IND vs ENG 4th Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં ભારતના 191 સામે ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી 53 રન કર્યા, બુમરાહની 2 વિકેટ

| Updated on: Sep 02, 2021 | 11:23 PM

India vs England 4th Test Day 1 Highlights: ભારતીય ટીમ ઓવલમાં છેલ્લા 50 વર્ષ થી જીત મેળવી શકી નથી. અહી ભારતીય ટીમે ઇતિહાસ બદલતી રમત દર્શાવવી પડશે.

IND vs ENG 4th Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં ભારતના 191 સામે ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી 53 રન કર્યા, બુમરાહની 2 વિકેટ

ભારતીય ટીમ (Team India) ના બેટ્સમેનો એ કંગાળ રમત રમી હતી. કોહલી અને શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) સિવાયના બેટ્સમેનોની રમત કંગાળ રહી હતી. બુમરાહે 2 વિકેટ અને ઉમેશ યાદવે રુટની વિકેટ સાથે ભારતને શાનદાર શરુઆત ઇંગ્લેન્ડ સામેની બોલીંગ ઇનીંગમાં અપાવી છે.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ઓવલ (Oval Test) માં રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ ઇનીંગ રમતા ભારતે 191 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 53 રન કર્યા હતા. ઇંગ્લેન્ડે તેના મહત્વના બેટ્સમેન જો રુટની વિકેટ ઝડપથી ગુમાવી હતી.

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. રુટની રણનિતી મુજબ જ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ટીમ (Team India) મુશ્કેલીમાં મુકાઇ ગયુ હતુ. ભારતીય ટીમ 191 રન પર જ સમેટાઇ ગઇ હતી.

પ્રથમ બંને સેશનન ઇંગ્લેન્ડના નામે રહ્યા બાદ અંતિમ સેશન ભારતના નામે રહ્યુ હતુ. બેટ થી શાર્દૂલ ઠાકુરે તોફાની અર્ધશતક લગાવ્યુ હતુ. બાદમાં બુમરાહે 2 વિકેટ ઇંગ્લેન્ડના બંને ઓપનરોને ઝડપથી આઉટ કર્યા હતા. હસિબ હમિદ શૂન્ય રને અને રોરી બર્ન્સ 5 રન કરીને આઉટ થયો હતો. જ્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલા ઇંગ્લેન્ડને કેપ્ટનની વિકેટ પણ ઝડપ થી મેળવી શકાઇ હતી. રુટે 25 બોલમાં 21 રન કર્યા હતા. તેને ઉમેશ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ મલાન 26 રન અને ક્રેગ ઓવર્ટન 1 રન સાથે રમતમાં છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 02 Sep 2021 11:16 PM (IST)

    પ્રથમ દિવસની રમતનો અંત

  • 02 Sep 2021 10:54 PM (IST)

    યાદવને મોટી વિકેટ મળી, જો રુટ બોલ્ડ

    ઉમેશ યાદવે મોટી વિકેટ મેળવી છે. યાદવે ઇંગ્લેન્ડના ઇન ફોર્મ કેપ્ટન જો રુટને ક્લીન બોલ્ડ કરી દઇ મોટી સફળતા હાંસલ કરી હતી.

    ઇંગ્લેન્ડ 53-3

  • 02 Sep 2021 10:36 PM (IST)

    રૂટે મેળવ્યા ચાર રન

    જો રુટ ફરી એકવાર સિરીઝમાં સેટ થઇ રહ્યો હોવાના સંકેત સમાન બાઉન્ડરી દ્વારા રન મેળવી રહ્યો છે. તે મક્કમતાથી તેની રમતને આગળ વધારી રહ્યો છે.

  • 02 Sep 2021 10:27 PM (IST)

    મલાનના ચાર રન

    જસપ્રિત બુમરાહની ઓવરમાં ડેવિડ મલાને ચાર મેળવ્યા હતા.

  • 02 Sep 2021 10:24 PM (IST)

    રુટની એક જ ઓવરમાં 2 બાઉન્ડરી

    ઉમેશ યાદવની ઓવર દરમ્યાન ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે બે ચોગ્ગા મેળવ્યા હતા. રુટે એક બાદ એક એમ બે ચોગ્ગા એક જ ઓવરમાં મેળવ્યા હતા.

    ઇંગ્લેન્ડ 25-2

  • 02 Sep 2021 10:19 PM (IST)

    ડેવિડ મલાનની બાઉન્ડરી

    ડેવિડ મલાને બુમરાહની ઓવર દરમ્યાન શોટ લગાવતા બાઉન્ડરી મેળવી હતી.

    ઇંગ્લેન્ડ 17-2

  • 02 Sep 2021 10:12 PM (IST)

    રુટની બાઉન્ડરી

    કેપ્ટન જો રુટ રમતમાં આવ્યા છે. તેણે બુમરાહની ઓવર દરમ્યાન ચોગ્ગો લગાવ્યો હતો.

  • 02 Sep 2021 10:04 PM (IST)

    ઇંગ્લેન્ડને બુમરાહે બીજો ઝટકો આપ્યો, હમિદ આઉટ

    ઇંગ્લેન્ડને માટે ત્રીજુ સેશન મુશ્કેલ રહ્યુ છે. પહેલા શાર્દૂલ ઠાકુરે બેટ વડે પરેશાની કરી દીધી હવે બુમરાહે બોલ વડે મુશ્કેલી સર્જી છે. ઇંગ્લેન્ડના બંને ઓપનરોની વિકેટ બુમરાહે ઝડપી છે. હસીબ હમિદને આઉટ કર્યો હતો. તે કિપર પંતના હાથમાં કેચ આઉટ થયો હતો. હમિદ શૂન્ય પર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલા બર્ન્સને ક્લીન બોલ્ડ બુમરાહે કર્યો હતો.

    ઇંગ્લેન્ડ 6-2

  • 02 Sep 2021 09:58 PM (IST)

    રોરી બર્ન્સ ક્લીન બોલ્ડ

    જસપ્રિત બુમરાહે જબરસ્ત શરુઆત કરી છે. બુમરાહે રોરી બર્ન્સને ક્લીન બોલ્ડ કરીને ઇંગ્લેન્ડના 5 રનના સ્કોર પર જ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

    ઇંગ્લેન્ડ 5-1

  • 02 Sep 2021 09:45 PM (IST)

    ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ શરુ

    રોરી બર્ન્સ અને હસિબ હમિદે ઇંગ્લેન્ડ વતી ઓપનીંગ રમતની શરુ કરી હતી.

  • 02 Sep 2021 09:31 PM (IST)

    ઉમેશ યાદવ આઉટ પ્રથમ ઇનીંગ સમાપ્ત

  • 02 Sep 2021 09:31 PM (IST)

    બુમરાહ રન આઉટ

  • 02 Sep 2021 09:28 PM (IST)

    તોફાની રમતનો અંત.. ઠાકુર આઉટ

  • 02 Sep 2021 09:25 PM (IST)

    વોક્સ પર શાર્દૂલ રોક્સ.. વધુ એક ચોગ્ગો

    શાર્દૂલ ઠાકુરે તેની તોફાની રમત સાથે ઇંગ્લીશ બોલરોની ખુશીઓને એકદમ જ માતમમાં ફેરવી દીધી છે. એક બાદ એક વિકેટ મેળવીને ઇંગ્લીશ બોલરો સવાર થી ખુશીઓ મનાવી રહ્યા હતા. પરંતુ ઠાકુરની ચોગ્ગા છગ્ગા વાળી રમતથી માતમ છવાઇ ગયો હતો.

  • 02 Sep 2021 09:21 PM (IST)

    શાર્દૂલ ઠાકુરની ત્રીજી સિક્સર.. 31 બોલમાં ફીફટી પુરી

    શાર્દૂલ ઠાકુરે તેને મળેલી તકનો પુરો ફાયદો ઓવલમાં ઉઠાવ્યો હતો. નિચલા ક્રમે આવીને પણ જબરદસ્ત રમત રમી ઇનીંગમાં સૌથી વધુ રન બનાવી ચુક્યો છે. તેણે સિક્સર સાથે પોતાની ફીફટી 31 બોલમાં પુરી કરી હતી. સાથે જ ભારતના સ્કોર બોર્ડને ઝડપ થી ફેરવીને 200 રનની નજીક પહોંચાડી દીધુ છે.

    ભારત 185-7

  • 02 Sep 2021 09:20 PM (IST)

    ઠાકુરની બાઉન્ડરી

    રોબિન્સનની ઓવરમાં શાર્દૂલ ઠાકુરે ચોગ્ગો લગાવ્યો હતો.

  • 02 Sep 2021 09:17 PM (IST)

    જબરદસ્ત ઠાકુર.. વધુ એક બાઉન્ડરી

    દિવસ ભર ખતરનાર પ્રભાવ દર્શાવનાર ઇંગ્લીશ બોલરને ત્રીજા સેશનમાં ઠાકુરે મુશ્કેલીમાં મુકી દીધો છે. વિકેટો ઝડપનારા વોક્સના બોલ પર એક બાદ એક ચોગ્ગા અને છગ્ગા લગાવી દીધા છે. વધુ એક ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 172-7

  • 02 Sep 2021 09:14 PM (IST)

    શાર્દૂલ ઠાકુરની બીજી સિકસર ...

    ઠાકુરે જબરદસ્ત રમત રમી છે. ચોગ્ગા અને છગ્ગાવાળી રમત રમીને દિવસના પ્રથમ અને બીજા સેશનની રમત જોઇ નિરાશ ક્રિકેટ ચાહકોને અંતિમ સેશનમાં ખુશ કરી દીધા છે.

  • 02 Sep 2021 09:13 PM (IST)

    ઉમેશ યાદવે ચોગ્ગો લગાવ્યો

    ઉમેશ યાદવે પણ બાઉન્ડરી મેળવી હતી. શાર્દૂલ ઠાકુરની ઉપરા છાપરી ચોગ્ગા દરમ્યાન હવે યાદવ પણ બાઉન્ડરી ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

  • 02 Sep 2021 09:04 PM (IST)

    શાર્દૂલ ઠાકુરનો વધુ એક ચોગ્ગો

    18 બોલમાં 27 રન કરી ટી20 ફોર્મેટ ની માફક શાર્દૂલ ટેસ્ટ ક્રિકેટની બેટીંગ ઓવલના મેદાનમાં કરી રહ્યો છે. ચોગ્ગા અને છગ્ગા વાળી રમત વડે, ખુશ ખુશાલ ઇંગ્લીશ ખેલાડીઓના ચહેરાઓનો રંગ ઠાકુરે બદલવા માંડ્યા છે.

  • 02 Sep 2021 08:58 PM (IST)

    સિક્સ ... શાર્દૂલ ઠાકુરનો શાનદાર શોટ

    શાર્દૂલ ઠાકુરે આગળની ઓવરમાં આક્રમક રમત દર્શાવ્યા બાદ. ઓવર્ટનની ઓવરના પ્રથમ બોલે જ મીડ ઓફ પર 78 મીટર લાંબી સિક્સ લગાવી હતી.

    ભારત 146-7

  • 02 Sep 2021 08:53 PM (IST)

    શાર્દૂલ ઠાકુરની બેક ટુ બેક બાઉન્ડરી

    શાર્દૂલ ઠાકુરે આજના દિવસના ખતરનાક રહેલા બોલર વોક્સ પર બેક ટુ બે બાઉન્ડરી લગાવી હતી. તેણે બંને બાઉન્ડરી માટે શાનદાર શોટ રમ્યા હતા. ત્રીજો શોટ પણ જરદસ્ત રહ્યો હતો. પરંતુ બાઉન્ડરી પર ફિલ્ડરે જબરદસ્ત ફીલ્ડીંગ વડે રોકી લીધો હતો. જોકે 3 રન ઠાકુરને મળ્યા હતા.

    ભારત 139-7

  • 02 Sep 2021 08:49 PM (IST)

    ઋષભ પંત આઉટ

    ભારતીય ટીમની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધતી જઇ રહી છે. પ્રથમ દિવસે જ ભારતીય ટીમ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. સાતમી વિકેટના રુપમાં ઋષભ પંતની વિકેટ ગુમાવી હતી. 9 રન કરીને તે વોક્સ ના બોલ પર આઉટ થયો હતો.

    ભારત 127-7

  • 02 Sep 2021 08:39 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

    ટી બ્રેક બાદ ઋષભ પંત અને શાર્દૂલ ઠાકુરે દિવસના અંતિમ અને ત્રીજા સેશનની રમતને શરુ કરી હતી. ભારતીય ટીમ મહત્વની વિકેટો ગુમાવવાને લઇને મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થઇ રહી છે.

  • 02 Sep 2021 08:14 PM (IST)

    ટી બ્રેક

    ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થઇ રહી છે. ભારત મોટા સ્કોર પર પ્રથમ દાવને સમાપ્ત કરે એવી શક્યતાઓ ઓછી વર્તાઇ રહી છે. ટી બ્રેક બાદ પ્રથમ દિવસની રમતનુ અંતિમ સેશન રમાશે.

    ભારત 122-6

  • 02 Sep 2021 08:07 PM (IST)

    ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી

    અજીંક્ય રહાણે ઓવર્ટનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 14 રન કરીને રહાણે પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમ લીડ્ઝ ટેસ્ટ બાદ પ્રથમ ઇનીંગમાં મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ચુકી છે.

  • 02 Sep 2021 08:03 PM (IST)

    રહાણેની સ્કેવર શોટ બાઉન્ડરી

    રહાણે એ ગેપ જોઇને સ્કેવર શોટ લગાવીને ચાર મેળવ્યા હતા. રોબિન્સનની ઓવર દરમ્યાન તેણે શાનદાર શોટ લગાવ્યો હતો. લાંબા સંય બાદ ભારતીય ટીમ માટે બાઉન્ડરી આવી હતી.

    ભારત 116-5

  • 02 Sep 2021 07:34 PM (IST)

    વિરાટ કોહલી આઉટ

    ઓલ રોબિન્સનના બોલ પર વિરાટ કોહલીએ વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ હવે એકદમ દબાણ ભરી સ્થિતીમાં આવી ચુકી છે. ભારતીય ટીમ 105 રનના સ્કોર પર જ પાંચ વિકેટ ગુમાવી દીધી છે.

  • 02 Sep 2021 07:23 PM (IST)

    કોહલીના 50 પૂરા

    વિરાટ કોહલી એ જરુરીયાતના સમયે શાનદાર ઇનીંગ રમી છે. કોહલીએ પચાસ રન પુરા કરીને ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગારવાનો પ્રયાસ કર્યો હતો.

  • 02 Sep 2021 07:17 PM (IST)

    ભારતના 100 રન પુરા

    ભારતીય ટીમે 4 મહત્વની વિકેટ ગુમાવીને 100 રનના આંકડાને સ્પર્શ્યો છે. ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થઇ રહી છે. રહાણે અને કેપ્ટન વિરાટ કોહલી બંને હાલમાં ક્રિઝ પર છે.

  • 02 Sep 2021 07:07 PM (IST)

    એન્ડરસન પર કોહલીનો ચોગ્ગો

    શાનદાર ચોગ્ગો ..  વિરાટ કોહલીના બેટ પર વચ્ચેના હિસ્સા પર આવેલા બોલને સિધો જ બાઉન્ડરીની બહાર મોકલી દીધો હતો. એન્ડરસનના બોલ પર તેણે આ બાઉન્ડરી મેળવી હતી.

    ભારત 96-4

  • 02 Sep 2021 07:06 PM (IST)

    કોહલી એ ચોગ્ગો લગાવ્યો

    વિરાટ કોહલીએ રોબિન્સનની ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો. કોહલીએ ચોગ્ગો લગાવ્યો તેના આગળના બોલે જ લેગ બાયના રુપમાં ચાર રન મળ્યા હતા.

  • 02 Sep 2021 07:03 PM (IST)

    લેગ બાયમાં બાઉન્ડરી

    રોબીનસનની ઓવરમાં વિરાટ કોહલી સ્ટ્રાઇક પર હતો અને બોલ લેગ બાયના રુપમાં બાઉન્ડરી પર પહોંચ્યો હતો.

  • 02 Sep 2021 06:50 PM (IST)

    કોહલી એ બાઉન્ડરી લગાવી

    વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે હાલમાં ક્રિઝ પર છે. કોહલીએ વોક્સની ઓવર દરમ્યાન ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 78-4

  • 02 Sep 2021 06:39 PM (IST)

    રવિન્દ્ર જાડેજાના રુપમાં ભારતને ચોથો ઝટકો

    રવિન્દ્ર જાડેજા આઉટ થઇ પેવેલિયન પરત ફર્યો છે. વોક્સની ઓવરનો છેલ્લો બોલ સટીક લાઈન પર હતો અને ઇન સ્વિંગને લઇને જાડેજાએ તેને રમવાની ફરજ પડી હતી, પરંતુ આ વખતે બોલ સ્વિંગ થયો ન હતો અને બેટની બાહ્ય ધાર લઈને પ્રથમ સ્લિપ પર રુટ પાસે ગયો, જ્યાં ઇંગ્લિશ કેપ્ટને કેચ કરી લીધો હતો. વોક્સની આ બીજી વિકેટ હતી.

    ભારત 69-4

  • 02 Sep 2021 06:32 PM (IST)

    જાડેજાએ બાઉન્ડરી લગાવી

  • 02 Sep 2021 06:20 PM (IST)

    લંચ બ્રેક બાદ રમત શરુ

    વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. બંને મક્કમતા પૂર્વક રમતને આગળ વધારવાનો પ્રયાસ શરુ કર્યો છે.

  • 02 Sep 2021 05:35 PM (IST)

    લંચ બ્રેક: ભારતનો સ્કોર 54-03

  • 02 Sep 2021 05:34 PM (IST)

    કોહલીની 2 બાઉન્ડરી

    ઓવર્ટનની ઓવરમાં વિરાટ કોહલીએ એક બાદ એક બે ચોગ્ગા લગાવ્યા હતા. ભારતીય ટીમે ટોપ ઓર્ડરની ત્રણ વિકેટો ગુમાવી છે. રવિન્દ્ર જાડેજા અને કોહલી બંને ક્રિઝ પર છે.

  • 02 Sep 2021 05:11 PM (IST)

    ચેતેશ્વર પુજારાએ ગુમાવી વિકેટ

    ચેતેશ્વર પુજારા 31 બોલમાં 4 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. પુજારાને એન્ડરસને પોતાનો શિકાર બનાવ્યો હતો. આમ ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ છે.

  • 02 Sep 2021 04:44 PM (IST)

    ભારતને બીજો ઝટકો, રાહુલ આઉટ

    ભારતે બીજી વિકેટ ગુમાવી, કેએલ રાહુલ આઉટ થયો. રોબિન્સનને વિકેટના રૂપમાં તેની સતત સારી બોલિંગનું ફળ મળ્યું છે. રોબિન્સનનો બોલ અંદર આવ્યો, જેને બચાવવા માટે રાહુલ ચૂકી ગયો. બોલ પેડની ટોચ પર ફટકો પડ્યો અને જોરદાર અપીલ થઈ. થોડી વાર વિચાર કર્યા બાદ અમ્પાયરે આઉટ આપ્યો. રાહુલે DRS લીધું, પરંતુ બચાવ થયો નહીં. કારણ કે વિકેટ લેવાની બાબત અમ્પાયરના કોલ હેઠળ આવી હતી.

  • 02 Sep 2021 04:22 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા 11 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. બોલિંગમાં પરિવર્તનથી ઇંગ્લેન્ડને પ્રથમ સફળતા મળી છે અને રોહિત આ શ્રેણીમાં પ્રથમ વખત આઉટ થયો છે. લગભગ એક વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહેલા ક્રિસ વોક્સે પોતાની પહેલી જ ઓવરના છેલ્લા બોલ પર આ વિકેટ લીધી હતી. વોક્સનો બોલ સારી લેન્થ પર રહ્યો હતો અને ઝડપથી બહાર આવ્યો હતો. જેનો રોહિતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટની ધાર લઇને અને વિકેટકીપરના હાથમાં કેચ થયો. બેરસ્ટોએ જમણી બાજુ કૂદીને સારો કેચ લીધો હતો.

  • 02 Sep 2021 03:59 PM (IST)

    રોહિત શર્માએ ચોગ્ગો લગાવ્યો

    રોહિત શર્માએ રોબિન્સનની ઓવરમાં બાઉન્ડરી લગાવી હતી. લોન્ગ ઓન પર રોહિત શર્માએ શોટ લગાવ્યો હતો.

    ભારત 21-0

  • 02 Sep 2021 03:56 PM (IST)

    રાહુલ ના બેટ થી ત્રીજો ચોગ્ગો

    એન્ડરસનના બોલ પર રાહુલે બેટ ખોલી દીધુ છે. અગાઉ સળંગ બે ચોગ્ગા તેની ઓવરમાં લગાવ્યા બાદ વધુ એક વાર ચોગ્ગો લગાવ્યો છે.

  • 02 Sep 2021 03:53 PM (IST)

    રાહુલે એન્ડરસન પર સતત બીજો ચોગ્ગો લગાવ્યો હતો

  • 02 Sep 2021 03:41 PM (IST)

    પ્રથમ ચોગ્ગો, રાહુલ ના બેટ થી..

    જેમ્સ એન્ડરસનના બોલ પર કેએલ રાહુલે બેટની બહારની કિનારીથી બોલને બાઉન્ડરી લગાવી હતી. બોલ ગેપમાંથી બહાર નિકળી હતી.

  • 02 Sep 2021 03:40 PM (IST)

    કેએલ રાહુલ અને રોહિત શર્માએ ઇનીંગની શરુઆત કરી

    ભારતીય ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્માએ ઇનીંગની શરુઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફ થી જેમ્સ એન્ડરસને બોલીંગની શરુઆત કરી હતી.

  • 02 Sep 2021 03:31 PM (IST)

    8 મહિના બાદ ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ

    અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ ઝડપી બોલર ઉમેશ યાદવ પરત ફર્યો છે. ઉમેશની 8 મહિનામાં આ પ્રથમ ટેસ્ટ મેચ છે. અગાઉ ડિસેમ્બર 2020 માં, તેણે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ રમી હતી, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો હતો અને ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં રમી શક્યો ન હતો.

  • 02 Sep 2021 03:20 PM (IST)

    ટોસ જીતીને ઇંગ્લેન્ડે બોલીંગ પસંદ કરી

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરવા નિમંત્રણ આપ્યુ છે.

Published On - Sep 02,2021 3:18 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">