IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ દિવસે મજબૂત શરુઆત, 4 વિકેટે 255 રન, ઉસ્માન ખ્વાજાની સદી
India Vs Australia 4th test day 1 report: ભારતીય ટીમના બોલરો પ્રથમ દિવસની રમત દરમિયાન વિકેટની શોધ કરતા રહ્યા હતા. શમીએ 2 વિકેટ ઝડપી હતી.
બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 ની અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે મક્કમ રમત દર્શાવીને સારી શરુઆત કરી હતી. સવારે ઓપનર ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ અર્ધશતકીય પાર્ટનરશિપ નોંધાવી હતી. ત્યાર બાદ ખ્વાજાએ એક છેડો સાચવીને શાનદાર ઈનીંગ રમી હતી. ખ્વાજાએ ટેસ્ટ ક્રિકેટની 14મી સદી નોંધાવી હતી. ભારતીય બોલરો પ્રથમ દિવસે સતત વિકેટની શોધમાં જણાતા હતા.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 4 વિકેટે 255 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઉસ્માન ખ્વાજા સદી નોંધાવી રમત રહ્યો હતો. કેમરોન ગ્રીન 49 રન નોંધાવી રમતમાં રહ્યો હતો. 4 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારત 2-1 થી અજેય લીડ ધરાવે છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ઈંદોરમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી હતી. આ પહેલા નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા અંતિમ ટેસ્ટ જીતીને શ્રેણી બરાબર કરવા ઈચ્છી રહી છે, જ્યારે ભારત શાનદાર શ્રેણી વિજય માટે અમદાવાદમાં ભારતીય ઝંડો લહેરવવાના તાકાત લગાવી રહ્યુ છે.
Stumps on Day 1️⃣ of the Fourth #INDvAUS Test!
2️⃣ wickets in the final session as Australia finish the opening day with 255/4 on board.
We will be back tomorrow as another action-packed day awaits💪
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/hdRZrif7HC
— BCCI (@BCCI) March 9, 2023
શરુઆત ઓસ્ટ્રેલિયા માટે સારી રહી
ઓપનર ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાજાએ સવારના પ્રથમ સેશનમાં જ શાનદાર શરુઆત કરી હતી. ભારતીય બોલરોનો બંને ઓપનરોએ મક્કતાથી સામનો કર્યો હતો. જેને લઈ ભારતીય બોલરો વિકેટની શોધ કરી રહ્યા હતા. પ્રથમ સફળતા ઉમેશ યાદવે અપાવવાની તક સર્જી હતી. જોકે વિકેટકીપર શ્રીકર ભરતે કેચ હેડનો કેચ ડ્રોપ કર્યો હતો. જોતે બાદમાં અશ્વિને તેનો શિકાર કર્યો હતો. જોકે ત્યા સુધીમાં બંને ઓપનરોએ 61 રનની ભાગીદારી રમત રમી લીધી હતી. હેડ 32 રન 44 બોલનો સામનો કરીને પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
માર્નસ લાબુશેન ત્રીજા ક્રમે આવ્યો હતો. જોકે તેને શમીએ ઝડપથી પેવેલિયન પરત મોકલી દીધો હતો. લાબુશેન 20 બોલનો સામનો કરીને 3 રન નોંધાવી પરત ફર્યો હતો. શમીએ તેને બોલ્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન સુકાની સ્ટીવ સ્મિથે 135 બોલનો સામનો કર્યો હતો. તેણે 38 રન 3 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. પિટર હેન્ડ્સકોમ્બને પણ શમીએ બોલ્ડ કરી દીધો હતો. પિટરે 27 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.
શમીએ 2 વિકેટ ઝડપી
શરુઆત શમીની ઠીક નહોતી જણાઈ રહી, યોગ્ય લાઈન લેથ તેની બોલિંગમાં જોવા મળી રહી નહોતી. મેચનો પ્રથમ બોલ તેણે વાઈડ કરવા સાથે એક્સ્ટ્રા રન અને નો બોલ પણ તેણે કર્યો હતો. જોકે બાદમાં તેણે વિરામ બાદ ફરી બોલિંગ કરતા ટ્રેવિસ હેડનો શિકાર કર્યો હતો. બાદમાં સુકાની સ્મિથની વિકેટ ઝડપી હતી. શમીએ 17 ઓવર પ્રથમ દિવસે કરી હતી. ઉમેશ યાદવે 15 ઓવર કરી હતી. તેને વિકેટ નસીબ થઈ શકી નહોતી.
રવિન્દ્ર જાડેજાએ 20 ઓવર પ્રથમ દિવસે કરીને 1 વિકેટ ઝડપી હતી. અશ્વિને 25 ર ઓવર કરીને 8 મેડન ઓવર કરી હતી. તેણે 1 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 12 ઓવર કરીને 14 રન ગુમાવ્યા હતા. શ્રેયસ અય્યરે એક ઓવર કરીને 2 રન આપ્યા હતા.