IND vs SA: દિનેશ કાર્તિકની અંતમાં આક્રમક રમતની મદદ વડે ભારતે 149 રનનુ લક્ષ્ય દક્ષિણ આફ્રિકા સામે લક્ષ્ય રાખ્યુ

India Vs South Africa, 2nd T20I Match: ભારત સિરીઝમાં 0-1 થી પાછળ છે, આવી સ્થિતીમાં ભારતે કટકની મેચ જીતીને બરાબરી કરી મેચમાં વાપસી કરવી જરુરી છે. પરંતુ ભારતીય બેટ્સમેનોએ જોકે જરુરી પ્રદર્શન દર્શાવવામાં નિરાશા દાખવી હતી.

IND vs SA: દિનેશ કાર્તિકની અંતમાં આક્રમક રમતની મદદ વડે ભારતે 149 રનનુ લક્ષ્ય દક્ષિણ આફ્રિકા સામે લક્ષ્ય રાખ્યુ
Shreyas Iyer એ સ્કોરને આગલ વધારવા સંઘર્ષ કર્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 9:50 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણીની બીજી મેચ કટકના બારબાતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા નબળી રમત દર્શાવી હતી. શ્રેયસ અય્યર અને ઈશાન કિશન સિવાય તમામ બેટ્સમેનોએ ખાસ પ્રદર્શ કર્યુ નહોતુ. જેને લઈ ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની વાળી ભારતીય ટીમ સિરીઝમાં બરાબરી કરવા માટે મહત્વની મેચમાં મોટો સ્કોર નોંધાવી શક્યુ નહોતુ. જોકે અંતમાં દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ચોગ્ગા અને છગ્ગા જમાવ્યા હતા. આમ 20 ઓવરમાં ભારતીય ટીમે 148 રન છ વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. અંતિમ ઓવરમાં ભારતને 18 રન મળ્યા હતા.

પ્રથમ ઓવરમાં જ ભારતીય ટીમની ઓપનીંગ જોડી તુટી ગઈ હતી. માત્ર ત્રણ રનના સ્કોર પર જ ભારતે પ્રથમ વિકેટ ઋતુરાજ ગાયકવાડ (1 રન 4 બોલ) ના રુપમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમની શરુઆતને ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે સંભાળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈશાન કિશન નોરખિયાની જાળમાં ફસાઈ જતા ડુસેનના હાથમાં કેચ ઝીલાઈ ગયો હતો. ઈશાન કિશને 3 છગ્ગા ભરી રમત વડે મોટા સ્કોર તરફ ભારતને લઈ જવાની આશા બાંધી હતી. પરંતુ નોરખિયાએ તે સફળ થવા દીધી નહોતી. 34 રન 21 બોલમાં નોંધાવીને ઈશાન પરત ફર્યો હતો.

શ્રેયસે 35 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. તેણે ભારતીય ટીમના સ્કોરને લડત આપી શકાય તે આંક સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કર્યો હતો. કેપ્ટન ઋષભ પંત માત્ર 5 જ રન નોંધાવીને આઉટ થયો હતો. પંત ભારતની ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા ચોથી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 12 બોલનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા. અક્ષર પટેલે 11 બોલમાં 10 રન નોંધાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

અંતમાં કાર્તિકે આક્રમકતા અપનાવી

દિનેશ કાર્તિકે અંતમાં શાનદાર રમત રમી હતી, તેણે આક્રમક અંદાજમાં અંતિમ ઓવરમાં રન જોડીને ભારતીય ટીમના સ્કોરને મોટો કરવાનો પ્રયાસ સફળતા પૂર્વક કર્યો હતો. અંતિમ ઓવરમાં ભારતે 18 રન મેળવ્યા હતા. દિનેશ કાર્તિકે 21 બોલનો સામનો કરીને 30 રન જોડ્યા હતા. જેમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ છે. હર્ષલ પટેલે 12 રન જોડ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફતી એનિરીક નોરખિયાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે કાગીસો રબાડા, વેઈન પર્નેલ, ડ્વેન પ્રિટોરીયસ અને કેશવ મહારાજે એક એક વિકેટ ઝડપી હતી.

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">