IND vs NEP : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું
India vs nepal Asia Cup 2023 live cricket score: એશિયા કપ 2023 ની બીજી મેચમાં, ટીમ ઈન્ડિયાએ (India vs nepal) ફરીથી ટોસ જીત્યો, આ વખતે બોલિંગ પસંદ કરી, મોહમ્મદ શમીને જસપ્રિત બુમરાહની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો.

એશિયા કપ 2023માં (Asia Cup 2023) પાકિસ્તાન સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ ટીમ ઈન્ડિયા હવે સંપૂર્ણ મેચ રમવા પર નજર રાખી રહી છે. ટૂર્નામેન્ટમાં રોહિત શર્માની ટીમનો બીજો મુકાબલો નેપાળ સાથે થશે. સુપર 4માં પહોંચવા માટે બંને ટીમોને જીતવી જરૂરી છે. પરંતુ આ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે. જો આ મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો ટીમ ઈન્ડિયાને વધુ એક પોઈન્ટ મળશે. આ સાથે તે કુલ 2 પોઈન્ટ સાથે સુપર 4માં પહોંચી જશે. આ મેચ પહેલા જસપ્રીત બુમરાહ પણ મુંબઈ પરત ફરવાના સમાચાર છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન લઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા નેપાળ સામેની મેચ પરથી જ નક્કી થશે. જો નેપાળ સામે જીત મળે અથવા વરસાદને કારણે મેચ રદ થાય તો ટીમ ઈન્ડિયા સુપર 4માં પહોંચી જશે અને સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે.
LIVE NEWS & UPDATES
-
India vs nepal cricket live score : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું
India vs nepal cricket live score : વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલ ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતે એશિયા કપમાં સુપર 4 રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું હતું. વરસાદના કારણે મેચ લાંબા સામે સુધી બંધ રહ્યા બાદ ભારતને મેચ જીતવા 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાના બંને ઓપનરોએ આસાનીથી હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેએ નેપાળ સામે ફિફ્ટી ફટકારી હતી.
-
India vs nepal match live score : શુભમન ગિલની ફિફ્ટી
India vs nepal match live score : એશિયા કપમાં ભારત સુપર-4 રાઉન્ડ માં ક્વોલિફાય કરવા તારફ આગળ વધી રહ્યું છે. રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને વરસાદ બાદ દમદાર શરૂઆત અપાવી હતી. બંનેએ નેપાળ સામે પોતાની અર્ધસદી પૂર્ણ કરી હતી. રોહિત શર્માએ તેની વનડે કારકિર્દીની 49 મી ફિફ્ટી ફટકારી હતી.
-
-
India vs nepal live score: રોહિતની દમદાર ફિફ્ટી
India vs nepal live score: ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં વરસાદ બંધ થયા બાદ 145 રનના ટાર્ગેટનો પીછો કરતાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ફટકાબાજી શરૂ કરી હતી. રોહિત શર્માએ 39 બોલમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે 100 રન પણ પૂરા કરી લીધા હતા.
-
IND vs NEP cricket live score: મેચ ફરી થઈ શરૂ
IND vs NEP cricket live score: વરસાદના કારણે લાંબા સામે સુધી મેચ બંધ થયા બાદ ફરી એકવાર ભારત અને નેપાળ વચ્ચેનો મુકાબલો શરૂ થઈ ગયો છે. નેપાળ સામે ભારતને હવે મેચ જીતવા 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતના બંને ઓપનરો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ક્રિઝ પર પહોંચી ગયા છે.
-
IND vs NEP live score : 10:15 વાગ્યે મેચ શરૂ થશે
IND vs NEP live score : વરસાદ બંધ થતા ફરી એકવાર ભારત અને નેપાળ વચ્ચેની મેચ શરૂ થશે. હવે મેચ 10:15 વાગ્યે શરૂ થશે. ભારતને મેચ જીતવા 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે 2.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 17 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલ ક્રિઝ પર બેટિંગ કરવા આવશે.
-
-
India vs nepal cricket live score : મેચ 20-20 ઓવરની હોઈ શકે
India vs nepal cricket live score : વરસાદ બંધ થઈ ગયો છે. કવર દૂર કરવામાં આવ્યા છે. મેદાન સુકાઈ રહ્યું છે. મેચ 20-20 ઓવરની હોઈ શકે છે. ખેલાડીઓ મેદાનમાં પહોંચી ગયા છે. બંને દેશના કપ્તાનો સાથે અમ્પાયરોની થઈ વાતચીત. જલ્દી મેચ શરૂ થવા અંગે નિર્ણય લેવાશે.
-
India vs nepal match live score : વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ
India vs nepal match live score : એશિયા કપમાં પહેલા પાકિસ્તાન સામે અને હવે નેપાળ સામે ભારતની મેચમાં વરસાદ વિલન બન્યો છે. પાકિસ્તાન સામેની મેચ વસરદના કારણે રદ્દ કરવામાં આવી હતી, હવે નેપાળ સામને મેચના પણ આવા જ હાલ થયા છે. ભારતની ઈનિંગમાં વરસાદ શરૂ થયા બાદ હજી સુધી મેચ ફરી શરૂ થઈ શકી નથી.
-
India vs nepal live score: વરસાદના કારણે મેચ ફરી રોકવામાં આવી
India vs nepal live score: ભારત-નેપાળ વચ્ચેની મેચમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ભારતની ઈનિંગ શરૂ થવાના થોડા સમય બાદ ફરી રમત બંધ કરવામાં આવી હતી. મેચ રોકવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 2.1 ઓવરમાં 17 /0 હતો. શુભમન ગિલ 12 અને રોહિત શર્મા 4 રન બનાવી ક્રિઝ પર હાજર હતા. ભારતને મેચ જીતવા હજી વધુ 214 રનની જરૂર છે.
-
IND vs NEP cricket live score: ભારતની ઈનિંગ થઈ શરૂ
IND vs NEP cricket live score: 231 રનના ટાર્ગેટનો પીછો કરવા ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલ મેદાનમાં. ભારતની ઈનિંગ થઈ શરૂ. ભારત મેચ જીતી સુપર-4 માં પ્રવેશ કરવા ઇચ્છશે. નેઅપલ ઝટકો આપી શકે છે.
-
IND vs NEP live score : એશિયા કપમાં સુપર 4માં સ્થાન મેળવવા ભારતને 231 રનની જરૂર
IND vs NEP live score : એશિયા કપ 2023માં ભારતે આગામી રાઉન્ડમાં પ્રવેશવા 231 રનનો ટાર્ગેટ ચેઝ કરવો પડશે. જો ભારત આ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહેશે તો ટીમ એશિયા કપમાંથી બહાર થઈ શકે છે. જો વરસાદ ફરી પડે છે અને મેચ રદ કરવામાં આવે તો ભારત સીધું જ સુપર 4માં ક્વોલિફાય થશે. ભારતની મજબૂત બેટિંગ લાઈન નેપાળના બોલરોનો સામનો કરવા જલ્દી મેદાનમાં ઉતરશે.
-
IND vs NEP cricket live score: નેપાળ સામે ભારતને જીતવા 231 રનનો ટાર્ગેટ
IND vs NEP cricket live score: એશિયા કપમાં ભારત સામે નેપાળે પહેલા બેટિંગ કરતાં 230 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી મહોમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
-
India vs nepal match live score : 43 ઓવર પછી નેપાળનો સ્કોર 197 રન
India vs nepal match live score : 43 ઓવર પછી નેપાળનો સ્કોર 7 વિકેટે 197 રન છે. હાલ સોમપાલ કામીની સાથે સંદીપ લામિછાણે ક્રિઝ પર છે. અહીંથી નેપાળની ટીમ 50 ઓવર રમવાનો પ્રયાસ કરશે. સોમપાલ કામી 27 રને રમી રહ્યો છે.
-
India vs nepal live score: દીપેન્દ્ર સિંહ એરી થયો આઉટ
India vs nepal live score: નેપાળે તેની સાતમી વિકેટ 42મી ઓવરમાં 194ના કુલ સ્કોર સાથે ગુમાવી હતી. દીપેન્દ્ર સિંહ એરી 25 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. તેને હાર્દિક પંડ્યાએ LBW આઉટ કર્યો હતો.
-
IND vs NEP cricket live score: 40 ઓવર પછી નેપાળનો સ્કોર 184 રન
IND vs NEP cricket live score: 40 ઓવર બાદ નેપાળનો સ્કોર 6 વિકેટે 184 રન થઈ ગયો છે. દીપેન્દ્ર સિંહ એરે 28 રને અને સોમપાલ કામી 16 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 40 રનની ભાગીદારી થઈ છે.
-
India vs nepal match live score : વરસાદ બંધ થતાં મેચ ફરી શરૂ
India vs nepal match live score : ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં વરસાદ બંધ થતાં મેચ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. મેચમાં ઓવરમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. નેપાળની ટીમ 50 ઓવરની ઈનિંગ રમી શકશે. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પહોંચ્યા. મેચ ફરી શરૂ કરવામાં આવી.
-
IND vs NEP live score : મેચ 6:45 વાગ્યે શરૂ થઈ શકે છે
IND vs NEP live score : બે ઓનફિલ્ડ અમ્પાયર અને ફોર્થ અમ્પાયર મેદાનમાં પહોંચ્યા. જો રમત 15 મિનિટમાં ફરી શરૂ થઈ શકે તો ઓવરોમાં કોઈ ઘટાડો થઈ શકશે નહીં. મેચ 6:45 વાગ્યે શરૂ થઈ શકે છે. મેચમાં કોઈ ઓવર ઘટાડવામાં નહીં આવે. નેપાળે 37.5 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા છે. દિપેન્દ્ર સિંહ 27 રને અને સોમપાલ 11 રને રમી રહ્યા છે.
-
IND vs NEP cricket live score: પલ્લેકેલેમાં વરસાદ બંધ થતા કવર્સ હટાવાયા
IND vs NEP cricket live score: પલ્લેકેલેમાં વરસાદ બંધ થઈ ગયો છે. કવર દૂર કરવામાં આવી રહ્યા છે. મેચ થોડા સમયમાં શરૂ થઈ શકે છે. નેપાળની બેટિંગ જલ્દી શરૂ થશે. ભારત જલ્દી નેપાળએ ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે.
-
India vs nepal cricket live score : વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી, નેપાળ 178/6
India vs nepal cricket live score : વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. નેપાળે 37.5 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા છે. દિપેન્દ્ર સિંહ 27 રને અને સોમપાલ 11 રને રમી રહ્યા છે. જો વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થશે અને નેપાળ બેટિંગ ન કરી શકે તો ભારતને મેચ જિતાવ 37 ઓવરમાં 207 રનનો ટાર્ગેટ મળશે.
-
India vs nepal match live score : વરસાદના કારણે મેચ અટકી
ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપના મુકાબલામાં વરસાદ પડતા ફરી એકવાર મેચ રોકવામાં આવી છે. નેપાળની ટીમે 37.5 ઓવરમાં 178 રન બનાવી લીધા છે. નેપાળની છ વિકેટ પડી ગઈ છે. રવીન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ જ્યારે મહોમાંડ સિરાજે બે વિકેટ ઝડપી છે. શાર્દૂલ ઠાકુર એક વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
-
IND vs NEP cricket live score: ગુલશન ઝા થયો આઉટ
IND vs NEP cricket live score: એશિયા કપમાં ભારત સામેની મેચમાં નેપાળની છઠ્ઠી વિકેટ પડી હતી. ભારતના મહોમ્મદ સિરાજે નેપાળના ગુલશન ઝાને આઉટ કરી ભારતને . છઠ્ઠી સફળતા અપાવી હતી. ભારતીય બોલિંગ સામે નેપાળના બેટ્સમેનો ફ્લોપ શો. દિપેન્દ્રસિંહ આરી અને સોમપાલ કામી ક્રિઝ પર હાજર. નેપાળે 32 ઓવરમાં છ વિકેટ ગુમાવી.
-
IND vs NEP cricket live score: આસિફ શેખ ફિફ્ટી ફટકારી થયો આઉટ
IND vs NEP cricket live score: આસિફ શેખ ફિફ્ટી ફટકારી આઉટ થયો. નેપાળે પાંચમી વિકેટ ગુમાવી. ભારતને પાંચમી સફળતા મળી. નેપાળે તેની પાંચમી વિકેટ 132ના સ્કોર પર ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે સેટ બેટ્સમેન આસિફ શેખને 58ના સ્કોર પર આઉટ કર્યો. વિરાટ કોહલીએ કેચ ઝડપ્યો હતો. આસિફ 97 બોલમાં 58 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને પોતાની અડધી સદીની ઈનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
-
IND vs NEP cricket live score: આસિફ શેખે 50 રન પૂરા કર્યા
IND vs NEP cricket live score: આસિફ શેખે 50 રન પૂરા કર્યા. આસિફ શેખે વનડે ની 10 મી અડધી સદી પૂરી કરી છે. નેપાળના વિકેટકીપર આસિફ શેખે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. આસિફે 88 બોલમાં 7 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. 27.5 ઓવરમાં ચાર વિકેટે 119 રન છે. આસિફ અને ગુલશન ઝા ક્રિઝ પર છે.
-
IND vs NEP live score : નેપાળને ચોથો ઝટકો
IND vs NEP live score : 101ના સ્કોર પર નેપાળને ચોથો ઝટકો લાગ્યો છે. રોહિત બાદ કુશલ પણ આઉટ થયો છે. રવિન્દ્ર જાડેજાને ત્રીજી સફળતા મળી છે. જાડેજાએ કુશલ મલ્લાને આઉટ કર્યો છે, મોહમ્મદ સિરાજે કેચ કર્યો હતો. મલ્લાએ પાંચ બોલમાં 2 રન બનાવ્યા હતા. નેપાળનો સ્કોર 22 ઓવરમાં ચાર વિકેટે 102 રન છે. આસિફ શેખ 45 અને ગુલશન ઝા 0 રન બનાવીને રમી રહ્યા છે.
-
India vs nepal cricket live score : નેપાળના 100 રન થયા પૂરા
India vs nepal cricket live score : નેપાળના ભારત સામે 100 રન પૂરા થયા છે. 21.3 ઓવરમાં નેપાળે 100 રન પૂરા કર્યો હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી.
-
India vs nepal live score: કેપ્ટનનો કેચ કેપ્ટને પકડ્યો
India vs nepal live score: રવિન્દ્ર જાડેજાએ ભારતને બીજી સફળતા અપાવી, નેપાળને 77ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો. ભીમ શાર્કી 7 રન બનાવીને આઉટ થયો હતો. નેપાળનો કેપ્ટન રોહિત પૌડેલ કંઈ ખાસ કરી શક્યો ન હતો. રોહિત પૌડેલે આઠ બોલનો સામનો કરીને 5 રન બનાવ્યા હતા. નેપાળનો સ્કોર 20.2 ઓવરમાં ત્રણ વિકેટે 94 રન છે. જાડેજા માટે આ બીજી સફળતા છે. આ પહેલા તે ભીમ શાર્કીને આઉટ કરી ચૂક્યો છે.
-
IND vs NEP cricket live score: ભીમ શાર્કી થયો આઉટ
IND vs NEP cricket live score: નેપાળને પહેલો ઝટકો 65 રનના સ્કોર પર લાગ્યો હતો. શાર્દુલ ઠાકુરે 38 રનના પર ભુર્તલને આઉટ કર્યો હતો. તેનો કેચ ઈશાન કિશને પકડ્યો હતો. આ પછી ભીમ શાર્કી આઉટ થયો છે. જાડેજાએ ભારતને બીજી સફળતા અપાવી છે. નેપાળને બીજો ઝટકો 16મી ઓવરમાં 77ના સ્કોર પર લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ભીમ શાર્કીને બોલ્ડ કર્યો. ભીમના બેટમાંથી બોલ વિકેટ સાથે અથડાયો. ભીમ સાત રન બનાવી શક્યો હતો. ભીમ અને આસિફ વચ્ચે બીજી વિકેટ માટે 12 રનની ભાગીદારી થઈ હતી. 16 ઓવર પછી નેપાળનો સ્કોર બે વિકેટે 77 રન છે. હાલમાં આસિફ શેખ અને કેપ્ટન રોહિત પૌડેલ ક્રિઝ પર હાજર છે.
-
India vs nepal cricket live score : નેપાળનો સ્કોર 15 ઓવરમાં 73/1
India vs nepal cricket live score : નેપાળે 15 ઓવરમાં 1 વિકેટના નુકસાને 73 રન બનાવ્યા છે. આસિફ શેખ 26 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે ભીમ શાર્કી 4 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. શાર્દુલ ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શાર્દુલે ઓપનર કુશલ ભર્તેલને 38 રનના પર આઉટ કર્યો હતો.
-
India vs nepal match live score : કુશલ ભુર્તેલ થયો આઉટ
India vs nepal match live score : કુશલ ભુર્તેલ આઉટ થયો. નેપાળને પહેલો ફટકો 65 રનના સ્કોર પર લાગ્યો હતો. શાર્દુલ ઠાકુરે 38 રનના સ્કોર પર ભુર્તેલને આઉટ કર્યો હતો. તેનો કેચ ઈશાન કિશને પકડ્યો હતો. તેને 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રનની ઈનિંગ રમી હતી. હાલમાં આસિફ શેખ અને ભીમ શાર્કી ક્રિઝ પર છે.
-
India vs nepal live score: નેપાળના 50 રન પૂરા થયા
India vs nepal live score: નેપાળે સારી શરૂઆત કરી છે. 9 ઓવરના અંતે તેનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 53 રન છે. કુશલ ભુર્તેલ 29 અને આશિફ શેખ 20 રને રમી રહ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને વિકેટકીપર ઈશાન કિશને એક-એક કેચ છોડ્યો છે.
-
IND vs NEP cricket live score: શ્રેયસ-કોહલી બાદ ઈશાને કેચ છોડ્યો
IND vs NEP cricket live score: શ્રેયસ અય્યરે પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર સ્લિપમાં સરળ કેચ લીધો હતો. આ પછી કોહલીએ બીજી ઓવરના પહેલા બોલ પર કવર પોઈન્ટ પર એક સરળ કેચ છોડ્યો. આ પછી વિકેટકીપર ઈશાન કિશને પાંચમી ઓવરના બીજા બોલ પર ભુર્તેલનો સરળ કેચ છોડ્યો હતો. ભારતીય ટીમે નેપાળના ઓપનરોને ત્રણ જીવનદાન આપ્યા. પાંચ ઓવર પછી નેપાળનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 23 રન છે.
-
IND vs NEP cricket live score : નેપાળનો સ્કોર 4 ઓવર પછી 18 રન
IND vs NEP cricket live score : 2 ઓવર પછી નેપાળનો સ્કોર વિના નુકશાન 8 છે.પરંતુ નેપાળને બે જીવનદાન મળ્યા છે.
-
IND vs NEP live score : નેપાળને મળ્યા બે જીવનદાન
IND vs NEP live score : નેપાળની બેટિંગ શરૂ થઈ ગઈ છે. નેપાળ તરફથી આસિફ શેખ અને કુશલ ભર્તેલ બેટિંગ કરવા ઉતર્યા છે. ભારત માટે મોહમ્મદ શમીએ પ્રથમ ઓવર ફેંકી હતી, જેમાં કુશલનો કેચ પહેલી સ્લિપમાં શ્રેયસ અય્યરે છોડ્યો હતો. ત્યાર બાદ ઈનિંગની બીજી ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીએ કવર પોઈન્ટ પર આસિફ શેખનો આસાન કેચ છોડ્યો હતો.
-
India vs nepal Live Score: પલ્લેકેલેમાં મેચ શરૂ
India vs nepal Live Score: પલ્લેકેલેમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. નેપાળ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. ભારત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ ફેંકી હતી.
-
India vs nepal Live Score: ભારતની પ્રથમ બોલિંગ, આ છે પ્લેઈંગ ઈલેવન
India vs nepal Live Score: નેપાળ સામે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર છે. બુમરાહની જગ્યાએ શમીને તક મળી છે.
Toss & Team News #TeamIndia have elected to bowl against Nepal.
A look at our Playing XI
Follow the match ▶️ https://t.co/i1KYESEMV1 #AsiaCup2023 | #INDvNEP pic.twitter.com/wX572GyE07
— BCCI (@BCCI) September 4, 2023
-
IND vs NEP Live Score: નેપાળ સામે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs NEP Live Score: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
Published On - Sep 04,2023 2:59 PM