IND vs AUS: ભારતીય ટીમની નાગપુરમાં ‘સ્પેશિયલ પ્રેકિટસ’, બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં ખાસ તૈયારી-Video

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 5:30 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થનારી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીને લઈ માહોલ જામી રહ્યો છે. નાગપુરમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આગામી ગુરુવારથી શરુ થનારી છે.

IND vs AUS: ભારતીય ટીમની નાગપુરમાં 'સ્પેશિયલ પ્રેકિટસ', બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં ખાસ તૈયારી-Video
Team India special practice in Nagpur

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે અને જેની શરુઆત આગામી ગુરુવારે થશે. આ પહેલા હાલમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ ખૂબ પરસેવો અભ્યાસમાં વહાવી રહી છે. બંને ટીમો વચ્ચે કોઈ અભ્યાસ મેચ રમાઈ નથી અને સિધી જ ટક્કર મેદાનમાં જ થશે. આ દરમિયાન નાગપુરમાં ભારતીય ટીમ ખૂબ મહેનત કરી રહી છે. સિરીઝમાં જીત મેળવવા માટે તૈયારીઓમાં પૂરો દમ લગાવી દીધો છે. ભારતીય ખેલાડીઓને ખાસ તાલિમ અપાઈ રહી છે. જેનો વિડીયો બીસીસીઆઈએ શેર કર્યો છે.

નાગપુરમાં અભ્યાસ દરમિયાન ભારતીય બેટ્સમેનો સામે 6 બોલરોને ઉતાર્યા હતા. જે બોલરોએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવને અભ્યાસ કરાવ્યો હતો.

ટેસ્ટમાં બેસ્ટ માટે તૈયારી

ટીમ ઈન્ડિયાની નજર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનિ ટિકીટ કાપવાની છે. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમને હારનો સ્વાદ ચખાડવો જરુરી છે. ભારતીય ટીમ માટે 4 ટેસ્ટ મેચોની સિરીઝ આ માટે મહત્વની છે. આ માટે થઈને ભારતીય ટીમ સિરીઝની પ્રથમ મેચમાં જીત મેળવી અભિયાનની શરુઆત કરવા દમ લગાવશે. ભારતીય ખેલાડીઓનો નેટ્સમાં આ જ ઈરાદો હોવાનુ તેમના બોડી લેંગ્વેજ થી જોવા મળી રહ્યો છે.

બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓની તૈયારીઓનો એક વિડીયો શેર કર્યો છે. નાગપુરમાં ટેસ્ટ મેચ માટે અભ્યાસ કરી રહેલા ભારતીય ખેલાડીઓનો આ વિડીયો ક્રિકેટ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ભારતીય ખેલાડીઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ માટે તનતોડ અભ્યાસ કરી રહ્યા છે.

તૈયારી માટે 6 બોલરો ઉતાર્યા

બોર્ડે પહેલાથી જ ભારતીય ખેલાડીઓના અભ્યાસ માટે પૂરી વ્યવસ્થા કરી લીધી હતી. અભ્યાસમાં બેટરોને કોઈ કસર ના રહી જાય એ માટે ઉત્તમ નેટ્સ બોલરોની ફૌજ ઉતારી હતી. જેમાં 6 બોલરોએ ભારતીય બેટરોને તૈયારી કરાવી હતી. આ ફૌજમાં મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ મોહમ્મદ શમી અને મોહમ્મદ શમી પણ સામેલ હતા.

BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડે પણ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ પર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે તમામ ખેલાડીઓ સારી લયમાં છે અને ઓસ્ટ્રેલિયા સાથે સ્પર્ધા કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન કેમેરો રવિન્દ્ર જાડેજા પાસે પણ ગયો હતો, જે આ શ્રેણીમાં ઈજા બાદ કમબેક કરી રહ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન જાડેજા વધુ સારી સ્થિતિમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાની આ એકંદર પ્રેક્ટિસથી એક વાત સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા માટે રસ્તો આસાન નહીં હોય.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati