R Ashwin, IND vs WI: ભારતીય ક્રિકેટ ટીમે શું આર અશ્વિનને લઇને કરી દીધી હતી મોટી ભૂલ ?
R Ashwin, India vs West Indies: આર અશ્નિને ડોમિનિકા ટેસ્ટમાં 12 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ વિદેશની ધરતી પર અશ્વિનનું શ્રેષ્ઠ પ્રદર્શન આવ્યું. ભારતની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત થઇ હતી.
7 જૂન 2023ના રોજ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઇનલ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરી હતી. ટૉસ રોહિત શર્માએ જીત્યો હતો અને ત્યારબાદ તેણે ભારતીય ટીમની પ્લેઇંગ ટીમની જાહેરાત કરી હતી. પ્લેઇંગ સામે આવતા બબાલ શરૂ થઇ ગઇ હતી. ભારતીય ટીમે વિશ્વના પ્રથમ બોલર આર અશ્વિનને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો. આ બાદ અશ્વિન (R Ashwin) પાંચ દિવસ મેદાન પર ડ્રિંક્સ બ્રેક દરમિયાન દેખાયા હતા. 5માં દિવસે એટલે કે 11 જૂનના રોજ મેચનો નિર્ણય આવ્યો હતો અને ટીમ ઇન્ડિયાની સતત બીજી વખત હાર થઇ હતી.
આ હાર બાદ આર અશ્વિનને ડ્રોપ કરવા પર ઘણા પ્રશ્નો થયા હતા. અશ્વિન પોતે તૂટી ગયો હતો, કારણ કે તેણે ફાઈનલને લઈને ઘણી તૈયારી કરી હતી, પણ તેને બહાર રહેવું પડયું હતું. ભારતને તે ફાઈનલ હાર્યા એક મહિનાથી ઉપરનો સમય થઇ ગયો છે. ફાઈનલની એ હાર બાદ હવે ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે, જ્યાં ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટમાં અશ્વિને મેચમાં 12 વિકેટ ઝડપી હતી. વિદેશની ધરતી પર આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ પણ ઘણી રસપ્રદ વાત છે કે વિદેશની ધરતી પર તેનું બેસ્ટ પ્રદર્શન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની તરત બાદ જ આવ્યું હતું.
આ પણ વાંચો: IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ
અશ્વિન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર
એક વખત ફરી અશ્વિનને ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાના મુદ્દાએ જોર પકડયો છે. અશ્વિન જબરદસ્ત ફોર્મમાં છે તો શું ભારતીય ટીમે તેને ફાઇનલમાં ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન આપીને ભૂલ કરી દીધી હતી. અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું હતુ પણ તેનો ટોપ 11માં સમાવેશ ન કરવામાં આવ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ ઇલેવનમાં ચાર ડાબા હાથના બેટ્સમેનને સ્થાન આપ્યો હતો. ફાઇનલમાં ડાબા હાથના બેટ્સમેન ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. તેની સદી ટીમ ઇન્ડીયાની હારનું મોટું કારણ બની હતી.
WHAT. A. WIN! 🙌 🙌
A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1
— BCCI (@BCCI) July 14, 2023
ભારતની જીત શક્ય બની હોત
ફાઇનલમાં એલેક્સ કેરીએ બીજી ઇનિંગમાં 66 રન બનાવી દીધા હતા. ટીમ ઇન્ડીયાએ જ્યારે ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર પર અટકાવાની હતી ત્યારે ડાબા હાથના વધુ એક ક્રિકેટર મિચેલ સ્ટાર્કે કેરી સાથે મળીને 93 રનની ભાગીદારી નોંધાવી હતી. આર અશ્વિન જો ભારત માટે મેદાન પર ઉતર્યો હોત તો શક્ય છે ક પરિણામ ભારતીય ટીમના હિતમાં આવ્યો હોત. હેડ અને કેરી માટે તે મુશ્કેલી ઊભી કરી શક્યો હોત. અશ્વિનના પ્રથમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટને તેના નિર્ણય પર નિશ્ચિતરૂપે પસ્તાવો થઇ રહ્યો હશે.