IND Vs NZ: ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, અંતિમ ઈલેવનમાં કોને મળ્યુ સ્થાન, જુઓ Playing XI

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હવે 3 મેચોની ટી20 શ્રેણી શરુ થઈ છે. જેની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે.

IND Vs NZ: ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, અંતિમ ઈલેવનમાં કોને મળ્યુ સ્થાન, જુઓ Playing XI
India Vs New Zealand 1st T20 Match Toss and Playing 11
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 6:51 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી 3 મેચોની T20 સિરીઝ શરુ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાનુ સુકાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો વનડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ થયો હતો. ત્યાર બાદ હવે યુવા ખેલાડીઓથી સજાવાયેલી હાર્દિક એન્ડ કંપની કિવી ટીમને આજ રીતે T20 સિરીઝમાં સુપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે.

રાંચીમાં ભારતીય ટીમ માટેનો રેકોર્ડ સારો છે, અહીં એક પણ મેચ ભારત હાર્યુ નથી. T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 મેચો રમાઈ છે, જેમાં 12 મેચોમાં ભારતનો અને 9 મેચમાં ન્યુઝીલેન્ડનો વિજય થયો છે. છેલ્લે બંને વચ્ચે ન્યુઝીલેન્ડમાં રમાયેલી ટી20 સિરીઝમાં પણ હાર્દિકની આગેવાનીમાં ભારતે 1-0થી જીત મેળવી હતી.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

પૃથ્વી શોએ હજુ રાહ જોવી પડશે

ભારતીય સ્ક્વોડમાં પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ તેણે ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવનમાં સામેલ થવા માટે વધુ રાહ જોવી પડશે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટી20 ટીમમાં તેને સ્થાન મળ્યુ નથી. ઓપનીંગ જોડીના રુપમાં હજુ શુભમન ગિલ અને ઈશાન કિશન જોવા મળશે. આ અંગે ગુરુવારે જ પંડ્યાએ કહ્યુ હતુ.

યુઝવેન્દ્ર ચહલને બેન્ચ પર બહાર બેસવુ પડ્યુ છે. હાર્દિક પંડ્યાએ સ્ટાર બોલર ચહલને અંતિમ ઈલેવન માટે પસંદ કર્યો નથી. ખાસ કરીને શ્રીલંકા સામેની ટી20 સિરીઝની પ્લેઈંગ ઈલેવન જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

India vs New Zealand Playing XI

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી, બ્લેર ટિકનર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">