India vs West Indies 1st ODI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 308 રનનો સ્કોર ખડક્યો, ગિલ-અય્યરની અડધી સદી, શિખર ધવન સદી ચૂક્યો

IND Vs WI ODI 1st Inning Report Today: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના પ્રવાસની પ્રથમ મેચમાં ભારતે બેટ વડે સારી શરુઆત કરી હતી, કેપ્ટન શિખર ધવન સદી ચુક્યો હતો. તેણે શાનદાર ઈનીંગ રમી હતી.

India vs West Indies 1st ODI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 308 રનનો સ્કોર ખડક્યો, ગિલ-અય્યરની અડધી સદી, શિખર ધવન સદી ચૂક્યો
ત્રણ ભારતીય ખેલાડીઓએ અડદી સદી ફટકારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:00 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પ્રવાસની શરુઆત થઈ ચુકી છે. પ્રવાસની પ્રથમ મેચ રમાઈ રહી છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના આરામ પર રહેવાને લઈ શિખર ધવન (Shikhar Dhawan) પાસે છે. ધવને ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરી હતી. ધવને શાનદાર ઈનીંગ રમીને ભારતને સારી શરુઆત અપાવી હતી. ઓપનીંગમાં ધવન સાથે આવેલ શુભમન ગિલે અને બાદમાં શ્રેયસ અય્યરે અડધી-અડધી સદી નોંધાવી હતી. પાછળની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો ધીમી રમત રમી હતી. ભારતે 50 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 308 રનનો સ્કોર ખડક્યો હતો.

ટોસ હારીને ક્રિઝ પર પહોંચેલ ભારતીય જોડીએ મેદાનની ચારે તરફ બોલને શરુઆત થી ફટકારવાનુ શરુ કર્યુ હતુ. ભારતીય ઓપરોએ રનની ગતિ આક્રમક રમત વડે ઝડપી બનાવી દીધી હતી. બંને ઓપનરોએ સદીની ભાગીદારી રમત રમી હતી. બંને એ ચોગ્ગા અને છગ્ગા વડે વેસ્ટ ઈન્ડિઝના બોલરોને પરેશાન કરી દીધા હતા.

ધવન સદી ચૂક્યો

કેપ્ટન શિખર ધવને જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે શરુઆતથી જ મક્કમ રમત દર્શાવી હતી. તેણે પહેલા ગિલ અને બાદમાં અય્યર સાથે મળીને સારી ઈનીંગ રમી ભારતીય ટીમની રમતને મજબૂત સ્થિતીમાં લાવી દીધી હતી. તેણે 53 બોલમાં પોતાનુ અર્ધ શતક પુરુ કર્યુ હતુ. બાદમાં તેની સદી નોંધાવવાની રાહ જોવાઈ રહી હતી, એ દરમિયાન જ એક કમનસિબ બોલે તે આઉટ થઈને પરત ફર્યો હતો. તે 34 મી ઓવરમાં મોતીના બોલ પર બ્રૂક્સને મુશ્કેલ કેચ આપી બેઠો હતો. તેણે 99 બોલમાં 97 રન નોંધાવ્યા હતા. ધવને 3 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગિલ અને અય્યરની શાનદાર ઈનીંગ

પ્રથમ વિકેટના રુપે શુભમન ગિલે વિકેટ ગુમાવી હતી. તે 18મી ઓવરમાં નિકોલસ પૂરનના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 53 બોલમાં 64 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન ગિલે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસના રુપમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી અને આ સાથે જ ભારતીય સ્કોર બોર્ડ એકદમ ધીમુ પડ્યુ હતુ. શ્રેયસ અય્યર 36મી ઓવરમા આઉટ થયો હતો. તેણે 57 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન અય્યરે 2 છગ્ગા અને 5 ચોગ્ગા જમાવ્યા હતા.

બાદમાં મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. જ્યારે સંજૂ સેમસનને લાંબા સમયે મોકો મળ્યા બાદ તે માત્ર 12 જ રન નોંધાવી શક્યો હતો. આ બંનેમાથી કોઈ પણ એક ખેલાડીનુ ક્રિઝ પર હાજર હોવુ ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં ફરક કરી શકે છે. પરંતુ પાંચમી વિકેટ ગુમાવવા સાથે જ ભારતીય ટીમની રમત અત્યંત ધીમી થઈ ગઈ હતી. રન રેટ પણ ખૂબ જ ઘટવા લાગ્યો હતો. પરંતુ બાદમાં અક્ષર પટેલ અને હૂડાએ રમત ઝડપી રમવા પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે અંતમાં 21 બોલમાં 21 રન અને દીપક હૂડાએ 32 બોલમાં 27 રનનુ યોગદાન આપ્યુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">