ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. લખનૌમાં આજે રવિવારે સિરીઝની બીજી ટી20 મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની આગેવાની સંભાળી રહેલા હાર્દિક પંડ્યા અને ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતી સમાન છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી અને ભારતે 21 રનથી તે ગૂમાવી દીઘી હતી. આમ સિરીઝમાં ભારત 0-1 થી પાછળ છે. આવી સ્થિતીમાં લખનૌમાં આજે ભારતે મેચ જીતવી જરુરી છે. ભારતની જીત શ્રેણી બરાબર કરી શકાશે. આ માટે ભારતીય ટીમ પુરો દમ લગાવી દેશે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનો અગાઉ રાંચીમાં ફ્લોપ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરે ભારતીય ટીમને લક્ષ્ય તરફ આગળ વધારતી રમત રમી અડધી સદી નોંધાવી હતી. જોકે તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે અને જે બોલિંગ વિભાગમાં કરવામાં આવ્યો છે.
લખનૌમાં રમાઈ રહેલી બીજી ટી20 મેચમાં ભારતીય ટીમની અંતિમ ઈલેવનમાં થી ઉમરાન મલિકને બહાર કરી દેવામાં આવ્યો છે. રાંચીમાં ઉમરાન ખર્ચાળ રહ્યો હતો. તેને માત્ર એક જ ઓવર આપવામાં આવી હતી અને તેણે 16 રન ગુમાવ્યા હતા. ત્યાર બાદ હવે લખનૌમાં તેને બહાર કરી દેવામાં આવ્યો છે. મલિકના સ્થાને યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવનમાં સમાવવામા આવ્યો છે.
ન્યુઝીલેન્ડે પોતાની ટીમમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. મિશેલ સેન્ટનરની આગેવાનીમાં રાંચીમાં જીત મેળવનારી ટીમને જાળવી રાખવામાં આવી છે. આમ વિનીંગ ટીમ સાથે ટીમ ઈન્ડિયા સામે ઉતરી રહી છે.
🚨 Toss Update from Lucknow 🚨
New Zealand have opted to bat first.
One change in #TeamIndia‘s Playing XI as @yuzi_chahal is named in the side 👌
Live – https://t.co/VmThk71OWS… #INDvNZ @mastercardindia pic.twitter.com/9btnunpbkM
— BCCI (@BCCI) January 29, 2023
ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ન્યુઝીલેન્ડ ટીમઃ મિશેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, ડેન ક્લેવર.