IND vs NZ 3rd T20 Match Report:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરી

મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 મેચ વરસાદના કારણે ટાઈ રહી હતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

IND vs NZ 3rd T20 Match Report:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરી
:વરસાદના કારણે મેચ ટાઈ, ભારતે સિરીઝ પોતાના નામે કરીImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 5:01 PM

ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે વરસાદના કારણે ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ટાઈ રહી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 1-0થી કબજે કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. આ પછી ભારતે બીજી મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી લીધી હતી. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લક્ષ્યનો પીછો કરતા ભારતે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી વરસાદ આવ્યો અને મેચ રમાઈ શકી ન હતી. અમ્પાયરોએ મેચ ટાઈ કરી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ન્યૂઝીલેન્ડ તરફથી આ મેચમાં ડેવોન કોનવેએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સે 33 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આમ કીવી ટીમ જંગી સ્કોર સુધી જઈ શકી ન હતી.

પંત-કિશન નિષ્ફળ રહ્યા

ભારતની સામે ટાર્ગેટ બહુ મોટો ન હતો પરંતુ તેને સારી શરૂઆત મળી ન હતી. ઋષભ પંત અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી વહેલી પેવેલિયન પરત ફરી હતી. એડમ મિલ્નેએ બીજી ઓવરના છેલ્લા બોલ પર કિશન (10)ને આઉટ કર્યો હતો. પંત ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. તે માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. સાઉદીના બોલ પર શ્રેયસ અય્યર ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવ પણ માત્ર 16 રન બનાવી શક્યો હતો અને ઈશ સોઢીના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.

આ પછી હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડા પર ટીમને જીત અપાવવાની જવાબદારી હતી.  પરંતુ વરસાદ શરૂ થયો અને મેચ અટકાવી દેવામાં આવી હતી. ત્યારે પંડ્યા 30 અને હુડ્ડા નવ રન બનાવીને રમી રહ્યા હતા. અમ્પાયરોએ જોયું કે મેચ રમી શકાય તેવી સ્થિતિ નથી અને તેથી મેચ રદ કરવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડની ઇનિંગ્સ આવી રહી

ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ માટે કોનવે અને ગ્લેન ફિલિપ્સે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી હતી.પરંતુ તે પછી યજમાન ટીમે માત્ર 30 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16મી ઓવરમાં બે વિકેટે 130 રન હતો પરંતુ અર્શદીપ (37 રનમાં 4 વિકેટ) અને સિરાજ (17 રનમાં 4 વિકેટ)એ શાનદાર પુનરાગમન કરીને હરીફ ટીમને બે બોલ બાકી રાખીને જ આઉટ કરી દીધી હતી.

એલન  LBW આઉટ થતાં અર્શદીપને ભારતની પ્રથમ વિકેટ મળી હતી.ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઝડપથી રન બનાવી રહ્યા હતા. બોલિંગમાં આવેલા ફેરફારથી તેમની આશા પર પાણી ફરી વળ્યું, સિરાજે માર્ક ચેપમેન (12 બોલમાં 12 રન)ને આઉટ કર્યો. બે ઓવરમાં 33 રન આપ્યા બાદ ભારતીય બોલરો શાનદાર રીતે પાછા ફર્યા અને પછીની ચાર ઓવરમાં માત્ર 17 રન જ આપ્યા. આ પછી ફિલિપ્સ આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વિખેરાઈ ગઈ. ફિલિપ્સ 16મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. આગામી ઓવરમાં કોનવે પેવેલિયન પરત ફર્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">