AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: ખૂબ યાદ આવી રહ્યો છે વિરાટ કોહલી, વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ નહીં ખેડીને કરી દીધી ભૂલ!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે શુક્રવારથી વનડે સિરીઝ શરૂ થઈ છે. વિરાટ કોહલી (Virat Kohli) એ આખા પ્રવાસમાંથી રજા લઈ લીધી છે. જો કે છેલ્લી વખત જ્યારે તે વિન્ડીઝ ગયો ત્યારે તેનું બેટ પૂરજોશમાં રહ્યુ હતું.

IND VS WI: ખૂબ યાદ આવી રહ્યો છે વિરાટ કોહલી, વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ નહીં ખેડીને કરી દીધી ભૂલ!
Virat Kohli એક માસ માટે ક્રિકેટથી બ્રેક લઈ ચૂક્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:16 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ છે. આ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓ પોતાના બેટનો પાવર બતાવતા જોવા મળશે કારણ કે તેમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ સિનિયર ખેલાડીઓમાંથી એક વિરાટ કોહલી (Virat Kohli) છે, જે સમગ્ર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં નથી રમી રહ્યો. જો કે, તમને જણાવી દઈએ કે ગત ટૂર પર વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝમાં ધૂમ મચાવી દીધી હતી. કોહલીએ બે મેચ રમી હતી અને બંનેમાં તેનો દબદબો રહ્યો હતો. આ વખતે કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બ્રેક લીધો છે અને તે પરીવાર સાથે પેરિસ પ્રવાસ પર ગયો છે. તે એક મહિના માટે

વિરાટ કોહલી માટે વિન્ડીઝ પ્રવાસ ખાસ રહ્યો હતો

ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝમાં વર્ષ 2019માં પગ મૂક્યો હતો. તે સમયે વિરાટ કોહલી કેપ્ટન હતો અને તેનું બેટ પૂરજોશમાં હતું. વિરાટ કોહલીએ વનડે શ્રેણીની બે ઇનિંગ્સમાં 234 રન બનાવ્યા હતા અને બંને મેચમાં તેના બેટથી સદી ફટકારી હતી. વિરાટની બંને સદી પોર્ટ ઓફ સ્પેનમાં જ બહાર આવી હતી. વિરાટે 11 ઓગસ્ટ 2019ના રોજ 120 રનની ઇનિંગ રમી હતી અને 14 ઓગસ્ટે તેણે અણનમ 114 રન બનાવ્યા હતા. વિરાટના બેટએ 104ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, તેની એવરેજ 234ની હતી કારણ કે તે એક જ દાવમાં આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે નહીં આવીને કરી ભૂલ?

વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી છેલ્લી વનડે શ્રેણીમાં વિરાટ કોહલીએ બે મેચમાં બે સદી ફટકારી હતી, જ્યારે હાલમાં તે લાંબા સમયથી સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આઈપીએલમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને આવી જ સ્થિતિ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ જોવા મળી હતી. વિરાટ કોહલીના બેટમાંથી એક પણ અડધી સદી નથી નીકળી અને હવે તે પરિવાર સાથે રજાઓ ગાળવા ગયો છે. હાલમાં વિરાટ પેરિસ પછી સ્પેન ગયો છે, પરંતુ જો આ ખેલાડી આ સમયે પોર્ટ ઓફ સ્પેનમાં હોત તો કદાચ તેના બેટમાંથી રન નીકળી ગયા હોત.

પ્રથમ ODI મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવનને ટોસ ગુમાવ્યો હતો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું. ઈજાના કારણે જાડેજાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે શુભમન ગીલને ઋતુરાજ ગાયકવાડ પર પસંદગી આપવામાં આવી હતી. બંને ઓપનરોએ શાનદાર રમત રમી હતી, ગિલે શાનદાર અડધી સદી નોંધાવી હતી.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">