ભારતના યુવા ખેલાડીઓ કાંગારુઓનો તોડશે ઘમંડ? જાણો ક્યાં જોઈ શકશો મેચ
વર્લ્ડ કપ ફાઈનલ પછી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 23 નવેમ્બરથી પાંચ મેચની ટી20 સિરીઝ ભારતમાં રમશે. બીસીસીઆઈએ આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડને પહેલી ત્રણ મેચ માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ટી20 સિરીઝમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હવે 23 નવેમ્બરથી પાંચ મેચની ટી20 સિરીઝ રમશે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી20 સિરીઝ શેડ્યૂલ
- પહેલી ટી20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ
- બીજી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ
- ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી
- ચોથી T20: 1 ડિસેમ્બર, રાઈપુર
- પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝની પહેલી મેચ 23 નવેમ્બર ગુરૂવારે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝની પહેલી મેચ ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ સ્પોર્ટ્સ 18 અને કલર્સ સિનેપ્લેક્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી20 સિરીઝની પહેલી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ જોઈ શકાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચનું લાઈવ સ્કોર કાર્ડ ક્યાં જોઈ શકશો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચોની ટી20 સિરીઝની પહેલી મેચનું લાઈવ સ્કોર કાર્ડ ટીવી9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકશો.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી20 હેડ ટુ હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકબીજા સામે અત્યાર સુધી 26 મેચ રમી ચૂક્યા છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15માં જીત મેળવી છે. ભારતની બહાર રમાયેલી મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ચાર અને ભારતે સાતમાં જીત મેળવી છે.
આ પણ વાંચો: ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?, જાણો ડીઆરએસમાં અમ્પાયરના કોલનો નિયમ શું છે?