IND vs WI: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયા અને કેરેબિયન કેપ્ટન આ ખાસ મુકામ હાંસલ કરી શકે છે
વિરાટ કોહલીની સદીની ખાતરી નથી, પરંતુ આ 3 'સદી' આજની મેચમાં જરૂર છે. જો ભારતીય ટીમ આજે પૂરા રંગમાં હોય અને વિરોધી ટીમમાંથી તેનો કેપ્ટન કિરોન પોલાર્ડ પણ ફુલ ફોર્મમાં હોય તો આ શક્ય બની શકે છે.
જ્યારે સદીની વાત આવે છે ત્યારે નજર સ્વાભાવિક જ વિરાટ કોહલી (Virat Kohli) તરફ જાય છે. કારણ છે તેમની લાંબી રાહ, સદીનો દુકાળ જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ, તમારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચેની બીજી T20 માં આવું કરવાની જરૂર નથી. મતલબ કે જો તમે ઈચ્છો તો વિરાટ કોહલીની બાજુથી બીજી તરફ નજર ફેરવી શકો છો. કારણ કે, બીજી ટી20માં એક, બે નહીં પરંતુ ત્રણ સદી જોવા મળી શકે છે. હવે તમે જ કહો કે જ્યાં 3 સદીઓ જોવા મળે છે ત્યાં ફેન તરીકે વિરાટ કોહલીની નજર માત્ર વિરાટ કોહલી પર જ કેમ ટકવી જોઈએ. જો તે સદી ફટકારે છે, તો તે બોનસ હશે. મતલબ ત્રણ સદી સાથે એક ફ્રી.
વિરાટ કોહલીની સદીની ખાતરી નથી, પરંતુ આ 3 સદી આજની મેચમાં જરૂર છે. જો ભારતીય ટીમ આજે પૂરા રંગમાં હોય અને વિરોધી ટીમમાંથી તેનો કેપ્ટન કિરોન પોલાર્ડ પણ ફુલ ફોર્મમાં હોય તો આ શક્ય બની શકે છે.
ભારત આજે 100મી T20I જીતના ઇરાદે મેદાને ઉતરશે
હવે સમજો કે બીજી T20 સાથે જોડાયેલી 3 સદીની વાસ્તવિકતા શું છે. આ 3 સદી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો સાથે જોડાયેલી છે. ભારતીય ટીમ સાથે જોડાયેલી સદી વિશે પહેલી વાત. જો ભારત આજની મેચ એટલે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 જીતે છે, તો તે T20 ઈન્ટરનેશનલમાં તેની 100મી જીત હશે. હાલમાં ટીમ ઇન્ડિયાના નામે 99 જીત છે. આમ આજે ભારત મેચ જીતશે એટલે વિજયી શતક પૂર્ણ કરશે.
પોલાર્ડ આજે 100મી T20I રમશે
હવે તે 2 સદીઓ જેની સ્ક્રિપ્ટમાં કેરેબિયન કેપ્ટન કિરન પોલાર્ડ જામતો જોઈ શકાશે. આમાં તે મેદાન પર આવતાની સાથે જ આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી લેશે. કિરન પોલાર્ડ અત્યાર સુધીમાં 99 ટી20 મેચ રમી ચૂક્યો છે. આ રીતે ભારત સામે આજે રમાનારી T20 મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી T20 મેચ બનવા જઈ રહી છે.
પોલાર્ડ એક સિક્સર સાથે જ વધુ એક મુકામ હાંસલ કરશે
પોલાર્ડ આજે બેટથી પોતાના એખ ખાસ મુકામ પર પહોંચી શકે છે. આ માટે તેણે માત્ર બોલને હવામાં લહેરાવીને બાઉન્ડ્રી પાર મોકલવાનો રહેશે. મતલબ કે આજની મેચમાં તેણે ઓછામાં ઓછી એક સિક્સર મારવી પડશે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પાસે હાલમાં T20 ઈન્ટરનેશનલમાં 99 સિક્સર છે. જો તે આજે એક સિક્સર લગાવે છે તો તેની 100 સિક્સર પૂર્ણ થઇ શકે છે. આમ તેના માટે 100 મી મેચ સાથે સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે.
આજે T20 સીરીઝની બીજી મેચ છે. આ શ્રેણીમાં ભારત 1-0 થી આગળ છે. તેણે પ્રથમ T20 6 વિકેટે જીતી હતી.