IND vs SL 2nd T20 Highlight: ભારત સામે શ્રીલંકા એ 4 વિકેટ જીત મેળવી, સિરીઝ 1-1 થી બરાબર રહી

| Updated on: Jul 28, 2021 | 11:56 PM

India vs Sri Lanka 2nd T20 Highlight: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka ) વચ્ચેની T20 સિરીઝ હવે 1-1 થી બરાબર થઇ ચુકી છે. ભારતીય ટીમની ધીમી રમતે મોટો સ્કોર ખડકી નહી શકતા ભારતે મેચ ગુમાવવાનુ પરીણામ મેળવવુ પડ્યુ હતુ. સાથે જ શ્રેણી પર કબ્જો કરવાની તક ગુમાવી હતી.

IND vs SL 2nd T20 Highlight:  ભારત સામે શ્રીલંકા એ 4 વિકેટ જીત મેળવી, સિરીઝ 1-1 થી બરાબર રહી
India vs Sri Lanka

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka )વચ્ચે આજે કોલંબોમાં T20 શ્રેણીની બીજી મેચ રમાઇ રહી છે. જે મેચ અગાઉ મંગળવારે રમાનારી હતી. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા મેચને એક દીવસ માટે ટાળી દેવામાં આવી હતી. શિખર ધવને (Shikhar Dhawan) 40 રનની ઇનીંગ રમી હતી. ભારતીય ટીમ (Team India) ની ધીમી રમતને લઇને ભારત મોટો સ્કોર ખડકી શક્યુ નહોતુ. જેને લઇ ભારતે આપેલા 133 રના પડકારને શ્રીલંકાએ 6 વિકેટે પાર પાડ્યો હતો.

શ્રીલંકા બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમે શ્રીલંકા સામે 133 રનનો પડકાર રાખ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ શરુઆત ધીમી કરી હતી. રક્ષણાત્મક રીતે પીછો કરવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ 12 રનના સ્કોર પર જ ત્રીજી ઓવરમાં શ્રીલંકાએ આવિષ્કા ફર્નાન્ડોની મહત્વની વિકેટ ગુમાવી હતી. આવિષ્કાએ 11 રન 13 બોલમાં કર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ 12 બોલમાં 8 રન કર્યા હતા. કેપ્ટન દાસુન શનાકા એ 6 બોલમાં 3 રન કર્યા હતા. તે કુલદીપ યાદવની વાઇડ બોલની જાળમાં ફસાઇ ગયો હતો.

મિનોદ ભાનુકા ને એક જીવતદાન મળ્યા બાદ, તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. 31 બોલમાં 36 રન બનાવીને તે કેચ આઉટ થયો હતો. હસારંગા એ 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. રમેશ મેન્ડીસે 2 રન કર્યા હતા. ચામિકા કરુણારત્ને 6 બોલમાં 12 રન કર્યા હતા. ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે 34 બોલમાં 40 રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો.

ભારત બોલીંગ ઇનીંગ

કુલદીપ યાદવે શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયા ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 3.4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.

4 ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ, ચેતન સાકરિયાને મળી તક

ભારતીય ટીમમાં આજે 4 ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળ્યો છે. બેટ્સમેનમાં દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નિતીશ રાણા ડેબ્યૂ કરી રહ્યાછે. જ્યારે ઝડપી બોલર ચેતન સાકરિયા પણ આજે ટી20 માં બ્લ્યૂ જર્સીમાં નજર આવશે. સાકરીયા અને રાણાએ અંતિમ વન ડે મેચમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ.

શ્રીલંકન ટીમમાં 2 પરીવર્તન

શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન મળ્યુ છે. અશેન બંદારાને ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ચરિથ અસાલંકા ઇજાને લઇને બહાર થયો છે.

શ્રીલંકાએ ટોસ જીતી બોલીંગ પસંદ કરી

શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે ભારતીય કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, તેઓ પહેલા બેટીંગ કરવા ઇચ્છતા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2021 11:26 PM (IST)

    શ્રીલંકાએ 4 વિકેટ થી મેચ જીતી લીધી, T20 સીરીઝ 1-1 થી બરાબરી પર

    શ્રીલંકાએ 19.4 ઓવરમાં મેચને 4 વિકેટ થી જીતી લીધી હતી

    ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે 34 બોલમાં 40 રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો. ચામિકા કરુણારત્ને 6 બોલમાં 12 રન કર્યા હતા.

  • 28 Jul 2021 11:25 PM (IST)

    શ્રીલંકા એ સ્કોર બરાબર કર્યો, જીત માટે 1 રન જરુરી

  • 28 Jul 2021 11:17 PM (IST)

    કરુણારત્ને એ લગાવી સિક્સ

  • 28 Jul 2021 11:16 PM (IST)

    12 બોલમાં શ્રીલંકાને જીત માટે 20 રનની જરુર

  • 28 Jul 2021 11:15 PM (IST)

    વરસાદી છાંટા ને લઇ રમત થોડીક પળો રોકાઇ ફરી શરુ

  • 28 Jul 2021 11:13 PM (IST)

    ડી સિલ્વાએ ચોગ્ગો લગાવ્યો

    રોમાંચક સ્થિતીમાં પહોંચેલી મેચ દરમ્યાન ડી સિલ્વાએ ચોગ્ગો લગાવ્યો હતો. ચેતન સાકરીયાની ઓવર દરમ્યાન ડી સિલ્વાએ બાઉન્ડરી લગાવી હતી.

  • 28 Jul 2021 11:11 PM (IST)

    સાકરીયા એ ભારતને અપાવી છઠ્ઠી વિકેટ

    ચેતન સાકરીયાએ ભારતને મહત્વના સમયે છઠ્ઠી વિકેટ ના રુપમાં સફળતા અપાવી હતી. રમેશ મેન્ડીશની વિકેટ સાકરીયાએ ઝડપી હતી.

  • 28 Jul 2021 11:05 PM (IST)

    શ્રીલંકાના 100 રન પૂરા, 5 વિકેટ શ્રીલંકા એ ગુમાવી છે

  • 28 Jul 2021 10:58 PM (IST)

    હસારંગા આઉટ, શ્રીલંકાએ 5 મી વિકેટ ગુમાવી

    રાહુલ ચાહરે તેની ચોથી ઓવરના અંતિમ બોલે હસારંગાની વિકેટ મેળવી હતી. ભૂવનેશ્વર કુમારે હસારંગાનો કેચ ઝડપ્યો હતો. ચાહરનો બોલીંગ સ્પેલ શાનદાર રહ્યો હતો. તેણે 4 ઓવરના અંતે 27 રન ગુમાવ્યા હતા.

  • 28 Jul 2021 10:56 PM (IST)

    હસારંગાએ લગાવ્યો ચોગ્ગો

    હસારંગાએ રાહુલ ચાહરની ઓવરમાં હસારંગાએ બાઉન્ડરી લગાવી હતી. હસારંગાએ લોન્ગ ઓન પર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 28 Jul 2021 10:51 PM (IST)

    ડી સિલ્વાએ લગાવી સિક્સ

    કુલદીપ યાદવના બોલ પર ડી સિલ્વાએ છગ્ગો લગાવ્યો હતો. 14 ઓવરમાં શ્રીલંકા માટે સારી નિવડી હતી.

  • 28 Jul 2021 10:50 PM (IST)

    ચાર ઓવર બાદ શ્રીલંકાને બાઉન્ડરી મળી

    9મી ઓવરના અંતિમ બોલે બાઉન્ડરી મળ્યા બાદ, શ્રીલંકાએ 13 મી ઓવરના બીજા બોલે બાઉન્ડરી મળી હતી.

  • 28 Jul 2021 10:43 PM (IST)

    શ્રીલંકાની ચોથી વિકેટ, ભાનુકાની વિકેટ કુલદીપે ઝડપી

    કુલદીપ યાદવે બીજી વિકેટ ઝડપી હતી. કુલદીપે આજે શાનદાર બોલીંગ કરી હતી. જરુરીયાતના સમયે તેમે 2 વિકેટ ઝડપીને શ્રીલંકાને ભીંસમાં લાવી દીધુ હતુ.

  • 28 Jul 2021 10:41 PM (IST)

    કેચ ડ્રોપ, ભૂવનેશ્વર કુમાર થી ભાનુકાનો કેચ છુટ્યો

    કુલદીપ યાદવના બોલ પર ભાનુકાએ હવામાં ફટકાર્યો હતો. ભૂવનેશ્વરે મુશ્કેલ કેચને ઝડપવા પ્રયાસ કર્યો હતો. જે કેચ છુટી જતા ભાનુકાને જીવતદાન મળ્યુ હતુ.

  • 28 Jul 2021 10:36 PM (IST)

    10 ઓવરના અંતે શ્રીલંકા 58-3

  • 28 Jul 2021 10:30 PM (IST)

    કેપ્ટન શનાકા આઉટ, કુલદીપ યાદવે મેળવી વિકેટ

    ચતુરાઇ પૂર્વક વાઇડ બોલમાં વિકેટ

    કુલદીપ યાદવે ચતુરાઇ પૂર્વક બોલ નાંખીને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. કુલદીપે શનાકા આગળ નિકળી આવતા જ બોલ વાઇડ કરી દેતા, કીપર સંજૂ સેમસને સ્ટંપીંગ કરી દઇ આઉટ કરી દીધો હતો.

  • 28 Jul 2021 10:27 PM (IST)

    ભાનુકાએ બાઉન્ડરી લગાવી, શ્રીલંકાના 50 રન પુરા

    ભાનુકાએ રાહુલ ચાહરના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. શ્રીલંકાએ લાંબા અંતર બાદ બાઉન્ડરી લગાવી હતી. આમ 9 મી ઓવરમાં 10 મળ્યા હતા.

  • 28 Jul 2021 10:18 PM (IST)

    વરુણ ચક્રવર્તીએ ભારતને બીજી સફળતા અપાવી

    વરુણ ચક્રવર્તીએ 7 મી ઓવરના અંતિમ બોલ પર ભારતને બીજી સફળતા અપાવી હતી. ચક્રવર્તીએ સમરવિક્રમાને ક્લીન બોલ્ડ કરી વિકેટ ઝડપી હતી. તેણે 8 રન બનાવ્યા હતા. આમ શ્રીલંકાએ 7 ઓવરમાં બીજી વિકેટ ઝડપી હતી. ભારત માટે હવે શ્રીલંકા પર દબાણ વધારવાના મોકાની શરુઆત થઇ છે.

  • 28 Jul 2021 10:13 PM (IST)

    બોલીંગમાં પરીવર્તન, સાકરીયાના સ્થાને રાહુલ ચાહર

    ચેતન સાકરીયાના સ્થાને રાહુલ ચાહરને બોલીંગમાં લાવવામા આવ્યો હતો. આમ વરુણ ચક્રવર્તીની સાથે રાહુલ ચાહરનુ સમીકરણ અપનાવ્યુ હતુ.

  • 28 Jul 2021 10:09 PM (IST)

    5 ઓવરના અંતે, શ્રીલંકા 29-1

    મિનોદ ભાનુકા અને સમરવિક્રમા ક્રિઝ પર છે બંને એ ચોથી અને પાંચમી ઓવરમાં બાઉન્ડરી લગાવીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. ભારત આગામી ઓવરમાં બોલીંગમાં પરીવર્તન લાવી રન નિયંત્રીત કરી શકે છે.

  • 28 Jul 2021 10:06 PM (IST)

    સમરવિક્રમાએ બાઉન્ડરી લગાવી

    વરુણ ચક્રવર્તી5 મી ઓવર લઇ આવ્યો હતો. તેની ઓવરમાં સમરવિક્રમાએ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 28 Jul 2021 10:05 PM (IST)

    શ્રીલંકા 4 ઓવરના અંતે 23-1

    ચોથી ઓવરમાં શ્રીલંકાએ 10 રન મેળવ્યા હતા. ચેતન સાકરીયાની ઓવરમાં ભાનુકાએ 2 ચોગ્ગા લગાવ્યા હતા.

  • 28 Jul 2021 10:04 PM (IST)

    ભાનુકા એ વધુ એક બાઉન્ડરી લગાવી

    ચેતન સાકરીયાની ઓવરમાં ભાનુકાએ બીજી બાઉન્ડરી મેળવી હતી.

  • 28 Jul 2021 10:02 PM (IST)

    ભાનુકા એ સાકરીયાના બોલ પર લગાવી બાઉન્ડરી

  • 28 Jul 2021 10:02 PM (IST)

    શ્રીલંકા 3 ઓવર ના અંતે 13-1

  • 28 Jul 2021 09:56 PM (IST)

    ભારતને પ્રથમ સફળતા, આવિષ્કા ફર્નાન્ડો આઉટ

    ભૂવનેશ્વર કુમારે આવિષ્કો ફર્નાન્ડોની વિકેટ મેળવી છે. રાહુલ ચાહરે બાઉન્ડરી પર શાનદાર રીતે કેચને ઝડપ્યો હતો. આવિષ્કા 11 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.

  • 28 Jul 2021 09:54 PM (IST)

    2 ઓવરના અંતે શ્રીલંકા 10-0

  • 28 Jul 2021 09:51 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડો એ સતત બીજી બાઉન્ડરી લગાવી

  • 28 Jul 2021 09:50 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડોએ ચોગ્ગો લગાવ્યો

    ચેતન સાકરિયાના બોલ પર આવિષ્કા ફર્નાન્ડોએ બાઉન્ડરી લગાવી હતી. આ સાથે જ શ્રીલંકાનો સ્કોર 5 રન થયો હતો.

  • 28 Jul 2021 09:49 PM (IST)

    ચેતન સાકરિયા બીજી ઓવર લઇ આવ્યો

  • 28 Jul 2021 09:48 PM (IST)

    ભૂવનેશ્વરે પ્રથમ ઓવર કરકસર ભરી કરી, માત્ર 1 રન આપ્યો

    પ્રથમ ઓવરના અંતે શ્રીલંકાના ઓપનર માત્ર 1 રન બનાવવા સફળ રહ્યા હતા. ભૂવનેશ્વરે પ્રથમ ઓવર કસીને કરી હતી.

  • 28 Jul 2021 09:46 PM (IST)

    શ્રીલંકાની બેટીંગ ઇનીંગ શરુ

    ભારતીય ટીમે 133 રનના આપેલા પડકારનો પીછો કરતા શ્રીલંકાએ શરુઆત કરી હતી. શ્રીલંકા તરફ થી આવિષ્કા અને મિનોદ ભાનુકાએ શરુઆત કરી હતી.

  • 28 Jul 2021 09:29 PM (IST)

    20 ઓવરના અંતે ભારત 5 વિકેટે 132 રન

  • 28 Jul 2021 09:28 PM (IST)

    5 મી વિકેટ, નિતીશ રાણા આઉટ

  • 28 Jul 2021 09:24 PM (IST)

    અંતિમ 20 મી ઓવર શરુ

  • 28 Jul 2021 09:23 PM (IST)

    19 ઓવરમાં ભારતને 14 રન મળ્યા

    ભારતીય ટીમને 19 મી ઓવરમાં 14 રન મલથા સ્કોર બોર્ડ 128 રન પર પહોંચ્યુ હતુ.

  • 28 Jul 2021 09:23 PM (IST)

    વાઇડ બોલમાં બાઉન્ડરી, ભારતને 5 રન મળ્યા

  • 28 Jul 2021 09:20 PM (IST)

    18 ઓવરના અંતે ભારત 114-4

    ભારત માટે હવે માત્ર 12 બોલની રમત બાકી રહી છે. ભારત પાસે જોકે હજુ 6 વિકેટ હાથ પર છે. બીજી તરફ ભારત ધીમી રમત રમતા પડકાર જનક સ્કોરે પહોંચવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

  • 28 Jul 2021 09:14 PM (IST)

    17 ઓવરના અંતે ભારત 107-4

  • 28 Jul 2021 09:12 PM (IST)

    સંજૂ સેમસન ક્લીન બોલ્ડ, ભારતે 4 થી વિકેટ ગુમાવી

  • 28 Jul 2021 09:09 PM (IST)

    ભારત ના 100 રન પૂરા, 16 ઓવર સમાપ્ત

    નિતીશ રાણા અને સંજૂ સેમસન ક્રિઝ પર. ભારતે 16 ઓવરના અંતે 100 રનના આંકને પાર કર્યો હતો. હવે 4 ઓવર ની ભારતની બેટીંગ ઇનીંગની રમત બાકી રહી છે.

  • 28 Jul 2021 09:06 PM (IST)

    દેવદત્ત પડીક્કલ ના રુપમાં ત્રીજી વિકેટ ગુમાવી

    દેવદત્ત પડીકક્લે તેની વિકેટે હસારંગાની બોલમાં ગુમાવી હતી. હસારંગાના બોલને થાપ ખાઇ જતા પડિક્કલ ક્લીન બોલ્ડ થયો હતો. 29 રન કરીને આઉટ થયો હતો.

  • 28 Jul 2021 09:05 PM (IST)

    પડીક્કલે લાવી બાઉન્ડરી

    હસારંગાની ઓવરમાં પડીક્કલે બાઉન્ડરી લગાવી હતી.

  • 28 Jul 2021 09:04 PM (IST)

    15 ઓવરની રમત સમાપ્ત, ભારત 94-2

    ભારતીય બેટ્સમેનોએ રમતને ધીમી રમતા સ્કોર બોર્ડ ખૂબ ધીમુ આગળ વધી રહ્યુ છે. ભારતીય ટીમ પાસે 5 ઓવરમાં હજુ 8 વિકેટ હાથ પર છે. શિખર ધવન અને ગાયકવાડની વિકેટ ગુમાવ્યા બાદ ભારતની ટીમ ની રમત ધીમી પડી છે.

  • 28 Jul 2021 09:02 PM (IST)

    14 ઓવરના અંતે ભારત 88-2

  • 28 Jul 2021 08:57 PM (IST)

    13 મી ઓવરના અંતે ભારત 85-2

  • 28 Jul 2021 08:55 PM (IST)

    સંજૂ સેમસન ક્રિઝ પર

    શિખર ધવનના આઉટ થવા બાદ સંજૂ સેમસન ક્રિઝ પર આવ્યો હતો.

  • 28 Jul 2021 08:54 PM (IST)

    શિખર ધવન આઉટ

    શિખ ધવને 40 રનની ઇનીગ રમી હતી. તેણે એક શાનદાર શરુઆત ગાયકવાડ અને પડીક્કલ સાથે મળીને અપાવી હતી. પરંતુ એક ખરાબ શોટ રમવાના પ્રયાસમાં તેણે ક્લીન બોલ્ડ થઇ વિકેટ ગુમાવી દીધી હતી.

  • 28 Jul 2021 08:52 PM (IST)

    12 ઓવરના અંતે ભારત 81-01

  • 28 Jul 2021 08:49 PM (IST)

    શિખર ધવને લગાવ્યો ચોગ્ગો

    શિખર ધવને શાનદાર બાઉન્ડરી લગાવી હતી. શનાકાની ઓવરમાં ધવને ચોગ્ગો લગાવ્યો હતો. આ પહેલા પડીકકલે સિકસ લગાવી હતી.

  • 28 Jul 2021 08:48 PM (IST)

    પડીક્કલે લગાવી સિક્સ

    ડી સિલ્વાની ઓવરમાં દેવદત્ત પડીક્કલે શાનદાર સિકસર લગાવી હતી. ઇનીંગની પ્રથમ સિકસર પડીકકલે લગાવી હતી.

  • 28 Jul 2021 08:44 PM (IST)

    10 ઓવર સમાપ્ત, ભારત 61-1

    ભારતીય ટીમે 1 વિકેટ ગાયકવાડના રુપમાં ગુમાવી છે. બેટીંગ ઇનીંગ અડધી સમાપ્ત થવા સુધીમાં ભારતે 61 રનનો સ્કોર કર્યો છે. છેલ્લી ત્રણેક ઓવર થી ભારતની રમત ધીમી રહી છે.

  • 28 Jul 2021 08:43 PM (IST)

    શિખર ધવને લગાવી બાઉન્ડરી

    શિખર ધવને બોલને હવામાં ઉછાળી વન બાઉન્સ બાઉન્ડરી લગાવી હતી. લાંબા સમય બાદ ભારતને બાઉન્ડરી મળી હતી.

  • 28 Jul 2021 08:42 PM (IST)

    9 ઓવર સમાપ્ત, સ્કોર 54-1

    ભારતીય બેટ્સમેનો માટે બીજી ઓવર પણ રન બનાવવા માટે સફળ રહી નહોતી. 8 મી ઓવરમાં માત્ર 2 રન મળ્યા બાદ, નવમી ઓવરમાં માત્ર 3 રન મળી શક્યા હતા.

  • 28 Jul 2021 08:38 PM (IST)

    8 મી ઓવરમાં માત્ર 2 રન

    રમેશ મેન્ડીશે ભારતીય બેટ્સમેનોને તેની ઓવરમાં નિયંત્રણમાં રાખવા પ્રયાસ કર્યો હતો. તેણે ઋતુરાજની વિકેટ બાદના માહોલનો પણ ઉપયોગ કરતી દબાણ લાવવા પ્રયાસ કર્યો હતો.

  • 28 Jul 2021 08:37 PM (IST)

    7 ઓવરના અંતે ભારત 49/1

    ભારતે પ્રથમ વિકેટ ઋતુરાજ ગાયકવાડના રુપમાં ગુમાવી છે. ઋતુરાજે 18 બોલમાં 21 રન કર્યા હતા.

  • 28 Jul 2021 08:36 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડના રુપમાં પ્રથમ ઝટકો

    ઋતુરાજ ગાયકવાડ મિનોદ ભાનુકાના હાથમાં કેચ ઝડપાયો હતો. શનાકાની ઓવર દરમ્યાન ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઋતુરાજે બાઉન્સર બોલને હવામાં ઉછાળી દીધો હતો અને તે કેચ આપી બેઠો હતો.

  • 28 Jul 2021 08:31 PM (IST)

    6 ઓવરના અંતે ભારત 45/0

    હસારંગાની ઓવરમાં ભારતીય ઓપનરો શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે 7 રન નિકાળ્યા હતા.

  • 28 Jul 2021 08:25 PM (IST)

    5 ઓવર સમાપ્ત, ભારતનો સ્કોર 38/0

    શિખર ધવન 21 રન અને ઋતુરાજ ગાયકવાડ 16 રન સાથે રમતમાં છે.

  • 28 Jul 2021 08:24 PM (IST)

    શિખર ધવને ઉડાનાની ઓવરમાં લગાવ્યો ચોગ્ગો

    શિખર ધવને ટીપીકલ શોટ લગાવ્યો હતો. ઇસુરુ ઉડાનાની ઓવરમાં ધવને બાઉન્ડરી લગાવી હતી.

  • 28 Jul 2021 08:21 PM (IST)

    4 ઓવરના અંતે ભારત 31/0

    ભારતીય ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરુઆત કરી છે. બંને એ બાઉન્ડીરી સમયાંતરે ફટકારવા સાથે, વિકેટ વચ્ચે સારા ટ્યુનીંગ થી દોડીને રન મેળવી રહ્યા છે.

  • 28 Jul 2021 08:18 PM (IST)

    3 ઓવરના અંતે ભારત 27/0

  • 28 Jul 2021 08:14 PM (IST)

    શિખર ધવને લગાવી બાઉન્ડરી

  • 28 Jul 2021 08:13 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડે લગાવ્યો ચોગ્ગો

  • 28 Jul 2021 08:13 PM (IST)

    બીજી ઓવરના અંતે ભારત 15/0

  • 28 Jul 2021 08:07 PM (IST)

    પ્રથમ ઓવર સમાપ્ત, પ્રથમ ઓવરમાં 9 રન મળ્યા

  • 28 Jul 2021 08:05 PM (IST)

    શિખર ધવને લગાવ્યો ચોગ્ગો

    પ્રથમ ઓવર લઇને આવેલા ચામિરાની ઓવરમાં ઇનીંગનો પ્રથમ ચોગ્ગો શિખર ધવને લગાવ્યો

  • 28 Jul 2021 08:03 PM (IST)

    પ્રથમ રન વાઇડ ના સ્વરુપ મળ્યો

  • 28 Jul 2021 08:02 PM (IST)

    દુષ્મંતા ચામિરાને પ્રથમ બોલ નાંખ્યો

  • 28 Jul 2021 08:02 PM (IST)

    ઋતુરાજ અને શિખર ધવન ક્રિઝ પર

  • 28 Jul 2021 07:53 PM (IST)

    શ્રીલંકન ટીમમાં 2 પરીવર્તન

    શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ પોતાનુ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન મળ્યુ છે. અશેન બંદારાને ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ચરિથ અસાલંકા ઇજાને લઇને બહાર થયો છે.

  • 28 Jul 2021 07:43 PM (IST)

    ભારતની પ્લેયીંગ ઇલેવન

    ભારતીય ટીમમાં પ્રથમ મેચ કરતા કેટલાક પરિવર્તન થયા છે. આજે ભારતીય ટીમ ફક્ત 5 બેટ્સમેનો અને 6 બોલરો સાથે મેદાને ઉતરી રહી છે. કુલદીપ યાદવ અને નવદીપ સૈની ટીમમાં પરત ફર્યા છે.

    આ છે ભારતની પ્લેયીંગ ઇલેવન

  • 28 Jul 2021 07:37 PM (IST)

    શ્રીલંકાએ ટોસ જીત્યો, ભારતની પ્રથમ બેટીંગ

    શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે ભારતીય કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, તેઓ પહેલા બેટીંગ કરવા ઇચ્છતા હતા.

  • 28 Jul 2021 07:36 PM (IST)

    ભારતીય ટીમમાં 4 ખેલાડીઓનુ ડેબ્યૂ, ચેતન સાકરિયાને મળી તક

    ભારતીય ટીમમાં આજે 4 ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળ્યો છે. બેટ્સમેનમાં દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નિતીશ રાણા ડેબ્યૂ કરી રહ્યાછે. જ્યારે ઝડપી બોલર ચેતન સાકરિયા પણ આજે ટી20 માં બ્લ્યૂ જર્સીમાં નજર આવશે. સાકરીયા અને રાણાએ અંતિમ વન ડે મેચમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ.

Published On - Jul 28,2021 11:55 PM

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">