IND vs WI, 2nd T20I, LIVE Streaming: આજે વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની બીજી મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે બુધવારે 3 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે.

IND vs WI, 2nd T20I, LIVE Streaming: આજે વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની બીજી મેચ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાય
Team India સિરીઝમાં 1-0 થી આગળ છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 3:44 PM

ભારતીય ટીમે (Indian Cricket Team) મુલાકાતી ટીમ વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) ને અત્યાર સુધી પ્રવાસમાં એક પણ મેચ જીતવાની તક આપી નથી. વનડે સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 સીરીઝ માં પણ સારી રમત દેખાડી છે. શ્રેણીની પ્રથમ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. હવે શુક્રવારે અહીં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત સાથે ત્રણ મેચની સિરીઝ કબજે કરવાના ઈરાદા સાથે આશા છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ફરીથી ફોર્મ મેળવી શકશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમે અત્યાર સુધીના પ્રવાસમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી અને ભારતને ત્રણ વનડે અને પ્રથમ ટી-20 માં જીત નોંધાવવા માટે વધુ મહેનત કરવી પડી નથી. ટી-20 ફોર્મેટમાં ભારત બાકીની ટીમોને પડકાર આપી શકશે. કિરોન પોલાર્ડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતને બાકીની મેચ માટે તેમના મનપસંદ T20 ફોર્મેટમાં પડકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવશે, ખાસ કરીને તે ધ્યાનમાં લેતા કે ટીમ ઈંગ્લેન્ડને ઘરઆંગણે 3-2 થી હરાવ્યા બાદ ભારત આવી છે.

જોકે, બુધવારે ભારતે પ્રથમ T20Iમાં છ વિકેટે સરળતાથી જીત નોંધાવી હતી. જો ભારત વર્તમાન શ્રેણી જીતશે તો ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સતત ત્રીજી શ્રેણી જીતશે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી 10 મેચ જીતી છે. ભારત અત્યાર સુધીમાં 99 ટી20 મેચમાં જીત મેળવી ચુક્યુ છે અને હવે આજે 100મી જીત મેળવવાનો ઇરાદો રાખશે. તો કિરોન પોલાર્ડ પણ તેની 100મી મેચ રમવા માટે મેદાને ઉતરશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ 18 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

g clip-path="url(#clip0_868_265)">