Virat kohli એ 2-3 મહિના સુધી ક્રિકેટ ન રમવું જોઈએ, રવિ શાસ્ત્રીની ગજબની સલાહ

વિરાટ કોહલી (Virat Kohli) એ પણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી, જે બાદ પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ તેને બ્રેક લેવાની સલાહ આપી છે.

Virat kohli એ 2-3 મહિના સુધી ક્રિકેટ ન રમવું જોઈએ, રવિ શાસ્ત્રીની ગજબની સલાહ
Virat kohli હાલમાં વિવાદોને લઇ ચર્ચામાં છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 8:29 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) તાજેતરના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં કંઈ ખાસ કરી શક્યો નથી. ટેસ્ટ સિરીઝમાં તેનું બેટ શાંત રહ્યું, ટીમ સિરીઝ હારી ગઈ અને પછી તેણે કેપ્ટનશિપ પણ છોડી દીધી. આ પછી વનડે સીરીઝમાં તેના બેટમાંથી 2 અડધી સદી નીકળી પરંતુ ટીમ ફરી એકવાર સીરીઝ હારી ગઈ અને વિરાટની એવરેજ 40થી ઓછી રહી જે તેના જેવા બેટ્સમેન માટે સારું પ્રદર્શન નથી. આ દરમિયાન પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ વિરાટ કોહલીને આરામ કરવાની સલાહ આપી છે. રવિ શાસ્ત્રીએ શોએબ અખ્તર (Shoaib Akhtar) સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, હાલમાં વિરાટ કોહલીએ 2-3 મહિના ક્રિકેટથી દૂર રહેવું જોઈએ જેથી કરીને તે માનસિક રીતે ફ્રેશ થઈને મેદાનમાં પરત ફરી શકે.

રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘વિરાટ જાણે છે કે તે 33 વર્ષનો થઈ ગયો છે. તેની પાસે હજુ 5 વર્ષનું ક્રિકેટ બાકી છે. જો તે શાંત રહે અને માત્ર પોતાની બેટિંગ પર ધ્યાન આપે અને માત્ર એક મેચ પર ધ્યાન આપે તો તે ઘણું કરી શકે છે. મને લાગે છે કે તેણે 2-3 મહિના માટે બ્રેક લેવો જોઈએ. તેમના માટે બ્રેક ખૂબ જ ફાયદાકારક રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોહલી રાજાની જેમ વાપસી કરશેઃ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ‘આરામ કર્યા પછી વિરાટ કોહલી માનસિક રીતે તાજો થઈ જશે અને તે આગામી 3-4 વર્ષ સુધી રાજાની જેમ રમશે. તેની વિચારસરણી વધુ સ્પષ્ટ થશે અને તે જાણે છે કે ટીમ પ્લેયર તરીકે તેની ભૂમિકા શું હશે. હું ઈચ્છું છું કે વિરાટ કોહલી એક ખેલાડી તરીકે ભારત માટે મેચ જીતે.

રવિ શાસ્ત્રીએ સ્વીકાર્યું કે દરેક મોટા ખેલાડી પર દબાણ વર્ચસ્વ ધરાવે છે અને કોહલી સાથે પણ આવું બન્યું છે. શાસ્ત્રીએ કહ્યું, ‘દબાણ ઊભું થવા લાગ્યું હતું. લોકો હંમેશા તકો શોધતા હોય છે. કોઈ પણ વ્યક્તિ બધું બરાબર નથી કરતી. મેં ઘણા મહાન ખેલાડીઓને તેમની રમત માટે સુકાની પદ છોડતા જોયા છે. ગાવસ્કર, સચિન, એમએસ ધોનીએ પણ આવું જ કર્યું.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડતા રવિ શાસ્ત્રી ચોંકી ગયા

રવિ શાસ્ત્રીએ શોએબ અખ્તરને કહ્યું હતું કે વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડીને તે પોતે પણ આશ્ચર્યચકિત છે. રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘મને લાગે છે કે વિરાટ કોહલીને ખબર પડી ગઈ છે કે બાયો બબલમાં ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવી ખૂબ મુશ્કેલ છે. કેપ્ટન તરીકે તમે બ્રેક પણ લઈ શકતા નથી. T20, ODIની કેપ્ટનશીપ છોડવી યોગ્ય હતી પરંતુ જ્યારે તેણે ટેસ્ટની કેપ્ટનશીપ છોડી તો મને ખૂબ જ આશ્ચર્ય થયું.

છેલ્લા પાંચ વર્ષથી તેણે ટીમ ઈન્ડિયાને નંબર 1 ટેસ્ટ ટીમ બનાવી રાખી હતી અને તેથી કેપ્ટન્સી છોડવાનો કોઈ અર્થ નહોતો. આખરે હું તેના નિર્ણયનું સન્માન કરું છું કારણ કે માત્ર તે જ ક્રિકેટર જાણે છે કે તે શું અનુભવી રહ્યો છે.

આ પણ વાંચોઃ BPL 2022: હવે ડ્વેન બ્રાવો મેદાન પર પુષ્પા અવતારમાં, વિકેટ મળતા જ અલ્લૂ અર્જૂનના અંદાજમાં કર્યો ડાંસ, જુઓ Video

આ પણ વાંચોઃ  Sports: આ ભારતીય મહિલા ખેલાડીઓએ પહેરી છે વર્ધી, કોઇ SP તો કોઇ ASP, જાણો કોણ કોણ છે સામેલ આ લીસ્ટમાં

g clip-path="url(#clip0_868_265)">