AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 2nd ODI Playing 11: રોહિત શર્મા બાર્બાડોઝમાં રમાનારી બીજી વનડે ટીમમાં કરાશે ફેરફાર? જાણો, કેવી હશે ભારતની પ્લેઈંગ 11

India vs West Indies Todays Match Prediction Squads: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શનિવારે વનડે સિરીઝની બીજી મેચ રમાનારી છે. આ મેચ પણ બાર્બાડોઝમાં જ રમાશે, જ્યાં સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. કિંગ્સટન ઓવલ મેદાનમાં રમાનારી બીજી મેચને જીતીને ભારત શ્રેણી પોતાના નામ કરી લેવાનો ઈરાદો રાખી મેદાને ઉતરશે.

IND vs WI 2nd ODI Playing 11: રોહિત શર્મા બાર્બાડોઝમાં રમાનારી બીજી વનડે ટીમમાં કરાશે ફેરફાર? જાણો, કેવી હશે ભારતની પ્લેઈંગ 11
IND vs WI Todays Match Prediction
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 9:30 AM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શનિવારે વનડે સિરીઝની બીજી મેચ રમાનારી છે. આ મેચ પણ બાર્બાડોઝમાં જ રમાશે, જ્યાં સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. કિંગ્સટન ઓવલ મેદાનમાં રમાનારી બીજી મેચને જીતીને ભારત શ્રેણી પોતાના નામ કરી લેવાનો ઈરાદો રાખી મેદાને ઉતરશે. પ્રથમ મેચમાં ભારતે 5 વિકેટથી જીત મેળવી હતી. આમ ભારત સિરીઝમાં 1-0 થી આગળ છે. ત્રણ મેચની શ્રેણીમાં બીજી વનડે જીતવા સાથે ટીમ ઈન્ડિયા અજેય થઈ જશે. આ માટે રોહિત શર્મા બીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તન કરશે કે કેમ એ સવાલ છે.

પ્રથમ વનડે મેચમાં ભારત સામે માત્ર 115 રનનુ આસાન લક્ષ્ય હતુ, આમ છતાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ભૂલોને સુધારવા માટે પ્રયાસ કરશે. જોકે પ્રથમ મેચમાં ભારતે અનેક આશ્ચર્યજનક પ્રયોગ બેટિંગ ઓર્ડરમાં કર્યા હતા, જે બીજી મેચમાં જોવા મળવાની સંભાવનાઓ નથી. આમ રોહિત શર્મા હવે બીજી મેચમાં અગાઉની ભૂલોને દૂર કરવા ફેરફાર કરશે કે કેમ એવા પણ સવાલ થઈ રહ્યા છે.

સૂર્યાને મળશે મોકો?

ઈશાન કિશને ઓપનિંગમાં આવીને અડધી સદી ફટકારી હતી. જે હવે મીડલ ઓર્ડરમાં રમે એવી સંભાવના છે. આમ ઈશાન અંતિમ ઈલેવનમાં પોતાનુ સ્થાન જમાવી રાખશે એ નક્કી મનાય છે. જ્યારે બીજી મેચમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ ઓર્ડરમાં હવે પ્રયોગની શક્યતા નથી. આવી સ્થિતીમાં રોહિત શર્મા ઓપનર તરીકે શુભમન ગિલ સાથે નિયમીતરુપથી જોવા મળી શકે છે. વિરાટ કોહલી પણ પોતાના નિયમીત ક્રમ ત્રણ નંબર પર રમશે. સૂર્યકુમાર યાદવને લઈ જો અને તોની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

સૂર્યા છેલ્લા કેટલાક સમયથી વનડે ફોર્મેટમાં ફોર્મ નથી મેળવી રહ્યો. તે સતત ફ્લોપ જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેને વધારે મોકો મળવાને લઈ ચર્ચા છે. તેના વિકલ્પ તરીકે સંજૂ સેમસનને જોવામાં આવી રહ્યો છે. સંજૂને ટીમ ઈન્ડિયામાં સૂર્યાના સ્થાને બેટિંગ કરતો જોઈ શકાય છે. જોકે આ સ્થિતિની સંભાવના બીજી મેચમાં ઓછી લાગી રહી છે.

આ પણ વાંચોઃ T10 મેચમાં યુસુફ પઠાણની તોફાની બેટિંગ, માત્ર 26 બોલમાં 80 રન ફટકાર્યા, 3 ઓવરમાં પાસુ પલટી દીધુ! Video

આ વિભાગમાં ફેરફારની શક્યતા નહિવત!

ભારતીય બોલરોનુ પ્રદર્શન શાનદાર છે. પ્રથમ વનડે મેચમાં પણ ધમાલ મચાવતા ઓછા સ્કોર પર જ યજમાન વેસ્ટ ઈન્ડિઝને સમેટી લેવામાં ભારતીય બોલર સફળ રહ્યા હતા. ઉમરાન મલિકે પ્રથમ વનડે મેચમાં માત્ર ત્રણ જ ઓવર કરી હતી. પરંતુ હવે તેને બીજી મેચમાં વધારે મોકો મળી શકે છે. મુકેશકુમારને પણ ટીમમાં તક મળી રહેશે. કુલદીપ યાદવે કમાલની બોલિંગ કરીને કેરેબિયનોને મુશ્કેલી સર્જી દીધી હતી. રવિન્દ્ર જાડેજા સાથે તેનુ સમીકરણ તોડવાની કોઈ સંભાવના નથી. આમ માની શકાય કે બાર્બાડોઝમાં પ્રથમ મેચમાં ઉતારવામાં આવેલ પ્લેઈંગ ઈલેવન જ ફરીથી ઉતારવામાં આવી શકે છે. આમ ફેરફારની શક્યતાઓ ઓછી લાગી રહી છે.

આ પણ વાંચોઃ Gift City અને PDPU વચ્ચે સાબરમતી નદી પર રીવરફ્રન્ટ તૈયાર કરાશે, 650 કરોડ રુપિયાના ખર્ચે કિનારાની કરાશે કાયાપલટ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">