સંજુ સેમસનને હવે કોઈ બચાવી શકશે નહીં! શ્રીલંકામાં ગંભીરનો હીરો ‘ઝીરો’ નીકળ્યો

|

Jul 30, 2024 | 10:40 PM

વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે શ્રીલંકા પ્રવાસ કોઈ દુઃસ્વપ્નથી ઓછો રહ્યો નથી. તે આ પ્રવાસમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે, જે ભવિષ્યમાં ટીમમાં તેની જગ્યા માટે ખતરો સાબિત થઈ શકે છે.

સંજુ સેમસનને હવે કોઈ બચાવી શકશે નહીં! શ્રીલંકામાં ગંભીરનો હીરો ઝીરો નીકળ્યો
Sanju Samson

Follow us on

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી તેના માટે ઘણી મહત્વની હતી. તે આ શ્રેણીમાં પ્રદર્શન કરીને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સામે સારી છાપ છોડી શક્યો હોત, પરંતુ તેણે આ તક વેડફી નાખી. સંજુએ એવી રમત બતાવી જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું.

શ્રીલંકમાં સંજુ સેમસનનું ખરાબ પ્રદર્શન

આ શ્રેણીની પ્રથમ મેચમાં સંજુ સેમસનને રમવાની તક મળી ન હતી. આ પછી તેને બીજી મેચમાં શુભમન ગિલની જગ્યાએ પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ પછી ત્રીજી મેચમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. ગિલની વાપસી બાદ પણ તેને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સતત ટીમની અંદર અને બહાર રહેતા સંજુ સેમસન પાસે પોતાને સાબિત કરવાની મોટી તક હતી. પરંતુ સંજુ આ મેચમાં પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. એટલે કે તે શ્રીલંકા પ્રવાસ પર ખાતું ખોલાવ્યા વગર જ ભારત પરત ફરવા જઈ રહ્યો છે.

ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો

સંજુ સેમસન આ મેચમાં વિકેટકીપર તરીકે રમી રહ્યો છે. આ 11મી વખત છે જ્યારે તેને ટીમ ઈન્ડિયા માટે T20માં વિકેટકીપર તરીકે પ્લેઈંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન તે ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. એક ભારતીય વિકેટકીપર તરીકે, તે T20માં સૌથી વધુ વખત 0 રન પર આઉટ થનાર બીજો ખેલાડી છે. આ યાદીમાં રિષભ પંત 4 વખત 0 પર આઉટ થયો છે. પરંતુ તે 54 મેચમાં 4 વખત શૂન્ય પર આઉટ થયો હતો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

છેલ્લી 6 ઈનિંગ્સમાં 3 વખત 0 પર આઉટ

સંજુ સેમસન છેલ્લી 6 ઈનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી શક્યો છે. આ અડધી સદી ઝિમ્બાબ્વે પ્રવાસ પર આવી હતી. આ સિવાય તે ત્રણ વખત ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યો છે. જો આપણે T20માં તેના આંકડાઓ પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચોમાં 19.30ની ખરાબ એવરેજથી 444 રન બનાવ્યા છે. જેમાં માત્ર 2 અડધી સદી સામેલ છે.

આગામી શ્રેણીમાં તક મળશે કે નહીં તે મોટો પ્રશ્ન

તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં ગૌતમ ગંભીરે સંજુના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું. તે ટ્વીટમાં તેણે કહ્યું હતું કે સંજુ સેમસન માત્ર ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન નથી પરંતુ તે ભારતનો શ્રેષ્ઠ યુવા બેટ્સમેન પણ છે. એટલે કે તે સમયે તેણે સંજુને ટીમમાં સ્થાન અપાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હવે સંજુ સેમસને તેની સામે ખરાબ પ્રદર્શન કર્યું છે. આગામી શ્રેણીમાં તેને ટીમમાં તક મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અત્યારે ભારત પાસે ઘણા એવા બેટ્સમેન છે જે સંજુનું સ્થાન લઈ શકે છે. આવી સ્થિતિમાં સંજુ માટે મુશ્કેલીઓ વધવાની ખાતરી છે.

Next Article