India vs Pakistan, Women’s World Cup 2022, Live Score: ભારતે પાકિસ્તાનને હરાવ્યું,ભારત 107 રનથી જીત્યું
IND W vs PAK W, LIVE Cricket Score and Updates in Gujarati: ICC Women's World Cup 2022 માં આજે બે કટ્ટર હરીફ વચ્ચે ટક્કર
ICC મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) માં આજે બે કટ્ટર હરીફ વચ્ચે મુકાબલો છે. આજે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે મેચ છે. આ મેચ સાથે બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની પણ શરૂઆત કરી રહી છે. એટલે કે વિનિંગ ડેબ્યૂની સ્ક્રિપ્ટ લખવા પર પણ નજર રહેશે. આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચમાં 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનરોને સ્થાન આપ્યુ છે. આ સાથે જ પાકિસ્તાન પણ 5 બોલરો સાથે મેદાનમાં ઉતર્યું છે.
ઈન્ડિયા ઈલેવન: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, મિતાલી રાજ (કેપ્ટન), રિચા ઘોષ, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ.
પાકિસ્તાન ઇલેવન: જવેરિયા ખાન, સિદરા અમીન, બિસ્માહ મારુફ (સી), ઓમાનિયા સોહેલ, નિદા ડાર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદ્રા નવાઝ, ડાયના બેગ, નશરા સંધુ, અનમ અમીન
LIVE NEWS & UPDATES
-
ભારત પાકિસ્તાન સામે જીતથી એક વિકેટ દૂર છે
સ્નેહ રાણાએ નશરાને આઉટ કરીને પાકિસ્તાનને 114 રનમાં 9મો ઝટકો આપ્યો હતો. ભારત જીતથી માત્ર એક ડગલું દૂર છે. સ્નેહે નશરાને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી
-
પાકિસ્તાનને 8મો ઝટકો લાગ્યો
સ્પિન બોલર રાજેશ્વરી ગાયકવાડ 36મી ઓવર લાવી હતી. ઓવરના બીજા બોલ પર તેણે સિદ્રા નવાઝના હાથમાં ચોગ્ગો ફટકાર્યો પરંતુ પાંચમા બોલ પર તેને આઉટ કરી દીધી. ઓવરના પાંચમા બોલ પર સિદ્રા સ્લોગ સ્વીપ કરતી વખતે એલબીડબ્લ્યુ નો શિકાર થઈ. તે 19 બોલમાં 12 રન બનાવીને પરત ફરી હતી.
Four wickets for Rajeshwari Gayakwad as Sidra Nawaz goes for 12.
Nawaz goes for the sweep but couldn’t connect, the ball crashes into her pads and the umpire raises his finger.
Pakistan 113/8 after 36 overs.
Live – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/IUTrpLpJgD
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
-
ભારતને સાતમી સફળતા સના ફાતિમા આઉટ
31મી ઓવર કરવા આવેલી મેઘના સિંહ સાત રન આપ્યા હતા. એ જ ઓવરના બીજા બોલ પર ફાતિમા હરમનપ્રીત કૌરના સીધા હિટથી રનઆઉટ થઈ ગઈ હતી. ફાતિમાએ શોટ રમ્યો અને બોલરના છેડે પહોંચી ગઈ.32મી અને 33મી ઓવરમાં પાકિસ્તાનને માત્ર 2-2 રન જ આવ્યા હતા. 34મી ઓવરમાં ભારતની અનુભવી બોલર રાજેશ્વરીએ ભારતને સાતમી સફળતા અપાવી હતી. ફાતિમા સના ઓવરના પહેલા બોલ પર એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. તે 35 બોલમાં 17 રન બનાવીને પરત ફરી હતી.
-
ભારતની છઠ્ઠી સફળતા
IND vs PAK, લાઈવ સ્કોર: રાજેશ્વરી ગાયકવાડ 30મી ઓવર ફેંકવા આવી. ઓવરના પહેલા બોલ પર ફાતિમા સના સ્ટમ્પિંગ થતા બચી ગઈ હતી પરંતુ ઓવરના છેલ્લા બોલ પર રાજેશ્વરીએ આલિયા રિયાઝને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. 23 બોલમાં 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. (30 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર – 87/6)
That’s WICKET No.2 for Rajeshwari Gayakwad as Aliya Riaz is stumped for 11.
Live – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/sA5mV5S6CV
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
પાકિસ્તાન માટે પુનરાગમન મુશ્કેલ
દીપ્તિ 27મી ઓવર લાવી અને આ ઓવરમાં ચાર રન આપ્યા. રાજેશ્વરી ગાયકવાડે આગલી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. પાકિસ્તાન માટે અહીંથી મેચમાં પરત ફરવું ઘણું મુશ્કેલ બની ગયું છે.
-
-
પાકિસ્તાનનો સ્કોર 78/5
25 ઓવરમાં પાકિસ્તાને 5 વિકેટે 78 રન બનાવી લીધા છે. ફાતિમા સના 2 અને આલિયા 9 રન બનાવીને રમી રહી છે. ભારતીય બોલરોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું છે.
-
પાકિસ્તાનને 70 રન પર પાંચમો ઝટકો
24મી ઓવરના પહેલા બોલ પર ઝુલન ગોસ્વામીએ પાકિસ્તાનને 70 રન પર પાંચમો ઝટકો આપ્યો હતો. ઝુલને નિદાને રિચા ઘોષના હાથે કેચ કરાવ્યો. પાકિસ્તાન મુશ્કેલીમાં છે. ભારતીય બોલરો પાકિસ્તાન પર સતત દબાણ બનાવી રહ્યા છે.
-
ભારત માટે ચોથી સફળતા, સિદરા અમીન આઉટ
22મી ઓવરના બીજા બોલ પર ઝુલન ગોસ્વામીએ અમીનને રિચા ઘોષના હાથે કેચ આઉટ કરાવી હતી. પાકિસ્તાનના 67 રનમાં 4 વિકેટ પડી ગઈ છે. તેણે 64 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી.
WICKET!@JhulanG10 strikes and an easy catch for @13richaghosh behind the stumps as Sidra Ameen departs for 30.
Pakistan 68/4
Live – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/9abIpsas2D
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
પાકિસ્તાન દબાણ હેઠળ
નિદા ડારે 20મી ઓવરમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. આગામી ઓવરમાં સ્નેહ રાણાએ માત્ર બે રન આપ્યા હતા. (21 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર – 67/3)
-
સ્નેહ રાણાએ ભારતને ત્રીજી સફળતા અપાવી, પાકિસ્તાનની મુશ્કેલી વધી
સ્નેહ રાણા 19મી ઓવર લઈને આવ્યો અને આ વખતે ઓમાનિયા સોહેલની વિકેટ પોતાના ખાતામાં ઉમેરી. દીપ્તિ શર્માના હાથે કેચ થઈ હતી. તેણે ચાર બોલમાં પાંચ રન બનાવ્યા હતા.
ICC Women’s WC. WICKET! 18.2: Omaima Sohail 5(4) ct Deepti Sharma b Sneh Rana, Pakistan Women 58/3 https://t.co/4cJznDnUiC #INDvPAK #CWC22
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
ભારતને બીજી સફળતા મળી
17.4 ઓવરમાં દીપ્તિ શર્માએ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો આપ્યો હતો. દિપ્તીએ કેપ્ટન બિસ્માહ મારૂફને રિચા ઘોષના હાથે કેચ કરાવ્યો. કેપ્ટને રિવ્યુ લીધો, પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો. બિસ્માહે 25 બોલમાં 15 રનની ઇનિંગ રમી હતી.
WICKET!@Deepti_Sharma06 strikes and the Pakistan Skipper has to depart.
Pakistan 53/2
Live – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/XVlEyMYYDa
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
પાકિસ્તાન માટે રન રેટ મુશ્કેલ બની ગયો છે
ભારતીય બોલરોએ યોગ્ય લેન્થ અને લાઇન સાથે બોલિંગ કરી છે, જેના કારણે પાકિસ્તાની બોલરો માટે રન બનાવવાનું મુશ્કેલ બન્યું છે. તેને જીતવા માટે 6ના રન રેટથી રન બનાવવાના હતા, પરંતુ અત્યારે તે માત્ર 2.47ના રન રેટથી રન બનાવી રહ્યો છે.
-
અમીને દીપ્તિ શર્માની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો
13મી ઓવર કરવાની જવાબદારી ફરી એકવાર રાજેશ્વરી ગાયકવાડને આપવામાં આવી અને આ વખતે તેણે માત્ર બે સિંગલ આપ્યા. આ પછી સ્પિનર દીપ્તિ શર્મા તેની બીજી ઓવર લાવી, જેના છેલ્લા બોલ પર સિદ્રા અમીને કવર પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો. દીપ્તિની ઓવરમાં પાંચ રન આવ્યા.
-
પાકિસ્તાનને પહેલો ફટકો 28 રન પર લાગ્યો
પાકિસ્તાનને પહેલો ફટકો 28 રનના સ્કોર પર લાગ્યો હતો. રાજેશ્વરી ગાયકવાડે ઓપનર જવેરિયા ખાનને ઝુલન ગોસ્વામીના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 28 બોલમાં 11 રનની ઇનિંગ રમી હતી. 11 ઓવર પછી પાકિસ્તાને એક વિકેટના નુકસાને 28 રન બનાવ્યા હતા. હાલમાં, સુકાની બિસ્માહ મારૂફ ઝીરો અને સિદ્રા અમીન 38 બોલમાં 16 રન બનાવીને ક્રિઝ પર છે.
ICC Women’s WC. WICKET! 10.6: Javeria Wadood 11(28) ct Jhulan Goswami b Rajeshwari Gayakwad, Pakistan Women 28/1 https://t.co/4cJznDnUiC #INDvPAK #CWC22
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
10 ઓવર પછી ભારતને પહેલી સફળતા મળી, જવેરિયા ખાન આઉટ
ઝુલન ગોસ્વામી નવમી ઓવર લઈને આવી અને તેણે પાંચ રન આપ્યા. સિદ્રા અમીને ઓવરના ચોથા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો હતો.
-
પાકિસ્તાની ટીમનો પ્રથમ ચોગ્ગો
મેઘના સિંહે આઠમી ઓવર લાવી અને આ ઓવરમાં પાકિસ્તાનના ખાતામાં પહેલી બાઉન્ડ્રી આવી. ઓવરના ચોથા બોલ પર અમીને કવર પર ચોગ્ગો ફટકાર્યો. આ સિવાય ઓવરના કોઈપણ બોલ પર કોઈ રન આવ્યો ન હતો.
-
21 બોલ બાદ પાકિસ્તાનના ખાતામાં રન આવ્યો
IND vs PAK, લાઈવ સ્કોર: ભારતની ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ પાંચમી ઓવર ફેંકી. ઓવરના છેલ્લા બોલ પર અમીને થર્ડ મેન તરફ શોટ રમ્યો અને સિંગલ લીધો. 21 બોલ બાદ પાકિસ્તાનના ખાતામાં એક રન આવ્યો છે.
-
મેઘના સિંહની મેડન ઓવર
જમણા હાથની ફાસ્ટ બોલર મેઘના સિંહે તેની પ્રથમ ઓવર ફેંકી અને તે ઓવર મેઇડન હતી. ભારત માટે પ્રારંભિક સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો જ તે પાકિસ્તાન પર દબાણ બનાવી શકશે.
-
Ind vs Pak Live Score: પાકિસ્તાનનો સ્કોર 5-0
પાકિસ્તાનની ટીમે 4 ઓવરમાં 5 રન બનાવ્યા છે.ઝુલન ગોસ્વામીએ પ્રથમ ઓવરમાં જ 4 રન આપ્યા આ ઓવરમાં તેણે વાઈડ બોલ નાખ્યો હતો.
-
Ind vs Pak Live Score: ભારતે પાકિસ્તાન સામે જીતવા માટે 245 રનનો લક્ષ્યાંક રાખ્યો
ભારતે પાકિસ્તાન સામે જીતવા માટે 245 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્મૃતિ મંધાના (52), દીપ્તિ શર્મા (40), સ્નેહ રાણા (53) અને પૂજા વસ્ત્રાકરે (67) ભારત માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી નિદા દાર અને નશરા સંધુએ 2-2 વિકેટ લીધી હતી.
-
પાકિસ્તાનની બેટિંગ શરૂ
પાકિસ્તાનની બેટિંગ શરૂ થઈ ગઈ છે અને સિદરા અમીન-જવેરિયા ખાન બેટિંગ કરવા આવ્યા છે. ઝુલન ગોસ્વામીએ ભારત માટે બોલિંગની શરૂઆત કરી છે. પાકિસ્તાનને મેચ જીતવા માટે 245 રન બનાવવાના છે.
-
ભારતે PAKને 245 રનનો ટાર્ગેટ આપ્યો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ફિફ્ટી બનાવી હતી. તેણે 59 બોલમાં 67 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી.
Innings Break!
A stupendous 122-run stand between @Vastrakarp25 (67) & @SnehRana15 (53*) propels #TeamIndia to a total of 244/7 on the board.
Scorecard – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/xPlrNO2HZP
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
ind vs pak live score:પૂજા વસ્ત્રાકર આઉટ
છેલ્લી ઓવરના પહેલા બોલ પર વસ્ત્રાકર ફાતિમા સનાના હાથે બોલ્ડ થઈ હતી. પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં દબાણ હેઠળ તેણે 59 બોલમાં 67 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. ઝુલન ગોસ્વામીએ પણ ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
પૂજા વસ્ત્રાકરે લગાવી બાઉન્ડરી પર બાઉન્ડરી
નિદા ડારની ઓવરમાં પૂજા વસ્ત્રાકરે બે ચોગ્ગા ફટકાર્યા હતા. 35 મી ઓવરના ચોથા અને છઠ્ઠા બોલ પર પૂજાએ બાઉન્ડરી ફટકારી હતી. ખૂબ લાંબા સમય બાદ ભારત તરફ થી બાઉન્ડરી જોવા મળી હતી.
-
મિતાલી રાજ આઉટ
મિતાલી રાજ સ્કોર બોર્ડને આગળ વઘારશે એવો ભરોસો હતો, પરંતુ મિતાલી માત્ર 9 રનનુ યોગદાન આપીને પેવેલિયન પરત ફરી ગઇ હતી. ડાયના બેગે તેનો કેચ નશરા સંધૂની ઓવરમાં ઝડપ્યો હતો.
-
ભારત દબાણની સ્થિતીમાં
ભારતીય ટીમ પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ મંધના અને દિપ્તીએ સ્થિતી સંભાળી હતી, પરંતુ તે બંને પેવેલિયન પરત ફરતા ભારત દબાણની સ્થિતીમાં મુકાઇ ગયુ હતુ.
-
રિચાના રુપમાં 5મો ઝટકો
નિદા ડારે ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. આ વખતે નિદાએ રિચા ઘોષને બોલ્ડ કરી હતી. રિચા સ્લોગ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ બોલ સ્ટમ્પ સાથે અથડાયો. તેણે પાંચ બોલમાં માત્ર એક રન બનાવ્યો હતો.
-
હરમનપ્રીત આઉટ
29મી ઓવરમાં નિદા ડારે ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. કૌર એલબીડબ્લ્યુ થઈ ગઈ પરંતુ તેણી તેના પર વિશ્વાસ કરી શકી નહીં અને તેણે સમીક્ષા કરવાનું નક્કી કર્યું પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તે 14 બોલમાં 5 રન બનાવીને પરત ફર્યો હતો.
-
સ્મૃતિ મંધાના એ ગુમાવી વિકેટ
અનામ અમિનના બોલ પર સ્મૃતિ મંધાના કેચ આઉટ થઇ હતી. તેણે ખૂબ જ આસાન કેચ આપી દેતા પોતાના વિકેટ ગુમાવી હતી. સ્મૃતિ અને દિપ્તી શર્માએ ભારતની સ્થિતી મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન જ બંનેની વિકેટ એક બાદ એક ગુમાવી છે. સ્મૃતિ એ 75 બોલમાં 52 રન નોંધાવ્યા હતા.
-
દિપ્તી શર્મા એ ગુમાવી વિકેટ
મંધાના અને દિપ્તી શર્મા વચ્ચે 92 રનની શાનદાર ભાગીદારી રમત રમાઇ હતી. આ દરમિયાન ભારતને બંનેની રમત મોટા સ્કોર તરફ લઇ જશે તેવી આશા બંધાવી રહી હતી. દિપ્તીએ વ્યક્તિગત 40 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી.
-
મંધાનાએ પુરી કરી ફીફટી
સ્મૃતિ મંધાનાએ 71 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. મુશ્કેલ સ્થિતીમાં રમતને રમીને તેણે ભારતીય ટીમને આગળ વધારી હતી. તેણે દિપ્તી શર્મા સાથે મળીને 92 રનની ભાગીદારી રમત રમી હતી. મંધાનાએ 1 છગ્ગો અને 3 ચોગ્ગા પોતાની રમત દરમિયાન ફટકાર્યા હતા.
-
દિપ્તી શર્માની બાઉન્ડરી
ફાતિમા સાનાની ઓવરમાં દિપ્તીએ બાઉન્ડરી લગાવી હતી. સ્ટંપ પર ગુડ લેન્થ સાથે આવેલા બોલ પર દિપ્તીએ શોટ લગાવીને 4 રન મેળવ્યા હતા. 17 મી ઓવરના બીજા બોલે દિપ્તીએ ચોગ્ગો લગાવ્યો હતો.
-
15 ઓવર બાદ ભારતનો સ્કોર
ભારતનો સ્કોર 15 ઓવરના અંતે 64 રન પર પહોંચ્યો હતો. શેફાલી વર્માના રુપમાં ભારતે પ્રથમ 15 ઓવરની રમત દરમિયાન એક વિકેટ ગુમાવી હતી. દિપ્તી શર્મા અને સ્મૃતી મંધાનાએ બાદમાં જવાબદારી પૂર્વક રમત દર્શાવી છે.
After the loss of an early wicket, a fine 60-run partnership comes up between @mandhana_smriti & @Deepti_Sharma06.#TeamIndia 64/1 after 15 overs.
Live – https://t.co/ilSub27SR4 #INDvPAK #CWC22 pic.twitter.com/xOx2wrPKVR
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
મંધાનાની બાઉન્ડરી
15 મી ઓવર લઇને આવેલી ફાતિમા સાનાના બોલ પર સ્મૃતીએ ચોગ્ગો ફટકાર્યો હતો. સ્મૃતીએ ગેપ શોધીને બાઉન્ડરી મેળવી હતી.
-
મંધાનાની બાઉન્ડરી
નિદા ડારને વધુ એકવાર પરેશાન કરતી બાઉન્ડરી જોવા મળી હતી. સ્મૃતી મંધાનાએ શાનાદાર શોટ વડે બાઉન્ડરી મેળવી હતી અને ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં 4 રનનો ઉમેરો કર્યો હતો.
-
દિપ્તી શર્માની બાઉન્ડરી
11 મી ઓવરના બીજા બોલ પર દિપ્તી શર્માએ શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. ફાતિમા સાનાના બોલ પર દિપ્તીએ આ બાઉન્ડરી મેળવી હતી.
-
10 ઓવરના અંતે ભારતનો સ્કોર
10 ઓવરના અંતે ભારતનો સ્કોર 33 રન પર પહોંચ્યો હતો. ભારતે ખરાબ શરુઆત કરવા રુપ શેફાલી શર્માની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ભારતીય બેટ્સમેન દિપ્તી શર્મા અને સ્મૃતી મંધાનાએ ધીમી રમતના રુપે મુશ્કેલ સ્થિતીને બદલવાના પ્રયાસ વડે બેટીંગ કરી હતી. 10 ઓવરના અંતે ભારતે 1 વિકેટ ગુમાવીને 33 રનનો સ્કોર કર્યો હતો.
-
મંધાનાની શાનદાર સિક્સર
10મી ઓવર લઇને આવેલી નિદા ડારની ઓવરમાં ચોથા બોલ પર એક શાનદાર હવાઇ શોટ લગાવ્યો હતો જે બોલ બાઉન્ડરી પાસે જ પડીને રોકાઇ ગયો હતો. પરંતુ મંધાનાએ પોતાની અધૂરી રહી ગયેલ ઇચ્છાને ઓવરના અંતિમ બોલે પૂર્ણ કરી હતી. રૂમ બનાવીને મીડ ઓફ પર થી શાનદાર શોટ લગાવ્યો હતો અને જે બોલ સીધો જ બાઉન્ડરી બહાર જઇને પડ્યો હતો
-
ડાયના બેગની મેઇડન ઓવર
7મી ઓવર લઇને આવેલી ડાયના બેગે કસીને બોલીંગ કરી હતી. તેણે દિપ્તી શર્માની સામે બોલીંગ કરી હતી અને દિપ્તીએ ટીમની ખરાબ શરુઆતને સુધારવાના પ્રયાસ રુપ સંભાળીને રમવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ભારતીય ટીમનુ સ્કોર બોર્ડ ખૂબ જ ધીમુ ચાલી રહ્યુ છે.
-
મંધાનાએ લગાવ્યો ચોગ્ગો
એક ખૂબસૂરત શોટ વડે સ્મૃતી મંધાનાએ બાઉન્ડરી લગાવી હતી. રોકાઇને આવેલા બોલ પર મંધાનાએ ફ્લીક કરીને બાઉન્ડરી મેળવી હતી.
-
શેફાલી વર્માએ ગુમાવી વિકેટ
ખાતુ ખોલાવ્યા વિના જ શેફાલી વર્માએ વિકેટ ગુમાવી દીધી છે. ડાયના બેગ ત્રીજી ઓવર લઇને આવી હતી અને તેણે ઓવરના અંતિમ બોલ પર શેફાલીને પોતાનો શિકાર બનાવી હતી. આ એક વિકેટ બાદ ભારતનો સ્કોર 4 ઓવર પછી માત્ર 5 રન છે. દીપ્તિ સ્મૃતિને સપોર્ટ કરવા માટે ક્રીઝ પર આવી છે.
-
ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત
ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઓપનિંગ બેટિંગ કરી છે. બંનેએ મળીને પ્રથમ ઓવરમાં 3 રન ભેગા કર્યા હતા. આ ત્રણ રન સ્મૃતિના બેટમાંથી નીકળ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાયના બેગે પ્રથમ ઓવર ફેંકી હતી.
-
પાકિસ્તાન ટીમ
પાકિસ્તાન ઇલેવન: જવેરિયા ખાન, સિદરા અમીન, બિસ્માહ મારુફ (સી), ઓમાનિયા સોહેલ, નિદા ડાર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદ્રા નવાઝ, ડાયના બેગ, નશરા સંધુ, અનમ અમીન.
We are bowling first! #PAKvIND #CWC22 #BackOurGirls pic.twitter.com/oCpfnwFMxw
— Pakistan Cricket (@TheRealPCB) March 6, 2022
-
ભારતીય ટીમ
ઈન્ડિયા ઈલેવન: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, મિતાલી રાજ (કેપ્ટન), રિચા ઘોષ, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ.
A look at our Playing XI for the game 👇
Live – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/GjfcPt9EQv
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
-
ટોસ પર મિતાલીનું ‘રાજ’
ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે પાકિસ્તાનની ટીમ પહેલા બોલિંગ કરશે. જોકે, ટોસ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટને સ્વીકાર્યું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગતા હતા. આ મેચમાં બંને ટીમો 5-5 બોલરો સાથે મેદાનમાં ઉતરી છે.
Published On - Mar 06,2022 6:12 AM