IND vs ENG 3rd Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે વિના વિકેટે 120 રન સાથે 42 રનની ભારત પર લીડ મેળવી

| Updated on: Aug 25, 2021 | 11:13 PM

India vs England 3rd Test Day 1 Highlights: ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરશે. ટીમ ઇન્ડીયા હેડિંગ્લે ટેસ્ટમાં જીત મેળવવા પુરો દમ લગાવી સિરીઝમાં મજબૂત સ્થિતી સર્જવા પ્રયાસ કરશે.

IND vs ENG 3rd Test Day 1 Highlights: પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે વિના વિકેટે 120 રન સાથે 42 રનની ભારત પર લીડ મેળવી
Virat Kohli Joe Root

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય ઇનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India) ની પ્રથમ બેટીંગ ઇનીંગ 78 રન પર સમેટાઇ હતી. જ્યારે દિવસના અંતે ઇંગ્લેન્ડની ટીમે 120 રન વિના વિકેટે કર્યા હતા.

ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ ઇનીંગની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ મક્કમતાથી રમતને શરૂઆત કરી હતી. બંને એ વિકેટ ગુમાવ્યા વિના જ ભારતીય ટીમના સ્કોરને પાર કરી લીધો હતો. ભારતીય ટીમ પર ઇંગ્લેન્ડની ટીમે ભારત પર લીડ મેળવી લીધી હતી. આમ ભારતીય ટીમ માટે પ્રથમ દિવસ થી મુશ્કેલ માર્ગ શરુ થયો હતો. રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગની શરુઆત કરી હતી.

બંને ઓપનરોએ દિવસના અંત સુધી રમત રમીને અર્ધશતક જમાવ્યા હતા. હસીબ હમિદે 58 રન કર્યા હતા. જ્યારે રોરી બર્ન્સ બર્ન્સે 52 રન કર્યા હતા. આમ બંને એ ભારત પર વિશાળ લીડનો પાયો જમાવ્યો હતો.

ભારતીય ટીમ માત્ર 78 રન પર જ સમેટાઇ ગઇ હતી. માત્ર 40.4 ઓવર માં જ ભારતીય ટીમ સમેટાઇ ગઇ હતી. 78 પૈકી 16 રન તો ભારતીય ટીમના ખાતામાં એકસ્ટ્રાના રુપમાં આવ્યા હતા. દિવસના બીજા સેશનમાં જ ટીમની રમત પુરી થઇ ગઇ હતી.

કેએલ રાહુલ અને રોહિત શર્મા બેટીંગ કરવામા માટે ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર ઉતરી હતી. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલના રુપમાં ઝડપ થી પ્રથમ વિકેટ ગુમાવી હતી. બાદમાં ચેતેશ્વર પુજારાના રુપમાં ભારતે વિકેટ ગુમાવી હતી. આમ એક બાદ એક બંને વિકેટ ભારતે 4 રનના સ્કોર પર જ ગુમાવી દેતા મુશ્કેલ સ્થિતી સર્જાઇ હતી. પુજારા માત્ર 1 રન કરી ને જ આઉટ થયો હતો. જ્યારે રાહુલ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Aug 2021 11:09 PM (IST)

    પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડની 42 રનની લીડ

    ભારતીય ટીમ પર ઇંગ્લેન્ડની ટીમે ભારત પર 42 રનની લીડ મેળવી લીધી હતી. આમ ભારતીય ટીમ માટે પ્રથમ દિવસ થી મુશ્કેલ માર્ગ શરુ થયો હતો. રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગની શરુઆત કરી હતી.

    બંને ઓપનરોએ દિવસના અંત સુધી રમત રમીને અર્ધશતક જમાવ્યા હતા. હસીબ હમિદે 58 રન કર્યા હતા. જ્યારે રોરી બર્ન્સ બર્ન્સે 52 રન કર્યા હતા. આમ બંને એ ભારત પર વિશાળ લીડનો પાયો જમાવ્યો હતો.

  • 25 Aug 2021 11:00 PM (IST)

    હમિદે સ્લીપમાંથી ચોગ્ગો નિકાળ્યો

  • 25 Aug 2021 10:56 PM (IST)

    રોરી બર્ન્સે અર્ધશતક જમાવ્યુ

  • 25 Aug 2021 10:38 PM (IST)

    હસિબની ફીફટી, ઇંગ્લેન્ડનો સ્કોર 100 ને પાર

    હસિબે તેનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. તેણે શરુઆત થી જ બાઉન્ડરી લગાવવાનુ જારી રાખ્યુ હતુ. ઓપનીંગમાં આવેલા હસિબે બર્ન્સ સાથે 100 રન ઉપરાંતની ભાગીદારી રમત રમી છે.

  • 25 Aug 2021 10:27 PM (IST)

    રોરી બર્ન્સે ચોગ્ગો લગાવ્યો

    બર્ન્સ દ્રારા શામીના બોલ પર બેકવર્ડ પોઇન્ટ પર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 25 Aug 2021 10:17 PM (IST)

    હમિદની બે બાઉન્ડરી

    હમિદે મહંમદ શામીની ઓવર દરમ્યાન ત્રીજા અને પાંચમાં બોલ પર બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ ઇંગ્લેન્ડની ટીમની લીડ ભારત પર 8 રનની થઇ હતી.

    ઇંગ્લેન્ડ 86-0, લીડ-08

  • 25 Aug 2021 10:14 PM (IST)

    સળંગ ત્રણ ઓવર મેઇડન

    રવિન્દ્ર જાડેજા ની 2 અને મંહમદ સિરાજની 1 એમ સળંગ 3 ઓવર મેઇડન પસાર થઇ હતી. આણ છેલ્લા 21 બોલ થી એક પણ રન ઇંગ્લીશ બેટ્સમેન લઇ શક્યા નહોતા.

  • 25 Aug 2021 10:06 PM (IST)

    ઇંગ્લેન્ડ ની ટીમે ભારતના સ્કોરની બરાબરી

    ઇંગ્લેન્ડની ટીમે વિના વિકેટે જ ભારતીય ટીમના સ્કોરને બરાબર કરી લીધો છે. બંને ઓપનરોએ શાનદાર રમત દર્શાવી ને તેઓએ ઇંગ્લેન્ડની ટીમને બરાબરી પર લાવી દીધી હતી.

  • 25 Aug 2021 10:03 PM (IST)

    રોરી બર્ન્સ એ લગાવી સિક્સ ..

    સિરાજ ની ઓવર દરમ્યાન રોરી બર્ન્સે સિક્સ લગાવી હતી. બાઉન્ડરીના સીલસીલા બાદ સિક્સર લગાવી હતી.

  • 25 Aug 2021 10:03 PM (IST)

    રોરી બર્ન્સ ની બાઉન્ડરી

    રવિન્દ્ર જાડેજાની ઓવર દરમ્યાન ઓપનર રોરી બર્ન્સે ચોગ્ગો લગાવ્યો હતો. આમ ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમના સ્કોર ની નજીક આવી પહોંચી હતી.

  • 25 Aug 2021 09:44 PM (IST)

    બોલીંગમાં પરિવર્તન .. રવિન્દ્ર જાડેજાની બોલીંગ

    રવિન્દ્ર જાડેજાને બોલીંગમાં લાવવામાં આવ્યો હતો. જાડેજાએ તેની એક ઓવરમાં એક ચોગ્ગા સાથે 5 રન ગુમાવ્યા હતા.

  • 25 Aug 2021 09:18 PM (IST)

    હમિદની સળંગ બીજી બાઉન્ડરી

    હસિબે ઇશાંત શર્માની ઓવર દરમ્યાન સળંગ બીજી બાઉન્ડરી લગાવી હતી. આમ ઇંગ્લેન્ડની ટીમનુ સ્કોર બોર્ડ ફરતુ રહ્યુ હત, સાથે જ ભારતીય બોલરો જ્યારે વિકેટ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હમિદે બાઉન્ડરીઓ મેળવવવાનો પ્રયાસ જારી રાખ્યો છે.

    ઇંગ્લેન્ડ 45-0

  • 25 Aug 2021 09:15 PM (IST)

    હસીબ હમિદે લગાવી બાઉન્ડરી

    ઇશાંત શર્માની ઓવર દરમ્યાન હસીબે બાઉન્ડરી લગાવી હતી.

  • 25 Aug 2021 09:15 PM (IST)

    ભારતીય બોલરોને નથી મળી રહી મદદ

    ભારતીય બોલરોની ઓવરમાં બોલ સીમ થઇ રહ્યો નથી. જે રીતે ઇંગ્લેન્ડના બોલરોએ સીમ કરાવ્યા હતા. સ્વભાવિક છે કે, નવા બોલ થીમ મદદ ના મળી રહી હોય, જેના કારણે વધારે મદદ નહી મળવાને લઇને વિકેટ ના મળી શકી હોય. ઇંગ્લેન્ડના ઓપનરોએ ફણ અત્યાર સુધી પોતાને નિયંત્રીત રાખ્યા છે. ખાસ કરીને બહાર જતા બોલને છેડવાનો પ્રયાસ કર્યો નથી.

  • 25 Aug 2021 09:00 PM (IST)

    હસીબ હમિદે બાઉન્ડરી મેળવી

    મોહંમદ શામીની ઓવર દરમ્યાન કાંડાથી સંપૂર્ણ નિયંત્રીત શોટ લગાવીને હમિદે બાઉન્ડરી મેળવી હતી.

  • 25 Aug 2021 08:50 PM (IST)

    ત્રીજા અને અંતિમ સેશનની રમત શરુ

    ભારતીય ટીમના સ્કોર થી ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા સેશનની શરુઆતે 57 રન થી પાછળ હતી. ભારતે ઇંગ્લેન્ડની ટીમની વિકેટો ઝડપવી જરુરી બની ચુકી છે. આ માટે દિવસના ત્રીજા અને અંતિમ સેશનનમાં શક્ય તમામ જોર અજમાવી લેવુ પડશે.

  • 25 Aug 2021 08:14 PM (IST)

    બીજુ સેશન સમાપ્ત, ટી બ્રેક શરુ

    ઇંગ્લેન્ડ 21-0

  • 25 Aug 2021 07:57 PM (IST)

    હસિબ હમિદે બાઉન્ડરી સાથે રન મેળવવા શરુ કર્યા

    ભારતીય ટીમ એક તરફ ઇંગ્લેન્ડની ટીમને નિયંત્રણમાં રાખવાની રણનિતી અપનાવશે. પરંતુ હસિબ હબિદે સમયાંતરે બે બાઉન્ડરી લગાવી ને સ્કોર બોર્ડને ફરતુ રાખવા પ્રયાસ કર્યો હતો.

  • 25 Aug 2021 07:40 PM (IST)

    ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ શરુ, ઇશાંત શર્માની બોલીંગ

  • 25 Aug 2021 07:31 PM (IST)

    સિરાજની વિકેટ સાથે ભારતીય ઇનીંગ સમાપ્ત

    ભારતીય ટીમની અંતિમ વિકેટ ઓવર્ટને સિરાજના રુપમાં ઝડપી ને ટીમ ઇન્ડીયાની પ્રથમ બેટીંગ ઇનીંગને સમાપ્ત કરી દીધી હતી. ભારતીય ટીમે ખરાબ રમતની શરુઆત કરતા 100 ના આંકડે પણ ટીમ પહોંચી શકી નહોતી.

  • 25 Aug 2021 07:20 PM (IST)

    લાંબા સમયે બાઉન્ડરી, ઇશાંતનો ચોગ્ગો

    એક બાદ એક વિકેટોના તબક્કા બાદ હાલમાં અંતિમ વિકેટની રમત રમાઇ રહી છે. આ દરમ્યાન ઇશાંત શર્માએ બાઉન્ડરી મેળવી હતી. ઓવર્ટનના બોલ પર ઇશાંત શર્માએ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 25 Aug 2021 07:15 PM (IST)

    જસપ્રિત બુમરાહ આઉટ

    જસપ્રિત બુમરાહ ગોલ્ડન ડક આઉટ થયો હતો. સેમ કરને તેની વિકેટ ઝડપી હતી. કરને સળંગ બે બોલમાં બીજી વિકેટ ઝડપવાને લઇને હેટ્રીક ની સ્થિતી પર આવી ચુક્યો હતો. બુમરાહે રિવ્યુ લીધુ હતુ પરંતુ તેનો આઉટનો નિર્ણય યથાવત રહ્યો હતો.

    ભારત 73-9

  • 25 Aug 2021 07:12 PM (IST)

    રવિન્દ્ર જાડેજા ના રુપમાં 8 મી વિકેટ

    રવિન્દ્ર જાડેજા સેમ કરનના બોલ પર એલબીડબ્લયુ આઉટ આપવામાં આવ્યો હતો.

  • 25 Aug 2021 07:05 PM (IST)

    મોહંમદ શામી આઉટ

    રોહિત શર્મા બાદ મોહંમદ શામી પણ આઉટ થયો હતો. શામી ગોલ્ડન ડક આઉટ થયો હતો. ઓવર્ટને રોહિત શર્મા અને શામી એમ બંનેની સળંગ વિકેટ ઝડપી હતી.

    ભારત 67-7

  • 25 Aug 2021 07:03 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    ઓવર્ટનના બોલ પર રોહિત શર્માએ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ 105 બોલ ની રમત રમીને 19 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ ભારતીય ટીમ વતી લાંબો સમય ક્રિઝ પર પસાર કર્યો હતો.

  • 25 Aug 2021 06:55 PM (IST)

    જાડેજા અને રોહિત શર્મા પર જવાબદારી

    રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા બંને હાલમાં ક્રિઝ પર છે. બંને ખેલાડીઓની જોડી પર ટીમની મુશ્કેલ સ્થિતીને નિવારવાની જવાબદારી છે. બંને એ લાંબો સમય ક્રિઝ પર પસાર કરવાની જરુર છે. સાથે જ વિકેટ બચાવી રાખવી જરુરી છે.

    ભારત 67-5

  • 25 Aug 2021 06:28 PM (IST)

    ઋષભ પંત 2 રન કરી આઉટ

    રોબિન્સનના બોલ પર ઋષભ પંતે વિકેટ ગુમાવી હતી. મુશ્કેલ સમયમાં પંત વિકેટ ટકાવી શક્યો નહોતો અને માત્ર 2 રન કરીને જ પેવેલિયનનો રસ્તો પકડ્યો હતો.

    ભારત 58-05

  • 25 Aug 2021 06:14 PM (IST)

    ઋષભ પંત રોહિત શર્મા સાથે ક્રિઝ પર

    અજીંક્ય રહાણે લંચ બ્રેક પહેલા આઉટ થયો હતો. રોબિન્સને તેની વિકેટ ઝડપી હતી. રહાણેના સ્થાને હવે પંત મેદાને આવ્યો હતો.

  • 25 Aug 2021 06:14 PM (IST)

    લંચ બ્રેક બાદ બીજા સેશનની રમત શરુ

  • 25 Aug 2021 05:54 PM (IST)

    લંચ બ્રેક જારી

  • 25 Aug 2021 05:32 PM (IST)

    રહાણે આઉટ

  • 25 Aug 2021 05:30 PM (IST)

    25 ઓવરના અંતે ભારત 53-03

  • 25 Aug 2021 05:29 PM (IST)

    રહાણેની બાઉન્ડરી

    ક્રેગ ઓવર્ટનનના બોલ પર અજીંક્ય રહાણે એ ચોગ્ગો લગાવ્યો હતો. રહાણેએ ઇનીંગમાં ત્રીજો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 25 Aug 2021 04:57 PM (IST)

    અજીંક્ય રહાણે એ લગાવ્યો ચોગ્ગો

    રહાણેએ ગેપમાંથી બોલને બાઉન્ડરી પર મોકલ્યો હતો. સેમ કરનના બોલને રહાણેએ ચોગ્ગા માટે ફટકાર્યો હતો.

    ભારત 36-3

  • 25 Aug 2021 04:53 PM (IST)

    કોહલી સામે એન્ડરસન સફળ

    વિરાટ કોહલી સામે જેમ્સ એન્ડરસનનો સફળ રન ચાલુ છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ 7 વખત કોહલીને આઉટ કર્યો છે. આ કેસમાં એન્ડરસને નાથન લિયોનની બરાબરી કરી છે, જેણે કોહલીને 7 વખત તેનો શિકાર બનાવ્યો છે.

  • 25 Aug 2021 04:23 PM (IST)

    વિરાટ કોહલી ના રુપમાં ત્રીજી વિકેટ

    કોહલી પણ ઝડપ થી વિકેટ ગુમાવતા ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગઇ હતી. કોહલી 7 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 25 Aug 2021 04:14 PM (IST)

    ભારતનો પ્રથમ ચોગ્ગો

    ભારતીય ઇનિંગ્સના પ્રથમ ચાર રન આવ્યા છે અને તે કેપ્ટન વિરાટ કોહલીના બેટથી આવ્યો છે. વિરાટ કોહલીએ ફાઇન લેગ પર વિકેટ પાછળ 4 રન કર્યા હતા. ભારતીય ટીમને કોહલી અને રોહિત વચ્ચે સારી ભાગીદારીની જરૂર છે.

  • 25 Aug 2021 03:56 PM (IST)

    વિરાટ કોહલી ક્રિઝ પર

    વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારતની ખરાબ શરુઆતની સ્થિતીને સંભાળવાની જવાબદારી નિભાવવી પડશે.

  • 25 Aug 2021 03:53 PM (IST)

    પુજારા ના રુપમાં બીજો ઝટકો

    ચેતેશ્વર પુજારા ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે. તે 9 બોલમાં માત્ર 1 જ રન રમીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. પુજારાની વિકેટ એન્ડરસને ઝડપી હતી. પુજરા એ ઓફ સાઇડ ના બોલને રમવા જતા બેટની કિનારી લઇ બોલ સિધો વિકેટકીપર બટલર પાસે પહોંચ્યો હતો.

  • 25 Aug 2021 03:35 PM (IST)

    કેએલ રાહુલ શૂન્ય પર આઉટ

  • 25 Aug 2021 03:34 PM (IST)

    રાહુલ અને રોહિત ક્રિઝ પર

    કેએલ રાહુલ અને રોહિત શર્મા બંનેએ ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત કરી છે. ઇંગ્લેન્ડ તરફ થી જેમ્સ એન્ડરસને બોલીંગની શરુઆત કરી હતી.

  • 25 Aug 2021 03:26 PM (IST)

    ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી

    વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેડિંગ્લેની પીચને જોઇ તેણે ઘાસની સ્થિતીને જોઇ આશ્વર્ય વ્યક્ત કર્યુ હતુ.

Published On - Aug 25,2021 3:20 PM

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">