટે ODI શ્રેણી નહીં રમે.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઈન્ડિયાના ચાહકોએ હાર્દિક પંડ્યાને ‘સ્વાર્થી’ કહીને MS ધોનીને કેમ કર્યો યાદ?

ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની ODI ટીમ:

ટોમ લાથમ (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમીસન, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, વિલ યંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">