IND vs ENG 4th Test Day 4 Highlights: ઇંગ્લેન્ડે વિના વિકેટે 77 રન ચોથા દિવસના અંતે કર્યા, 291 રનની જીત માટે જરુર

| Updated on: Sep 06, 2021 | 12:18 AM

India vs England 4th Test Day 4 Live Highlights: ભારતીય ટીમ આજે મેચ પર પકડ મજૂબત કરવા માટે વધુ એક મોટી ઇનીંગની રમતની અપેક્ષા બેટ્સમેન પાસે રાખશે.

IND vs ENG 4th Test Day 4 Highlights: ઇંગ્લેન્ડે વિના વિકેટે 77 રન ચોથા દિવસના અંતે કર્યા, 291 રનની જીત માટે જરુર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર પર છે. ઓવલમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારતના પક્ષે જબરદસ્ત રહ્યો હતો. ભારતીય ઓપનર રોહિત શર્માના શતક અને ચેતેશ્વર પુજારાના અર્ધશતકને લઇને ભારત ઇંગ્લેન્ડ કરતા 170 રનની સરસાઇ થી આગળ ચાલી રહ્યુ છે. જે સરસાઇ વધારવા ભારત હજુ વધુ એકાદ બે મોટી ઇનીંગની રમત બેટ્સમેન રમે તેવી અપેક્ષા આજે સેવાઇ રહેશે.

ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 270 રન કર્યા હતા. પ્રથમ દાવના અંતે ઇંગ્લેન્ડની ટીમે ભારત પર 99 રનની લીડ કરી હતી. પરંતુ ભારતીય ટીમના ઓપનર અને બીજી વિકેટની રમતે ભારતીય ટીમને ઇંગ્લેન્ડથી ગણું આગળ કરી દીધુ હતુ. ત્રીજા દિવસના અંતે 171 રન થી ભારતીય ટીમ આગળ રહી હતી. ભારત પાસે હજુ 7 વિકેટ છે અને જે સ્કોરને મજબૂત કરવા માટે પુરતી વિકેટો છે.

પ્રથમ દાવમાં ઝડપ થી વિકેટ ગુમાવી રહેલ ટીમ ઇન્ડીયાએ બીજા દાવમાં જબરદસ્ત રીતે મેચમાં પરત ફરતી રમત રમી હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરોને શનિવારની રમતમાં હંફાવી દીધા હતા. રોહિત શર્માએ 127 રનની જબરદસ્ત રમત રમી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર તેનુ પ્રથમ શતક લગાવ્યુ હતુ. આ પહેલા તેણે બે અર્ધશતક સિરીઝમાં લગાવ્યા હતા. પરંતુ શતક સુધી તેની રમતને લંબાવી શક્યો નહોતો.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Sep 2021 11:20 PM (IST)

    ચોથા દિવસની રમત સમાપ્ત ઇંગ્લેન્ડ 77-0

  • 05 Sep 2021 10:50 PM (IST)

    ડીપ એક્સ્ટ્રા કવર પર હમિદની બાઉન્ડરી

  • 05 Sep 2021 10:30 PM (IST)

    હસિબની બાઉન્ડરી

    હસિબ હમિદે જાડેજાની ઓવર દરમયાન ચોગ્ગા લગાવ્યો હતો.

  • 05 Sep 2021 10:10 PM (IST)

    રવિન્દ્ર જાડેજા બોલીંગમાં

  • 05 Sep 2021 10:09 PM (IST)

    ડ્રિક્સ બ્રેક નો સમય

    ઇંગ્લેન્ડ વિના વિકેટે 37

  • 05 Sep 2021 10:01 PM (IST)

    હસિબ હમિદની બાઉન્ડરી

  • 05 Sep 2021 09:54 PM (IST)

    રોરી બર્ન્સનો ચોગ્ગો

  • 05 Sep 2021 09:14 PM (IST)

    ઇંગ્લેન્ડની ચોથી ઇનીંગ શરુ

  • 05 Sep 2021 08:52 PM (IST)

    466 રને ટીમ ઇન્ડીયા ઓલઆઉટ, 367 રનની લીડ

    ઉમેશ યાદવની વિકેટ સાથે જ ભારતનો બીજો દાવ સમાપ્ત થયો હતો.

  • 05 Sep 2021 08:49 PM (IST)

    ઉમેશ યાદવે લગાવ્યો શાનદાર છગ્ગો

  • 05 Sep 2021 08:42 PM (IST)

    જસપ્રિત બુમરાહ આઉટ

    વોક્સના બોલ પર શોટ લગાવવા જતા મોઇન અલીએ તેનો કેચ ઝડપ્યો હતો.

  • 05 Sep 2021 08:41 PM (IST)

    બુમરાહની શાનદાર બાઉન્ડરી

  • 05 Sep 2021 08:40 PM (IST)

    અંતિમ સેશનની રમત શરુ

  • 05 Sep 2021 08:12 PM (IST)

    ટી બ્રેક - બીજા સેશનની રમત સમાપ્ત

  • 05 Sep 2021 08:10 PM (IST)

    બુમરાહનો વધુ એક ચોગ્ગો

    મોઇન અલીના બોલને બુમરાહ બાઉન્ડરીની પાર મોકલવામાં સફળ રહ્યો હતો.

  • 05 Sep 2021 08:02 PM (IST)

    બુમરાહ નો ચોગ્ગો

    જસપ્રિત બુમરાહે જો રુટ ના બોલ પર ગેપ નિકાળી બાઉન્ડરી મેળવી હતી. બુમરાહ અને ઉમેશ યાદવ રમતમાં છે.

  • 05 Sep 2021 07:55 PM (IST)

    ઉમેશ યાદવ એ લગાવી સિક્સ

    ઉમેશ યાદવે મોઇન અલીના બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો.

  • 05 Sep 2021 07:49 PM (IST)

    પંત આઉટ .. ફીફટી બાદ તુરત ગુમાવી વિકેટ

    ઋષભ પંત મોઇન અલીના બોલને સ્ટ્રેઇટમાં સીધો ફટકારવાની કોશીષમાં મોઇનના હાથમાં કેચ આપી બેઠો હતો. આમ ફીફટી પુરી કરતા જ તે પેવેલિયન પરત ફર્યો હતો.

  • 05 Sep 2021 07:46 PM (IST)

    પંતની ફીફટી

    ઋષભ પંતે એક રન લઇને પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ.

  • 05 Sep 2021 07:43 PM (IST)

    શાર્દૂલ ઠાકુર આઉટ

    જો રુટ ખુદ બોલીંગ માટે આવ્યા હતા. જેમને પંત અને શાર્દૂલની જોડી તોડવામાં સફળતા મળી હતી. શાર્દૂલ ઠાકુલ 60 રન કરીને આઉટ થયો હતો. બંને એ શતકીય ભાગીદારી રમત રમી હતી.

  • 05 Sep 2021 07:34 PM (IST)

    એન્ડરસન પર પંતનો ચોગ્ગો

    ઋષભ પંતે એન્ડરસના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. એન્ડરસની ઓવરમાં જ ઠાકુરે પણ ચોગ્ગો લગાવ્યો હતો. આમ હવે છેલ્લી કેટલીક ઓવર થી બંને બેટ્સમેનોએ રમતની આક્રમકતા વધારી દીધી છે.

  • 05 Sep 2021 07:32 PM (IST)

    ઠાકુરના ચોગ્ગા સાથે ભારતના 400 રન પુરા

  • 05 Sep 2021 07:30 PM (IST)

    શાર્દૂલ ઠાકુરની ફીફટી

    શાર્દૂલ ઠાકુરે પ્રથમ દાવમાં પણ અર્ધશતક લગાવ્યુ હતુ. સતત બીજુ અર્ધશતક ઠાકુરે ઓવલના મેદાન પર લગાવવામાં સફળતા મેળવી હતી. ચોગ્ગા અને છગ્ગા થી સજાવેલુ તેનુ અર્ધશતક દર્શકોના મનોરંજન માટે ખુશ કરી દેનારુ હતુ.

  • 05 Sep 2021 07:30 PM (IST)

    પંતની બાઉન્ડરી

    પંતે વિકેટકીપરની પાસે થઇને બોલને બાઉન્ડરી મેળવી હતી.

  • 05 Sep 2021 07:27 PM (IST)

    ઠાકુરની જબરદસ્ત સિક્સ ..

  • 05 Sep 2021 07:24 PM (IST)

    ઠાકુરની શાનદાર બાઉન્ડરી

  • 05 Sep 2021 07:22 PM (IST)

    નસીબે બચ્ચો પંત...

    ઋષભ પંતે બોલને ફટકારીને રન લેવા માટે દોડી પડ્યો હતો. શાર્દૂલ ઠાકુરના ના છતાં પણ તે દોડવા લાગ્યો હતો અને બાદમાં તે પરત ફરી ગયો હતો. જોકે બોલ મોઇન અલીના હાથમાં આવતા જ તેણે અડધી પીચે પહોંચેલા પંતને આઉટ કરવા થ્રો લગાવ્યો. પરંતુ નસીબે તે બોલ સ્ટંપને વાગ્યા વિના પસાર થયો. હસિબ પણ બોલને પકડીને પાછો થ્રો કરવામાં બોલને પગમાં શોધતો રહ્યો. આમ રમૂજી સ્થિતી વચ્ચે પંત રન આઉટ થી બચી ગયો હતો. આ એક આસાન રન આઉટ થઇ શક્યો હતો. પરંતુ નસીબે તે બચ્યો હતો.

  • 05 Sep 2021 06:44 PM (IST)

    પંત અને ઠાકુરની અર્ધશતકીય ભાગીદારી

  • 05 Sep 2021 06:34 PM (IST)

    શાર્દૂલ ઠાકુરનો ચોગ્ગો

    ઠાકુરે મોઇન અલીની ઓવરમાં  ચોગ્ગો લગાવ્યો હતો તેને રોકવા માટે જો રુટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી.

  • 05 Sep 2021 06:33 PM (IST)

    વન બાઉન્સ બાઉન્ડરી .. પંતનો ચોગ્ગો

    મોઇન અલીના બોલ પર ઋષભ પંતે શાનદાર શોટ સ્ટ્રેઇટમાં લગાવ્યો હતો. સીધો જ લગાવેલ શોટ વડે વન બાઉન્સ ચોગ્ગો મળ્યો હતો.

  • 05 Sep 2021 06:13 PM (IST)

    લંચ બીજા સત્રની રમત શરુ

  • 05 Sep 2021 05:35 PM (IST)

    લંચ બ્રેક ભારત 230 રની આગળ

  • 05 Sep 2021 05:30 PM (IST)

    શાર્દૂલની લોંગ ઓન બાઉન્ડરી

    શાર્દૂલ ઠાકુરે વધુ એક બાઉન્ડરી લગાવી હતી. લોંગ ઓન પર રહી હતી તેની આ બાઉન્ડરી લગાવી હતી.

  • 05 Sep 2021 05:28 PM (IST)

    શાર્દુલની ડીપ એક્સ્ટ્રા કવર બાઉન્ડરી

    શાર્દુલ ઠાકુરે ડીપ એકસ્ટ્રા કવર બાઉન્ડરી લગાવી હતી. તેનો આ શાનદાર શોટ રહ્યો હતો જેની પર તેેણે ચોગ્ગો મેળવ્યો હતો. મોઇન અલી ના બોલ પર તેણે પુરા ટાઇમીંગ થી શોટ લગાવ્યો હતો.

  • 05 Sep 2021 05:05 PM (IST)

    મોટો ઝટકો, કોહલી આઉટ...

    ભારતીય ટીમને માટે મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રથમ સેશનનમાં ભારતે એક બાદ એક ત્રણ મહત્વની વિકેટ ગુમાવી છે. જેમાં કોહલની 44 રને વિકેટ ગુમાવી હતી.

  • 05 Sep 2021 05:03 PM (IST)

    અનોખો છગ્ગો ...

    ઋષભ પંતે મોઇન અલીના બોલ પર એક શોટ લગાવ્યો હતો. તે બોલ પર કોહલીએ દોડીને બે રન મેળવ્યા હતા. પરંતુ ફિલ્ડરે ઓવર થ્રોમાં બોલને બાઉન્ડરીના પાર મોકલતા 6 રન ભારતના ખાતામાં જમા થયા હતા.

  • 05 Sep 2021 05:01 PM (IST)

    મોઇન અલી ફરી બોલીંગમાં

  • 05 Sep 2021 04:58 PM (IST)

    કોહલી એ લગાવી બાઉન્ડરી

    વિરાટ કોહલી હવે સુરક્ષીત રીતે રમવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમ્યાન તે વચ્ચે વચ્ચે ખરાબ બોલ પર બાઉન્ડરી મેળવતો રહે છે. ઓવર્ટનની બોલ પર બાઉન્ડરી કોહલી એ મેળવી હતી.

  • 05 Sep 2021 04:56 PM (IST)

    ભારતે 300 નો આંક પાર કર્યો

  • 05 Sep 2021 04:30 PM (IST)

    રહાણે શૂન્ય પર પેવેલિયન પરત

    ક્રિસ વોક્સ બોલીંગમાં આવતા જ આફત રુપ  બન્યો છે પહેલા રવિન્દ્ર જાડેજા અને બાદમાં અજીંક્ય રહાણેની વિકેટ ઝડપી લીધી છે. આમ ટીમ ઇન્ડીયાની ખુશીઓને પલટી દેવા રુપ તેણે આક્રમક બોલીંગ કરી છે. રહાણે એ આ પહેલા રીવ્યૂ લઇને એક વાર તો મેદાન પર અંપાયરના આઉટના નિર્ણય પર જીવત દાન મેળવ્યુ હતુ. પરંતુ વોક્સે તેને આ વખતે લેગ બીફોર આઉટની જાળમાં ફસાવી દીધો હતો.

    ભારત 298-5

  • 05 Sep 2021 04:17 PM (IST)

    જાડેજાની ગુમાવી વિકટે

    બોલીંગમાં પરિવર્તન કરીને ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સને બોલીંગની જવાબદારી આપી  હતી. વોક્સના બોલ પર જાડેજા LBW આઉટ થયો હતો. તે દરમ્યાર મેદાન પર અંપાયરે તેને આઉટ આપ્યો હતો. જેની પર રિવ્યૂ લીધો હતો. પરંતુ તેમાં પણ તે આઉટ જાહેર થયો હતો.

    ભારત 296-4

  • 05 Sep 2021 04:15 PM (IST)

    લોંગ ઓફ પર કોહલીની બાઉન્ડરી

    ભારત 296-3

  • 05 Sep 2021 04:08 PM (IST)

    કવર ડ્રાઇવ બાઉન્ડરી

    વિરાટ કોહલીએ જેમ્સ એન્ડરસનની ઓવર દરમ્યાન શાનદાર કવર ડ્રાઇવ લગાવી હતી. જેને દ્વારા તેના શાનદાર બાઉન્ડરી પ્રાપ્ત થઇ હતી.

    ભારત 291-3

  • 05 Sep 2021 04:07 PM (IST)

    રવિન્દ્ર જાડેજાએે લગાવી બાઉન્ડરી

    રોબિન્સન ઓવર કરી રહ્યો હતો. તેના બોલ પર શોટ લગાવીને જાડેજાએ બોલને બાઉન્ડરી બહાર મોકલ્યો હતો.

    ભારત 287-3

  • 05 Sep 2021 03:37 PM (IST)

    કોચ રવિ શાસ્ત્રી સહિત 4 સભ્યો આઇસોલેટ

    ઓવલ ટેસ્ટના ચોથા દિવસની શરૂઆત ભારત માટે થોડી સારી રહી નથી. રમતની શરૂઆત પહેલા જ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝીયોથેરાપિસ્ટ નીતિન પટેલ, જે તેમના સંપર્કમાં આવ્યા હતા, તેમને સાવચેતીના પગલા તરીકે અલગ રાખવામાં આવ્યા છે.

    આ સિવાય તમામ ખેલાડીઓનું ગઈકાલે અને આજે સવારે પણ બે વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે નેગેટિવ આવ્યું હતું અને તે પછી ખેલાડીઓને મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ચાર સભ્યોને જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી મેદાનમાં જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મેડિકલ ટીમ દ્વારા પરવાનગી આપવામાં આવે ત્યાર બાદ તેઓ મેદાનમાં પરત ફરશે.

  • 05 Sep 2021 03:33 PM (IST)

    ચોથા દિવસની રમત શરુ

    વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે, જ્યારે ઇંગ્લેન્ડ તરફ થી રોબિન્સને પ્રથમ ઓવર કરી હતી.

Published On - Sep 05,2021 3:23 PM

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">