IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર જીત થઇ હતી. ભારતે પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને 141 રનથી જીતી લીધી હતી. ડેબ્યૂ મેચમાં યશસ્વી જયસ્વાલ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ
Team India won the 1st Test against West Indies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 3:21 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર છે અને બે ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતે આ મેચ ઇનિંગ અને 141 રનથી જીતી હતી. ડેબ્યૂ મેચમાં ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 171 રન કર્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies) વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઇથી રમાશે. ભારત બીજી ટેસ્ટમાં જીત મેળવી અથવા ડ્રો રમીને શ્રેણી પોતાના નામે કરી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ અને યશસ્વી જયસ્વાલે ઘણા બઘા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા તો નજર કરીએ એ તમામ રેકોર્ડ પર.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભારતીય બેટ્સમેનની ટેસ્ટ ડેબ્યૂમાં સદી

યશસ્વી જયસ્વાલ 17મો ભારતીય ક્રિકેટર બન્યો હતો જેણે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આ પહેલા શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં સદી ફટકારી હતી અને પૃથ્વી શૉ 2018 ડેબ્યૂમાં સદી કરનાર 15મો ભારતીય બન્યો હતો.

ટેસ્ટ ડેબ્યૂમાં ભારતીયનો બેસ્ટ સ્કોર

જયસ્વાલના 171 રન ડેબ્યૂ મેચમાં ભારતીય દ્વારા કરવામાં આવેલા ત્રીજા સૌથી વધુ રન છે. શિખર ધવન 187 રન સાથે ટોપ પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યો હતો અને રોહિત શર્માએ ડેબ્યૂ મેચમાં 2013માં વેસ્ટ ઈન્ડીઝ સામે 177 રન કર્યા હતા, જે બીજો સૌથી વધુ સ્કોર છે.

ટેસ્ટ ડેબ્યૂમાં 150 રન કરનાર યુવા બેટ્સમેન

યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂમાં 150 રન કરવાવાળો પાંચમો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેની ઉંમર 21 વર્ષ અને 196 દિવસ હતી જ્યારે તેણે 150 રન કર્યા હતા. જાવેદ મિંયાદાદ લિસ્ટમાં ટોચ પર છે તેણે 1976 માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ મેચમાં 19 વર્ષ અને 119 દિવસની ઉંમરે 150 રન કર્યા હતા.

ભારતીય ઓપનર જેણે ટેસ્ટ ડેબ્યૂમાં ફટકારી સદી

યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હોય તેવો ત્રીજો ભારતીય ઓપનિંગ બેટ્સમેન બન્યો હતો. શિખર ધવન અને પૃથ્વી શૉએ આ પહેલા ઓપનિંગમાં આવીને ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. ધવને 2013માં ઓસ્ટ્રેલિયા સામે 187 રન કર્યા હતા અને શૉએ 2018માં રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 134 રન કર્યા હતા.

ટેસ્ટ ડેબ્યૂમાં સદી કરનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન

21 વર્ષીય જયસ્વાલ ચોથો સૌથી યુવા ભારતીય બેટ્સમેન છે જેણે ડેબ્યૂમાં સદી ફટકારી છે. આ લિસ્ટમાં પૃથ્વી શૉ (18 વર્ષ, 329 દિવસ), અબ્બાસ અલી (20 વર્ષ, 126 દિવસ), ગુંડપ્પા વિશ્વનાથ (20 વર્ષ, 276 દિવસ) ટોચ ત્રણમાં છે.

વિદેશમાં ડેબ્યૂ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનની સદી

જયસ્વાલ સાતમો ભારતીય બેટ્સમેન છે જેણે ડેબ્યૂમાં વિદેશમાં સદી ફટકારી છે. છેલ્લે 2010માં સુરેશ રૈનાએ ડેબ્યૂ ટેસ્ટમાં શ્રીલંકામાં સદી ફટકારી હતી. તેણે 120 રન કર્યા હતા.

ભારતીય બેટ્સમેનની વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ મેચમાં સદી

જયસ્વાલ ત્રીજો બેટ્સમેન છે જેણે વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. કપ્તાન રોહિત શર્મા અને પૃથ્વી શૉ પણ આ લિસ્ટમાં સામેલ છે. રોહિત શર્માએ 2013માં ઇડન ગાર્ડન્સમાં 177 રન કર્યા હતા.

વિન્ડસર પાર્ક, ડોમિનિકામાં એક ઇનિંગમાં સૌથી વધુ રન

જયસ્વાલના 171 રન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં એક બેટ્સમેન દ્વારા એક ઇનિંગમાં કરવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એડમ વોજિસે 2015માં 130 રન કર્યા હતા.

વિદેશમાં ડેબ્યૂ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર

જયસ્વાલનો 171 રનનો સ્કોર ડેબ્યૂ ટેસ્ટમાં વિદેશની ધરતી પર ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે. આ પહેલા સૌરવ ગાંગુલીએ 1996 માં ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં 131 રન કર્યા હતા.

આ પણ વાંચો : Sri Lanka vs Pakistan Test series: પાકિસ્તાનનો બોલર મેચની વચ્ચે ભૂલી ગયો હતો બોલિંગ, એક બોલ નાખવા લીધા 5 વખત રનઅપ, Video થયો વાયરલ

ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનાર ભારતીય ક્રિકેટર

ટેસ્ટ ડેબ્યૂમાં એક ઇનિંગમાં સૌથી વધુ બોલ રમનાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બન્યો છે. તેણે 387 બોલ બેટિંગ કરી હતી. મોહમ્મદ અઝરુદીને ડેબ્યૂ ટેસ્ટમાં 1985 માં કોલકત્તામાં ઇંગ્લેન્ડ સામે 322 બોલ રમીને 110 રન કર્યા હતા. ગાંગુલી અને રોહિત લિસ્ટમાં ત્રીજા નંબર પર છે તેમણે ડેબ્યૂ મેચમાં એક ઇનિંગમાં 301 બોલ રમ્યા હતા.

ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનાર ઓપનિંગ બેટ્સમેન

જયસ્વાલની 387 બોલની ઇનિંગ બોલ રમ્યાની દ્રષ્ટિએ એક ઓપનિંગ બેટ્સમેન દ્વારા ડેબ્યૂમાં બીજી સૌથી મોટી ઇનિંગ છે. બ્રેન્ડન કુરુપ્પુ લિસ્ટમાં 548 બોલની ઇનિંગ સાથે ટોચ પર છે અને એન્ડ્ર્યુ હડસન 384 બોલ સાથે ત્રીજા નંબર પર છે.

વિદેશમાં ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી વધુ રન

જયસ્વાલ વિદેશમાં ડેબ્યૂ મેચમાં રન કરનારની દ્રષ્ટિએ ટોચ પર છે પણ એકંદરે તે પાંચમો બેટ્સમેન છે. ઇંગ્લેન્ડનો ટીપ ફોસ્ટર ઓસ્ટ્રેલિયામાં 287 રન સાથે લિસ્ટમાં ટોચ પર છે. જયસ્વાલ પહેલા હાલમાં 2021માં ન્યૂઝીલેન્ડ કોન્વેએ ઇંગ્લેન્ડમાં 200 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઓપનિંગમાં સર્વોચ્ચ સ્કોર

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પ્રથમ ટેસ્ટમાં રેકોર્ડ પાર્ટનરશિપ હતી. આ પહેલા આ રેકોર્ડ 159 રન સાથે વિરેન્દ્ર સહેવાગ અને વસીમ જાફરના નામે હતો.

ભારત માટે વેસ્ટ ઇન્ડીઝ સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપ

જયસ્વાલ અને રોહિતની પાર્ટનરશિપે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે વિરેન્દ્ર સહેવાગ અને સંજય બાંગરે ઓપનિંગમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 201 રન કર્યા હતા.

વિદેશમાં ભારતની હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ

229-રનની પાર્ટનરશિપે વિદેશમાં ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ તોડયો હતો જે સુનીલ ગાવસ્કર અને ચેતન શર્માના નામે હતો. સુનીલ અને ચેતનની જોડીએ ઇંગ્લેન્ડમાં 213 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પ્રથમ એવી ઘટના હતી જ્યારે ભારતે પ્રથમ ઇનિંગની લીડ એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">