AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T10 મેચમાં યુસુફ પઠાણની તોફાની બેટિંગ, માત્ર 26 બોલમાં 80 રન ફટકાર્યા, 3 ઓવરમાં પાસુ પલટી દીધુ! Video

Durban Qalandars vs Joburg Buffaloes: ભારતીય ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે તોફાની બેટિંગ કરીને રનની આંધી સર્જી દીધી છે. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી જીમ અફ્રો T10 લીગની એક મેચમાં બોલર્સની ધુલાઈ કરતી બેટિંગ કરતા 80 રન નોંધાવ્યા હતા.

T10 મેચમાં યુસુફ પઠાણની તોફાની બેટિંગ, માત્ર 26 બોલમાં 80 રન ફટકાર્યા, 3 ઓવરમાં પાસુ પલટી દીધુ! Video
માત્ર 26 બોલમાં 80 રન ફટકાર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:42 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ આમ પણ તોફાની બેટિંગ કરવાને લઈ જાણિતો હતો. હાલમાં તેણે પોતાનો આ અંદાજ ઝિમ્બાબ્વેની ધરતી પર બતાવ્યો છે. યુસુફ પઠાણે T10 લીગમાં રમતા ધમાલ મચાવી દીધી છે. તેની બેટિંગ જોનારાઓને મોજ કરાવી દીધી હતી. દરેક બોલ જાણે કે બાઉન્ડરીની પાર પહોંચાડવાનો હોય એમ તે બેટ ઉઠાવતો નજર આવતો હતો. આતશી છગ્ગા અને સણસણતો બોલ બાઉન્ડરી પાર થતો જોઈને ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે બોલરો લાચાર જોવા મળી રહ્યા હતા.

યુસુફ પઠાણે રનની આંધી સર્જી દીધી હોય એ રીતે પોતાના બેટ વડે 80 રન ફટકાર્યા હતા. જોબર્ગ બફેલોઝ ટીમ વતીથી રમતા યુસુફ પઠાણે ધમાલ કરી હતી. હરીફ ટીમ ડરબન ક્લંદર્સે 10 ઓવરમાં 140 રન નોંધાવ્યા હતા. આ સ્કોરને પાર કરવા માટે જોબર્ગને પ્રતિ ઓવર 14 રનની જરુર હતી. આ લક્ષ્યને પાર કરવા માટે પઠાણે અણનમ રહેતા તોફાની પારી રમી હતી. આમ 6 વિકેટે તેની ટીમે જીત મેળવી હતી.

પઠાણે જમાવ્યા 9 છગ્ગા

જોબર્ગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ડરબન ટીમે પ્રથમ બેટિંગ કરતા 140 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. જેમાં સૌથી વધારે મસકઝાદાએ સૌથી વધારે 31 રન એક જ ઓવરમાં ગુમાવ્યા હતા. મુશ્કેલ લક્ષ્ય જોબર્ગ સામે હતુ અને આ માટે શરુઆત ઠીક રહી હતી. જોકે ચોથા ક્રમે રમતમાં આવેલા યુસુફ પઠાણે શરુઆતથી જ બેટિંગ ધમાકેદાર શરુ કરી હતી.

પઠાણે તોફાની બેટિંગ કરાત 9 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. માત્ર 26 બોલનો સામનો કરીને પઠાણે 80 રનનુ યોગદાન આપીને ટીમને એકલા હાથે જીત અપાવી હતી. ટીમમાંથી પઠાણ સિવાય એક પણ ખેલાડીએ 20 રન આંકને સ્પર્શ કર્યો નહોતો. પઠાણે આ દરમિયાન 307.69 રનની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ડરબનના મોહમ્મદ આમીરની સૌથી વધારે ધુલાઈ થઈ હતી. તેણે 2 ઓવર કરીને 42 રન લુટાવ્યા હતા.

અંતિમ ઓવરમાં 21 રન નિકાળ્યા

જોબર્ગ 1 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં 20 રનની જરુર હતી. મુશ્ફિકુરે સિંગલ રન લઈને યુસુફ પઠાણને બેટિંગ આપી હતી. આમ પઠાણે અંતિમ ઓવરમાં બીજા અને ચોથા બોલ પર છગ્ગો, જ્યારે ત્રીજા અને પાંચમાં બોલ પર ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. આગળની ઓવરમાં પઠાણે 2 શાનદાર છગ્ગા જમાવ્યા હતા. અંતિમ 3 ઓવરમાં 64 રનની જરુર હતી. પઠાણે આ કામ અંતિમ ત્રણેય ઓવરમાં મળીને 7 છગ્ગા જમાવી પાર પાડ્યુ હતુ. આ સમયે તે 12 બોલનો સામનો કરીને 19 રન સાથે રમતમાં હતો. અહીંથી તેણે ગિયર બદલ્યો હતો.

આ પણ વાંચોઃ Gift City અને PDPU વચ્ચે સાબરમતી નદી પર રીવરફ્રન્ટ તૈયાર કરાશે, 650 કરોડ રુપિયાના ખર્ચે કિનારાની કરાશે કાયાપલટ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">