AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ભારતીય ટીમનો ઐતિહાસિક વિજય, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પર જમાવ્યો કબ્જો, મિલરની લડાયક સદી એળે

IND vs SA T20 2nd Match Report Today: તિરુવનંતપુરમ બાદ ગુવાહાટીમાં પણ ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી, અર્શદીપ સિંહે આજે પણ શાનદાર પ્રદર્શન કરી પ્રભાવિત કર્યા.

IND vs SA: ભારતીય ટીમનો ઐતિહાસિક વિજય, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પર જમાવ્યો કબ્જો, મિલરની લડાયક સદી એળે
Team India એ શ્રેણીમાં 2-0 થી સરસાઈ મેળવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:13 PM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણી ભારતીય ટીમે પોતાના નામે કરી લીધી છે. ભારતે ઐતિહાસિક જીત મેળવી છે, તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વાર ભારતમાં શ્રેણી ગુમાવી છે. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 3 વિકેટ ગુમાવી 237 રનનુ ટાર્ગેટ પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમને આપ્યુ હતુ. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનીંગ જોડી રોહિત શર્મા અને કેએલ રાહુલે (KL Rahul) જબરદસ્ત શરુઆત 96 રનની ભાગીદારી રમત વડે આપી હતી. સૂર્યાકુમાર યાદવે (Suryakumar Yadav) તોફાની અડધી સદી નોંધાવી હતી. આમ ભારતે વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ડેવિડ મિલરે તોફાની  સદી ફટકારી હતી. ક્વિન્ટન ડિકોકે પણ અડધી સદી નોંધાવી હતી.

ફરીએકવાર અર્શદીપનો તરખાટ

અર્શદીપે આજે પણ શરુઆત તરખાટ મચાવતી કરી હતી. અર્શદીપ સિંહે ઈનીંગની બીજી ઓવર અને પોતાની પ્રથમ ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાના એક બાદ એેક બે મોટા ઝટકા આપી દીધા હતા. પહેલા ટેમ્બા બાવુમાની શૂન્ય રને આઉટ કર્યો હતો. બાવુમાએ 7 બોલનો સામનો કરીને શૂન્ય રન પર જ પરત ફર્યો હતો. ત્યાર બાદ ઓવરના ચોથા બોલ પર રાઉલી રુસોની વિકેટ ઝડપી હતી. તે પણ શૂન્ય રને જ પરત ફર્યો હતો. આમ દક્ષિણ આફ્રિકાએ બીજી ઓવરમાં 1 રનના સ્કોર પર જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે બાદમાં ક્વિન્ટન ડીકોક અને એઈડન માર્કરમે રમતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માર્કરામ પણ 47 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. માર્કરામે 19 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ડેવિડ મિલરની લડાયક ઈનીંગ

એક તરફ મેચ શરુઆતથી જ ભારતના પક્ષમાં જણાઈ રહી હતી. પરંતુ આ દરમિયાન પાંચમાં નંબરે બેટીંગ કરવા માટે આવેલા ડેવિડ મિલરે ટીમની લાજ બચાવતી ઈનીંગ રમી હતી. તેણે જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે તોફાની રમત શરુઆતથી જ રમી હતી. વિશાળ સ્કોર સામે તેણે એટલી જ ગતિથી રન બનાવવા પ્રયાસ કર્યો હતો, જેટલો ટીમને જીત માટે જરુરી હતો. પરંતુ તેની રમત એળે ગઈ હતી. તેણે 25 બોલમાં અડધી સદી નોંધાવી હતી. તેણે 46 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. તેની રમત ટીમ માટે મહત્વપૂર્ણ હતી, જે રમત જીત માટે ટીમને પહોંચાડી શકી નહોતી.

ઓપનર ક્વિન્ટન ડીકોકે પણ અડધી સદી નોંધાવી હતી. તેણે 48 બોલમાં 69 રન નોંધાવ્યા હતા. મિલર અને ડીકોક અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા. 3 વિકેટ ગુમાવીને 221 રન દક્ષિણ આફ્રિકાએ નોંધાવ્યા હતા.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">