ભારતીય ટીમ ના બોલરોએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કમાલની બોલિંગ કરી હતી. બુધવારે રમાયેલી 3 મેચોની ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગને કારણે શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે સિરીઝમાં 2-1થી વિજય મેળવ્યો હતો. આ પહેલા સિરીઝ 1-1 થી બરાબરી પર હતી. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 235 રનનુ લક્ષ્ય ન્યુઝીલેન્ડ સામે રાખ્યુ હતુ. ટાર્ગટનો પિછો કરવા ઉતરેલ ન્યુઝીલેન્ડ સામે ભારતીય બોલરોએ તરખાટ મચાવતી બોલિંગ કરી હતી, તો ફિલ્ડરોએ પણ સ્ફૂર્તિલા અંદાજમાં ફરજ નિભાવી હતી. સૂર્યકુમાર યાદવે આવી જ સ્ફૂર્તીથી 3 કેચ ઝડપી સુપરમેન અંદાજ બતાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવે 2 કેચ સ્લીપમાં અને એક કેચ બાઉન્ડરી પર ઝડપ્યો હતો. સૂર્યાના કેચ આશ્ચર્યજનક હતા. તેણે ઝડપેલા કેચનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યા છે અને તેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સૂર્યાએ જબરદસ્ત અંદાજ બતાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ પાવર પ્લેમાં જ ન્યુઝીલેન્ડની અડધી ટીમને પેવેલિયન પરત કરી દીધી હતી. ન્યુઝીલેન્ડની ટીમે 5 વિકેટ માત્ર 21 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જ્યારે 66 રનમાં જ ટીમ સમેટાઈ ગઈ હતી. આમ 12. 1 ઓવરમાં જ ન્યુઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થતા 168 રનથી વિજય મેળવ્યો હતો. સૂર્યાએ આ દરમિયાન સૌથી વધારે 2 કેચ ઝડપ્યા હતા. જે કમાલના કેચ હતા અને જેના વિડીયો પણ ખૂબ વાયરલ થવા લાગ્યા છે.
ICYMI – WHAT. A. CATCH 🔥🔥#TeamIndia vice-captain @surya_14kumar takes a stunner to get Finn Allen 👏#INDvNZ | @mastercardindia pic.twitter.com/WvKQK8V67b
— BCCI (@BCCI) February 1, 2023
સૂર્યાએ પ્રથમ કેચ ફિન એલનનો ઝડપ્યો હતો. હાર્દિક પંડ્યા ઈનીંગની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને સૂર્યાએ સ્લીપમાં તેની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ બીજો કેચ ગ્લેન ફિલિપ્સનો કર્યો હતો. જે તેણે હવામાં ઉછળીને કેચ ઝડપ્યો હતો. આ કેચ પણ ખૂબ જ વખાણવા લાયક રહ્યો હતો. જ્યારે મિશેલ સેન્ટનરનો કેચ તેણે બાઉન્ડરી પર ઝડપ્યો હતો. કેચ ઝડપી ત્રણ ડગલા તે માત્ર લંગડી લેતા એક પગે ચાલ્યો હતો. આમ તેણે એટલે કર્યુ કે પગ તેનો બાઉન્ડરની ટચ ના થઈ જાય. સ્ફૂર્તીલો જોવા મળી રહેલા, સૂર્યકુમાર યાદવે બેલેન્સ બનાવી રાખીને કેચને સફળ કર્યો હતો.
2 stunning catch to Send Pavilion Finn Allen and Glenn Philips by Surya Kumar Yadav in Sleep pic.twitter.com/lQeEWiqhuP
— Riyaan (@imdeepjyotideka) February 1, 2023
કિવી બોલરો સામે સૂર્યાનુ બેટ આજે પણ આગ ઓકાવતુ જોવા મળ્યુ હતુ. સૂર્યાની ઈનીંગ ભલે નાની રહી હતી, પરંતુ તેના તેવર મુજબ આક્રમક જ જોવા મળી હતી. સૂર્યાએ 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને 24 રન નોંધાવ્યા હતા. આ માટે તેણે 13 બોલનો સામનો કર્યો હતો. સૂર્યા માર્ક બ્રેસવેલના હાથમાં કેચ ઝડપાયો હતો. તે બ્લેર ટિકનરના બોલ પર આઉટ થયો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 184.62ની રહી હતી.