AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG, T20 Semi Final Live Streaming: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

India Vs England Semi-Final Match Live: એડીલેડમાં થનારી ટક્કરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જે જીતશે તે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે,

IND vs ENG, T20 Semi Final Live Streaming: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડમાં ટક્કર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:02 AM
Share

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલમાં ગુરુવારે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રોહિત શર્મા એન્ડ કંપની તેમની શાનદાર લય ચાલુ રાખવા માંગે છે જેથી તેઓ ફાઇનલમાં ટિકિટ મેળવી શકે. બુધવારે રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે એડિલેડના મેદાનમાં જે પણ ટકરાશે તે મેલબોર્નમાં ખિતાબ માટે પાકિસ્તાન સામે ટકરાશે. ચાહકોને આશા છે કે 13મીએ ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થશે.

ICC ટૂર્નામેન્ટમાં છેલ્લા કેટલાક વર્ષોનો ઈતિહાસ પણ ભારતના પક્ષમાં નથી. ભારતીય ટીમ 2013થી છેલ્લા બે તબક્કાના અવરોધને પાર કરી શકી નથી. તે 2014 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં અને 2016 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હારી ગઈ હતી. ભારતીય ટીમ ગયા વર્ષે આયોજિત T20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી, તેથી આ વખતે તે વાપસી કરવા માટે બેતાબ છે.

રોમાંચક સ્પર્ધા ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી તે જાણો

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ ક્યારે રમાશે?

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ 10 નવેમ્બર (ગુરુવાર)ના રોજ રમાશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ ક્યાં રમાશે?

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ એડિલેડના એડિલેડ ઓવલ મેદાન પર રમાશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ કયા સમયે રમાશે?

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

ક્યાં થશે T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ

T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે. આ ઉપરાંત, તમે મેચના લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Tv9gujarati.com પર પણ વાંચી શકો છો.

Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
g clip-path="url(#clip0_868_265)">