IND vs SA: દક્ષિણ આફ્રિકાએ હેનરિકની રમત વડે ભારતને 4 વિકેટથી કટક T20 મેચમાં આપી હાર, ભૂવનેશ્વરની 4 વિકેટ

India Vs South Africa: ભારતીય ટીમ સિરીઝમાં 0-2 થી હવે પાછળ રહી ચુક્યુ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ પહેલા દિલ્હી અને બાદમાં કટકની મેચને પોતાના નામે કરી લીધી હતી.

IND vs SA: દક્ષિણ આફ્રિકાએ હેનરિકની રમત વડે ભારતને 4 વિકેટથી કટક T20 મેચમાં આપી હાર, ભૂવનેશ્વરની 4 વિકેટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 11:14 PM

દક્ષિણ આફ્રિકાએ ભારત (India vs South Africa, 2nd T20 ) ને ટી20 સિરીઝની બીજી મેચમાં હાર આપી છે. આમ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 2-0 થી સરસાઈ મેળવી લીધી છે. ભારતીય બોલરોએ શરુઆતમાં જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ મહેમાન ખેલાડીઓએ પોતાની રમતનો અંદાજ બતાવ્યો હતો. ખાસ કરીને હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) તોફાની અડધી સદી વડે ટીમને જીત તરફ લઈ ગયો હતો. તેની રમતે જ શરુઆતમાં ભારત તરફ લાગી રહેલી બાજીને પોતાની ટીમ તરફની બનાવી દીધી હતી. તેણે 46 બોલમાં 81 રન નોંધાવ્યા હતા. 19 મી ઓવરના બીજા બોલે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે જીત મેળવી હતી. આ પહેલા 20 ઓવરમાં ભારતીય ટીમે 148 રન છ વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા અને રિઝા હેન્ડ્રીક્સ બંને ઓપનીંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા હતા. પરંતુ પ્રથમ ઓવર લઈને આવેલા ભૂવનેશ્વર કુમારે રિઝાની વિકેટ ઝડપી હતી. ઓવરના અંતિમ બોલ પર રિઝાને સ્લોઅલર બોલ પર ક્લિન બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. રિઝાએ માત્ર 4 રન બનાવ્યા બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાનો સ્કોર પણ આ સમયે માત્ર 5 રન જ હતો. ત્યાર બાદ ભૂવી પોતાની બીજી ઓવર લઈને આવ્યો હતો અને ઈનીંગની તે ત્રીજી ઓવર હતી. જેના પાંચમા બોલ પર ડ્વેન પ્રિટોરિયસને આવેશ ખાનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. પ્રિટોરિયસ પણ માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.

બાવુમા અને હેનરિકની જોડીએ રોમાંચ બનાવ્યો

રાસી વાન ડેર ડુસેન ત્યાર બાદ ક્રિઝ પર આવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન અને બોલર આ ખેલાડીને કેવી રીતે પાર પાડવો તેની યોજના ઘડી રહ્યા હતા. પરંતુ સિનિયર બોલર ભૂવીએ તેના દાંડીયા ઉડાવી દીધા હતા. ડુસેન માત્ર 1 જ રન 7 બોલનો સામનો કરીને નોંધાવી શક્યો હતો. તે ક્લિન બોલ્ડ આઉટ થયો હતો. આમ પાવર પ્લેમાં 29 રનમાંજ દક્ષિણ આફ્રિકાએ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેપ્ટન બાવુમા જોકે લડત આપી હતી. તેના પ્રયાસના મદદમાં હેનરિક ક્લાસેન આવ્યો હતો. તેણે ક્રિઝ પર કેપ્ટન સાથે પગ જમાવ્યા હતા અને ટીમના સ્કોરને ધીરે ધીરે આગળ વધાર્યો હતો. તેણે અડધી સદી નોંધાવી હતી. આમ ભારતના હાથમાં આવેલી બાજીને પોતાના હાથમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. બંનેએ ભાગીદારી રમત મોટી કરવા પર ફોકસ કરીને ભારતીય બોલરો પર દબાણ લાવવાનો પ્રયાસ મધ્યની ઓવરોમાં પ્રયાસ કર્યો હતો. બાવુમા 30 બોલમાં 35 રન જોડીને ચહલનો શિકાર થયો હતો.

ભૂવનેશ્વરનુ કમાલનુ પ્રદર્શન

ભારતીય ટીમના બોલરોની ઓછા સ્કોરને બચાવવાની આકરી કસોટી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર બોલર ભૂવનેશ્વર કુમાર દક્ષિણ આફ્રિકા સામે બોલીંગ એટેકની આગેવાની કરી રહ્યો છે. પોતાની બોલીંગનુ રવિવારે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે દક્ષિણ આફ્રિકાની શરુઆતને ખરાબ કરી દીધી હતી. મહેમાન ટીમ આસાન સ્કોર સામે પણ મુશ્કેલી અનુભવવા લાગી હતી. કારણ કે પાવર પ્લેમાં જ ત્રણ મહત્વના બેટ્સમેનોને ઓછા સ્કોરમાં જ ગુમાવી દીધા હતા. ભૂવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જોકે હેનરિકની રમતની મદદ વડે દક્ષિણ આફ્રિકાએ મેચને ધીમે ધીમે પોતાની તરફ કરી લીધી હતી.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">