AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું

હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હોવા છતાં રોહિત એન્ડ કંપનીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સ્કોર સેટલ કર્યો હતો. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ અને યશસ્વી જયસ્વાલ-શુભમનના શાનદાર બેટિંગ પ્રદર્શને ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું.

Breaking News: બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું
India vs England 2nd Test
| Updated on: Feb 05, 2024 | 2:28 PM
Share

India vs England 2nd Test : હૈદરાબાદની હાર બાદ ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. રોહિત શર્માની ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનની જરૂર હતી પરંતુ બેન સ્ટોક્સની ટીમ ચોથી ઈનિંગમાં નિષ્ફળ રહી હતી. આર અશ્વિન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 106 રનથી મેચ જીતી લીધી હતી. હવે પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીએ રાજકોટમાં રમાશે.

ટીમ ઈન્ડિયાની જીત

વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં 396 રન બનાવ્યા હતા. જયસ્વાલે 209 રનની ઈનિંગ રમી હતી. આ તેના કરિયરની પ્રથમ બેવડી સદી છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં માત્ર 253 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા હતા. આ વખતે શુભમન ગિલે સદી ફટકારી.

સ્પિનર્સની જાળમાં ફસાયું ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ સ્પિનરોની જાળમાં ફસાઈ ગઈ. અશ્વિને બેન ડકેટને આઉટ કર્યો અને ત્યાર બાદ અક્ષરે બીજા દિવસે રેહાન અહમદને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ઓલી પોપની મોટી વિકેટ અશ્વિને લીધી, તે 23 રન બનાવી શક્યો હતો. જો રૂટ પણ 16 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરી રહેલા જેક ક્રાઉલે પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. કુલદીપે ક્રાઉલીને LBW આઉટ કર્યો હતો.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાને પોતાની વિકેટ ભેટમાં આપી. તે શ્રેયસ અય્યરના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો. તે આસાનીથી એક રન પૂરો કરી શક્યો હોત પરંતુ તે ઝડપથી દોડ્યો ન હતો, પરિણામે ઈંગ્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. અંતમાં બુમરાહે બેયરસ્ટો, હાર્ટલી અને શોએબ બશીરને આઉટ કરીને ઈંગ્લેન્ડનો દાવ સમેટી લીધો હતો.

આ પણ વાંચો: તોફાની સદી ફટકારવા છતાં શુભમન ગિલ શેનાથી ડરે છે? જાણો ક્રિકેટરે શું કહ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">