India vs West Indies, 4th T20, Live Score Highlights: વેસ્ટ ઈન્ડિઝ ભારતીય બોલીંગ આક્રમણ સામે 132માં ઓલઆઉટ, વન ડે બાદ ટી20 સિરીઝ પર ભારતનો કબ્જો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 12:28 AM

IND Vs WI 4th T20 Match Live Updates: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની ચોથી મેચ અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે રમાઈ રહી છે.

India vs West Indies, 4th T20, Live Score Highlights: વેસ્ટ ઈન્ડિઝ ભારતીય બોલીંગ આક્રમણ સામે 132માં ઓલઆઉટ, વન ડે બાદ ટી20 સિરીઝ પર ભારતનો કબ્જો
Team India 2-1 થી સરસાઈ ધરાવે છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની ચોથી મેચ આજે શનિવારે રમાઈ રહી છે. મેચ અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે રમાઈ રહી છે. અત્યાર સુધીની ત્રણ મેચોમાં પ્રથમ અને તૃતીય મેચ ભારતને નામ રહી હતી. જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી. ભારતીય ટીમ (Indian Cricket Team) સિરીઝમાં જીત પાકી કરી લેવા માટે આજે પુરો દમ લગાવી દેશે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પણ સિરીઝ બનાવી રાખવા માટે પ્રયાસ કરશે. અંતિમ મેચમાં રોહિત શર્માને પગમાં સમસ્યા લાગતા તે બેટીંગ અધવચ્ચે છોડીને પરત ફર્યો હતો. વરસાદને લઈને મેચ શરુ થવામાં મોડુ થયુ હતુ.

IND vs WI: આજની પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ડેવોન થોમસ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ડોમિનિક ડ્રેક્સ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
 • 07 Aug 2022 12:24 AM (IST)

  IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ ઓલ આઉટ

  પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. 132 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતનો 59 રને વિજય થયો હતો.

 • 07 Aug 2022 12:23 AM (IST)

  IND vs WI Live Score: ડ્રેક્સ આઉટ

  વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત થઈ ચૂકી છે. તેણે વધુ એક વિકેટ ગુમાવી દીધી છે. હવે માત્ર ઔપચારીકતા પૂર્ણ કરવાની ભારત માટે રહી છે.

 • 07 Aug 2022 12:22 AM (IST)

  IND vs WI Live Score: હેટમાયર આઉટ

  હેટમાયરની વિકેટ રવિ બિશ્નોઈએ ઝડપી હતી. 19 રન નોંધાવીને હેટમાયર પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 11:57 PM (IST)

  IND vs WI Live Score: અકીલ હુસેન આઉટ

  વેસ્ટ ઈન્ડિઝે સાતમી વિકેટ અકીલ હુસેનના રુપમાં ગુમાવી દીધી છે. હજુ છ ઓવરની રમત બાકી છે, ત્યા હવે એક બાદ એક વિકેટ ગુમાવવનો સિલસિલો ભારતને શ્રેણીમાં અજેય બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે.

 • 06 Aug 2022 11:55 PM (IST)

  IND vs WI Live Score: હોલ્ડર આઉટ

  વેસ્ટ ઈન્ડિઝે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. બહારના ફુલ બોલને તાકાત વિના જ ફટકારી દીધો હતો. જે બોલ સિધો જ સંજૂ સેમસના હાથમાં પહોંચ્યો હતો. આમ 13 રન નોંધાવી હોલ્ડર પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 11:53 PM (IST)

  IND vs WI Live Score: બિશ્નોઈ પર હોલ્ડરની સિક્સર

  રવિ બિશ્નોઈના બોલ પર જેસન હોલ્ડરે પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકારી દીધો હતો. એક તરફ અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે, ત્યાં બીજી બાજુ હોલ્ડરે આક્રમક રમત દર્શાવીને આશા જગાવવા પ્રયાસ કર્યો છે. જે મુશ્કેલ છે.

 • 06 Aug 2022 11:51 PM (IST)

  IND vs WI Live Score: રોવમેન પોવેલ આઉટ

  અક્ષર પટેલે છગ્ગા સહ્યા બાદ રોવમેન પોવેલને બહારનો રસ્તો દેખાડી દીધો છે. પોવેલ 24 રન નોંધાવીને દીપક હુડાના હાથમાં કેચ ઝડપાયો હતો.

 • 06 Aug 2022 11:47 PM (IST)

  IND vs WI Live Score: રોવમેન પોવેલે 2 છગ્ગા ફટકાર્યા

  અક્ષર પટેલ આજે મોંઘો સાબિત થઇ રહ્યો છે. હવે તેની બોલીંગ પર રોવમેન પોવેલે બે છગ્ગા ફટાક્યા છે. પોવેલે પહેલો છગ્ગો ઉભા ઉભા જ જમાવી દીધો હતો.

 • 06 Aug 2022 11:45 PM (IST)

  IND vs WI Live Score: અક્ષર પટેલે મેયર્સની વિકેટ ઝડપી

  અક્ષર પટેલને મેચમાં તેને પહેલી વિકેટ મળી હતી. ફુલ ફ્લાઈટેડ બોલ ડિલિવર કર્યો હતો, જેની પર કાઈલ મેયર્સે દૂર થી જ બેટ ચલાવ્યુ હતુ અને તે દીપક હુડાને આસાન કેચ આપી બેઠો હતો. તેણે 14 રન નોંધાવ્યા હતા.

 • 06 Aug 2022 11:13 PM (IST)

  IND vs WI Live Score: પૂરન રન આઉટ

  નિકોલસ પૂરન રન આઉટ થયો હતો. પૂરન શોટ લગાવીને દોડી જઈને નોન સ્ટ્રાઈકર છેડે પહોંચી ગયો હતો. જેને લઈ બંને એક જ છેડે ભેગા થઈ જતા 24 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 11:12 PM (IST)

  IND vs WI Live Score: પૂરનના ત્રણ છગ્ગા

  અક્ષર પટેલ પાંચમી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં પૂરને જાણે કે ધમાલ મચાવતી બેટીંગ કરી હતી. પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં બીજા, ચોથા અને પાંચંમાં બોલ પર છગ્ગા જમાવી દીધા હતા. પટેલની આ મોંઘી ઓવર સાબિત થઈ રહી છે.

 • 06 Aug 2022 11:10 PM (IST)

  IND vs WI Live Score: ડેમવન થોમસ આઉટ

  આવેશ ખાને વધુ એક મહત્વની સફળતા અપાવી છે. ડેવન થોમસ યોગ્ય ટાઈમીંગ નહી કરી શક્યો અને આવેશના બોલ પર તે દીપક હુડાને કેચ આપી બેઠો હતો. તે 1 રન નોંધાવીને પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 10:55 PM (IST)

  IND vs WI Live Score: બ્રેન્ડન કિંગ આઉટ

  આવેશ ખાનને તેના જ બોલ પર બ્રેન્ડન કિંગ કેચ આપી બેઠો હતો. બોલમાં ખાસ ઉછાળ નહોચો અને કિંગ તેને કેચ આપી દીધો હતો. તે 13 રન નોંધાવીને આઉટ થયો હતો.

 • 06 Aug 2022 10:49 PM (IST)

  IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ શરુ

  કાયલ મેયર્સ અને બ્રેન્ડન કિંગની જોડી વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ શરુઆત કરવા માટે ક્રિઝ પર આવી છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં ભૂવીએ ત્રણ ચોગ્ગા સહન કર્યા હતા. કિંગે 2 અને મેયર્સે એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઈનીંગનો પ્રથમ બોલ ભૂવીએ વાઈડ કર્યો હતો. ઓવરમાં 14 રન ગુમાવ્યા હતા.

 • 06 Aug 2022 10:48 PM (IST)

  IND vs WI Live Score: ભારતે 192 રનનુ લક્ષ્ય રાખ્યુ

  ભારતીય ઓપનરો રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે આક્રમક રમત વડે શરુઆત ટીમને અપાવી હતી. બાદમાં ઋષભ પંતે પણ શાનદાર ઈનીંગ રમી હતી. 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો.

 • 06 Aug 2022 10:21 PM (IST)

  IND vs WI Live Score: દિનેશ કાર્તિક આઉટ

  પેડને અથડાઈને બોલ સીધો જ સ્ટંપમાં જઈને અથડાયો હતો.

 • 06 Aug 2022 10:20 PM (IST)

  IND vs WI Live Score: ઋષભ પંત આઉટ

  મેકોયે ડ્રેક્સના હાથમાં ઋષભ પંતને કેચ ઝડપાવી દીધો હતો. 44 રન નોંધાવીને પંત પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 10:09 PM (IST)

  IND vs WI Live Score: સંજૂએ છગ્ગો ફટકાર્યો

  15 મી ઓવર નો પ્રથમ બોલ લઈને આવેલા ઓબેદ મિકોય પર સંજૂ સેમસને છગ્ગો ફટકાર્યો હતો. ડીપ સ્કેવર લેગ પર છગ્ગો છગ્ગો ફટકાર્યો હતો.

 • 06 Aug 2022 10:06 PM (IST)

  IND vs WI Live Score: હુડા આઉટ

  વધારે ઉછાળ ભર્યા બોલ પર ફસાઈ ગયો દીપક હુડ્ડા. 12મી ઓવરના બીજા બોલ પર જોસેફ અલ્ઝારીનો તે શિકાર થયો હતો. તે ઓફ સાઈડ તરફ શોટ રમવા ઇચ્છતો હતો. પરંતુ એક્સ્ટ્રાા કવર પર બ્રેન્ડન કીંગના હાથે ઝડપાયો હતો. તે 21 રન નોંધાવીને પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 09:38 PM (IST)

  IND vs WI Live Score: જેસન હોલ્ડર પર પંત અને હુડાની બાઉન્ડરી

  10મી ઓવર લઈને જેસન હોલ્ડર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજો બોલ જે શોર્ટ હતો, જેને પંતે અપર કટ રમ્યો હતો અને ચોગ્ગો લગાવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર દીપક હુડાએ યોર્કર બોલને સીધા બેટ વડે ઓન ડ્રાઈવ કરી દઈ ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.

 • 06 Aug 2022 09:33 PM (IST)

  IND vs WI Live Score: દીપક હુડાની બાઉન્ડરી

  મીડ ઓફની ઉપરથી દીપક હુડાએ બાઉન્ડરી ફટકારી છે. તેણે જેસન હોલ્ડરના બોલ પર ખૂબસૂરત હવાઈ સ્ટ્રેટ ડ્રાઈવ શોટ લગાવ્યો હતો.

 • 06 Aug 2022 09:20 PM (IST)

  IND vs WI Live Score: સૂર્યકુમાર આઉટ

  સૂર્યકુમાર વિકેટ સામે સીધો જઈને રમવા ગયો અને વિકેટ ગુમાવી દીધી. રિવ્યૂ લેવામાં આવ્યો હતો અને તે આઉટ જાહેર થયો હતો. 14 બોલમાં 24 રન નોંધાવી પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 09:18 PM (IST)

  IND vs WI Live Score: સૂર્યકુમારની સિક્સર

  સૂર્યકુમારે છઠ્ઠી ઓવરના બીજા બોલને સ્પેશિયલ ફ્લિક કરી દીધો હતો. આ સાથે જ તેણે ડીપ ફાઈન લેગની ઉપરથી છગ્ગો લગાવ્યો હતો. આ તેનો બીજો છગ્ગો ઈનીંગમાં હતો.

 • 06 Aug 2022 09:17 PM (IST)

  IND vs WI Live Score: રોહિત શર્મા આઉટ

  આગળના બોલે શાનદાર છગ્ગો લગાવ્યા બાદ તુરત જ રોહિત શર્માએ વિકેટ ગુમાવી હતી. અકીલ હુસેનના બોલને આગળ આવીને રમવા જતા ચૂકી જતા ક્લીન બોલ્ડ થયો હતો. રોહિત 16 બોલમાં 33 રન નોંધાવી પરત ફર્યો હતો.

 • 06 Aug 2022 09:15 PM (IST)

  IND vs WI Live Score: રોહિત શર્માની વધુ એક સિક્સર

  ચોથી ઓવરના ત્રીજા બોલે અકીલ હુસેનના બોલ પર સ્લોગ સ્વિપ કરીને વાઈડ લોંગ ઓન પર સિક્સર લગાવી હતી. ભારતીય ટીમના 50 રન પણ આ સાથે પૂરા થયા હતા.

 • 06 Aug 2022 09:01 PM (IST)

  IND vs WI Live Score: રોહિત શર્માની 2 સિક્સર

  ત્રીજી ઓવરનો પ્રથમ બોલ વાઈડ રહ્યો હતો. નિયમીત બોલ આવતા જ રોહિત શર્માએ મેકોય પર છગ્ગો ફટકારી દીધો હતો. રોહિતે પોતાનો ફેવરિટ શોટ લગાવ્યો હતો. તેણે બહારના બોલને પિકઅપ કર્યો હતો અને મીડ વિકેટ તરફ હવાઈ શોટ લગાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના ત્રીજા બોલને પણ છ રન માટે ફટકારી દીધો હતો. સૂર્યકુમારે પણ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 25 રન ભારતને મળ્યા હતા

 • 06 Aug 2022 08:57 PM (IST)

  IND vs WI Live Score: રોહિત ની વધુ એક બાઉન્ડરી

  રોહિત શર્માએ બીજી ઓવરના ચોથા બોલે ડોમિનિક ડ્રેક્સ પર ચાર રન ફટકાર્યા હતા. ફુલ આવેલા બોલને ઓવર પિચ બનાવીને મીડ ઓફ પરથી રમી દીધો હતો.

 • 06 Aug 2022 08:56 PM (IST)

  IND vs WI Live Score: રોહિત શર્માની બાઉન્ડરી

  અકીલ હુસેન પ્રથમ ઓવર લઈને આવ્યો છે. ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ બાઉન્ડરી ફટકારી છે. ઓફ સ્ટંપની બહારના બોલને રાહ જોઈને સ્કેવર કટ કરી દીધો હતો. પ્રથમ ઓવરમાં 8 રન મળ્યા હતા.

 • 06 Aug 2022 08:54 PM (IST)

  IND vs WI Live Score: ભારતની બેટીંગ શરુ

  રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની જોડી રમતની શરુઆત કરવા માટે ક્રિઝ પર પહોંચી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પ્રથમ ઓવર લઈને અકીલ હુસેન આવ્યો છે.

 • 06 Aug 2022 08:41 PM (IST)

  IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

  વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ડેવોન થોમસ, અકીલ હોસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ડોમિનિક ડ્રેક્સ.

  Here is the Windies playing XI for the 4th T20I against 🇮🇳 #MenInMaroon #WIvIND pic.twitter.com/cJSxuqTYky

  — Windies Cricket (@windiescricket) August 6, 2022

 • 06 Aug 2022 08:40 PM (IST)

  IND vs WI Live Score: ભારતીય ટીમમાં 3 ફેરફાર, જુઓ પ્લેઈંગ ઈલેવન

  ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ

 • 06 Aug 2022 08:23 PM (IST)

  IND vs WI Live Score: વરસાદને લઈ ટોસ મોડો થયો

  ફ્લોરિડામાં વાતાવરણ ખરાબ હતુ. વરસાદને લઈને પિચ પર કવર ઢાંકવા પડ્યા હતા. વરસાદ રોકાતા મેદાનમાં પાણી હટાવ્યા બાદ ટોસ 8.15 વાગ્યે થયો હતો.

 • 06 Aug 2022 08:22 PM (IST)

  IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝે જીત્યો ટોસ, ભારતની પ્રથમ બેટીંગ

  વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીત્યો છે. તેણે પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને ભારતીય કેપ્ટન રોહિત શર્માને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ છે.

Published On - Aug 06,2022 8:15 PM

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">