AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી

ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. હવે આ બંને ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા 7-11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023 ફાઈનલ મેચ રમશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:45 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અમદાવાદ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચના પાંચમા દિવસના છેલ્લા સેશનમાં મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 480 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 571 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીની 186 રનની મોટી ઇનિંગ પણ સામેલ હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા, તેણે ભારત પર 84 રનની લીડ બનાવી લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન

આ પણ વાંચો :CCL 2023 : સોનુ સૂદની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર, 2 ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી

ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ સિરીઝ 2-2 થી બરાબર થઈ હતી. 2 ટેસ્ટની હોમ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું, સાઉથ આફ્રિકા સામેની 3 ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર, 2 ટેસ્ટની હોમ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું. બાંગ્લાદેશને 2 ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતુ. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4 ટેસ્ટ ઘરઆંગણે સિરીઝમાં 2-1થી જીત થઈ હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો દબદબો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023

  1. પ્રથમ ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રનથી જીત્યું (નાગપુર)
  2. બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટે જીત્યું (દિલ્હી)
  3. ત્રીજી ટેસ્ટ – ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું (ઈન્દોર)
  4. ચોથી ટેસ્ટ – મેચ ડ્રો (અમદાવાદ)

આ ટેસ્ટ સાથે જ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની સફર પૂરી થઈ ગઈ છે અને તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 7 જૂને લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચી છે.

વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો

વિરાટ કોહલી અમદાવાદ ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. તેના બેટમાંથી 186 રન નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 1205 દિવસ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાનો મોટો સ્કોર પાર કર્યો અને લીડ પણ લીધી. આર અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">