AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જસપ્રીત બુમરાહને લઈ નિરાશાજનક સમાચાર, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે

ભારતીય સ્ટાર બેટ્સમેન જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પીઠની સમસ્યાને મેદાનથી દૂર છે. તે હાલમાં મેદાનમાં પરત ફરવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યો છે. પરંતુ હજુય તેના પરત ફરવાને લઈ આશંકાઓ છે.

જસપ્રીત બુમરાહને લઈ નિરાશાજનક સમાચાર, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે
Jasprit Bumrah ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝથી બહાર થઈ શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 5:47 PM
Share

ભારતીય ટીમ નો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની મેદાનમાં પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. તે ગત વર્ષ સપ્ટેમ્બર મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. વર્ષ 2021 અને 2022 માં તે ઈજાને લઈ પરેશાન રહ્યો છે. હાલમાં પીઠની ઈજાને લઈ તે ટીમ ઈન્ડિયાથી બહાર રહેવા માટે મજબૂર છે. હાલમાં શ્રીલંકા સામેની વ્હાઈટ બોલ સિરીઝમાં સ્ક્વોડમાં સમાવેશ થયા બાદ તે હટી ગયો હતો. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તે હિસ્સો રહ્યો નહીં. હવે ઓસ્ટ્રેલિયા સામે પણ ટેસ્ટ સિરીઝમાં ઉતરશે કે કેમ તે સવાલો વચ્ચે મીડિયા રિપોર્ટ્સે નિરાશા પેદા કરી છે.

ઓસ્ટ્રેલિયા આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે. ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં આવ્યો હતો. જેને લઈ તે મેદાનમાં એક્શનમાં જોવા મળશે એવી આશા જાગી હતી. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે તે, બુમરાહ ટેસ્ટ સિરીઝથી બહાર થઈ શકે છે.

આઈપીએલ પહેલા પરત ફરવુ મુશ્કેલ

વર્ષની શરુઆતથી જ જસપ્રીત બુમરાહના પરત ફરવાની રાહ જોવાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાના નિયમીત બોલરના બાર રહેવાને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આમ છતાં ટીમના સંતુલનને વનડે, ટી20 અને ટેસ્ટ સિરીઝમાં ભારતને સફળતા મળી છે. જોકે હાલમાં બુમરાહને લઈ માનવામાં આવી રહ્યુ છે કે, તે આઈપીએલ પહેલા ટીમ ઈન્ડિયા સાથે પરત જોડાય એવી સંભાવનાઓ ઓછી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ બોર્ડના અધિકારીએ બતાવ્યુ હતુ કે, એવુ થવુ મુશ્કેલ છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે 100 ટકા ફિટ થઈ જશે. જોકે એક વાત નિશ્ચિત છે કે સિરીઝ કોઈ પણ હોય અમે તેની ઈજાથી તેને પરત ફરવા માટે ઉતાવળ નહી કરીએ. પીઠની ઈજામાંથી સાજા થવામાં સમય લાગે છે. રિહૈબમાં ખૂબ સમય લાગી જાય છે.

રોહિતે પણ આમ કહ્યુ હતુ

આગળ પણ વાત કરતા અધિકારીએ બતાવ્યુ કે, “હાલમાં જે સ્થિતી છે, તે પસંદગી માટે અનફીટ છે અને તેની વાપસીને લઈ કેટલો સમય લાગશે એ બતાવવુ મુશ્કેલ છે. હજુ તેમાં એક મહિનો કે તેનાથી પણ વધારે સમય લાગી શકે છે.”

રોહિત શર્મા સામે પણ આ મામલે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન સવાલ કરાયો હતો. તેની પાસે પણ બુમરાહને લઈ અપડેટ માંગવામાં આવ્યુ હતુ. એ વખતે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ હતુ કે, હું આને લઈને હાલમાં શ્યોર નથી. હું આશા કરુ છુ કે ઓસ્ટ્રેલિયા સામે તે અંતિમ બે ટેસ્ટ મેચ રમે. અમે તેની ઈજાને લઈ કોઈ રિસ્ક લેવા માંગતા નથી. બેક ઈજા હંમેશા ક્રિટિકલ હોય છે. અમારે સતત ખૂબ ક્રિકેટ રમવાનુ છે. અમે એનસીએમાં તેના ડોક્ટર અને ફિઝીયો સાથે સતત સંપર્કમાં છીએ. તેને જેટલો સમય જોઈએ મેડિકલ ટીમ તેને એટલો સમય આપશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">