AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન મેચ પહેલા 5 ખાસ મોટી વાતો, બુધવારે જોવા મળશે જબરદસ્ત ટક્કર!

IND-A vs PAK-A, Emerging Asia Cup: ભારતીય એ ટીમ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન-એ ટીમ સામે મેદાને ઉતરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોવાને લઈ ઇમર્જિંગ એશિયા કપનો અસલી કરંટ બુધવારે જોવા મળશે.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન મેચ પહેલા 5 ખાસ મોટી વાતો, બુધવારે જોવા મળશે જબરદસ્ત ટક્કર!
બુધવારે જોવા મળશે જબરદસ્ત ટક્કર!
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 10:19 PM
Share

ઇમર્જિંગ એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બુધવારે એક બીજાનો આમનો સામનો કરશે. ભારતીય એ ટીમ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન-એ ટીમ સામે મેદાને ઉતરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોવાને લઈ ઇમર્જિંગ એશિયા કપનો અસલી કરંટ બુધવારે જોવા મળશે. દુનિયા ભરના ક્રિકેટ ચાહકોની નજર બુધવારની મેચ પર ઠરી હશે એ નિશ્ચિત છે. બંને ટીમો જીત માટે જીવ સટોસટની બાજી ખેલતા જોવા મળશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમો જીત મેળવવા માટે ઈચ્છશે.

આ પહેલા ભારતીય ટીમ-એ ઇમર્જિંગ એશિયા કપ 2019 માં પાકિસ્તાન સામે હાર્યુ હતુ. આમ ભારતીય ટીમ હવે આ બદલો લેવા પણ ઈચ્છશે. જેને લઈ મેચની ટક્કર જબરદસ્ત બનશે એ નક્કી છે. હાઈ વોલ્ટેજ ટક્કર પહેલા કેટલીક ખાસ વાતો જાણવી જરુરી છે. અહીં પાંચ મોટી વાતો આ મેચને લઈને બતાવીશુ.

5 મોટી વાતો પર નજર

  1. ભારત અને પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની સફર દરમિયાન એક પણ વાર હારનો સામનો કર્યો નથી. આમ ભારત અને પાકિસ્તાન બંનેની ટીમોએ જીત નોંધાવી છે. ભારતીય ટીમનો નેપાળ અને યુએઈની ક્રિકેટ ટીમો સામે જીત થઈ હતી. પાકિસ્તાન-એ ટીમે પણ બંને જીત નેપાળ અને યુએઈ સામે મેળવી હતી. ઼
  2. ઇમર્જિંગ એશિયા કપમાં ભારત-એ ટીમના કેપ્ટન યશ ઢુલે સૌથી વધારે રન ભારતીય ટીમ વતી નોંધાવ્યા છે. તેણે યુએઈ અને નેપાળ સામે મળીને ટૂર્નામેન્ટમાં રમેલી બંને મેચમાં મળીને 108 રન સુકાનીએ નોંધાવ્યા છે. પાકિસ્તાન-એ ટીમ તરફથી સૌથી વધારે રન કામરાન ગુલામે નોંધાવ્યા છે. કામરાને પાકિસ્તાન તરફથી સૌથી વધારે 94 રન નોંધાવ્યા છે.
  3. ટૂર્નામેન્ટમાં ભારત-એ ટીમ વતીથી સૌથી વધારે વિકેટ ઝડપનારો બોલર હર્ષિત રાણા રહ્યો છે. આ ભારતીય બોલરે ટૂર્નામેન્ટમાં 4 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધારે વિકેટ કાસિમ અકરમે ઝડપી છે. તેણે બે મેચમાં 6 વિકેટ પોતાને નામે ઝડપી છે.
  4. ઇમર્જિંગ એશિયા કપનુ પ્રથમ સંસ્કરણ ભારતને નામે રહી હતી. વર્ષ 2013 માં રમાયેલ પ્રથમ સંસ્કરણમાં જ ભારતીય ટીમ ચેમ્પિયન બન્યુ હતુ. જ્યારે પાકિસ્તાન પ્રથમ વાર ઇમર્જિંગ એશિયા કપ ચેમ્પિયન 2019માં બન્યુ હતુ. ભારતીય ટીમ હવે બીજી વાર ઇમર્જિંગ એશિયા કપ ચેમ્પિયન બનવાના મજબૂત ઈરાદા સાથે ટૂર્નામેન્ટમાં ઉતરી છે.
  5. જબરદસ્ત થનારી ટક્કર બપોરે 2.00 કલારે શરુ થશે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. જ્યારે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમીંગ ફીનકોડ એપ પર જોઈ શકાશે.

આ પણ વાંચો : Gujarat Video: હિંમતનગરમાં ડોક્ટર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાયો, 572 કિમી દૂરથી આવેલી ટીમે છટકુ સફળ કર્યુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">