CCL 2023 : સોનુ સૂદની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર, 2 ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગની નવી સિઝન શરૂ થઈ ચૂકી છે. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે. લીગની શરૂઆત 2010માં હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરી દ્વારા કરવામાં આવી હતી.
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023માં શનિવારે બંને મેચ જોધપુરમાં રમાઈ હતી. પ્રથમ મેચ ભોજપુરી દબંગ્સ વિ કેરળ સ્ટ્રાઈકર્સ હતી, જેમાં દબંગ્સે કેરળને 75 રનથી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ સાંજે રમાયેલી બીજી મેચમાં પંજાબ દે શેરે કર્ણાટક બુલડોઝર્સનો સામનો કર્યો હતો, જેમાં સોનુ સૂદની આગેવાની હેઠળના પંજાબને 8 વિકેટથી કારમી હાર મળી હતી, કર્ણાટકે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, તો બીજી ટીમ ભોજપુરી દબંગ્સ છે.
શનિવારે રમાયેલી બંને મેચો પર એક નજર કરીએ
ભોજપુરી દબંગ્સ વિ કેરળ સ્ટ્રાઈકર્સ
આ મેચમાં કેરળ સ્ટ્રાઈકર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે ભોજપુરી દબંગ બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રવેશ યાદવે 43 બોલમાં અણનમ 114 રન બનાવ્યા હતા અને તેની સદીએ દબંગ્સને તેમની પ્રથમ ઇનિંગમાં 167/2 પછી મદદ કરી હતી.
તેના જવાબમાં ઇનિંગ્સમાં કેરળના અર્જુન નંદકુમાર (64)ની અડધી સદીની મદદથી 5 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા અને દબંગ્સને 48 રનની લીડ મળી હતી. તેની બીજી ઇનિંગમાં દબંગ્સે એક વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા અને કેરળને મેચ જીતવા માટે 164 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કેરળ તેની બીજી ઇનિંગમાં 9.5 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
પંજાબ વિ કર્ણાટક બુલડોઝર્સ
આ મેચમાં પંજાબના કેપ્ટન સોનુ સૂદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું અને આખી ટીમ નિર્ધારિત 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 80 રન બનાવવામાં સફળ રહી હતી.
તેના જવાબમાં કર્ણાટકના પ્રદીપ બોગાડીના 29 બોલમાં 50 રનની મદદથી 2 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા અને 60 રનની લીડ મેળવી હતી. પંજાબે તેના 100/7નો સ્કોર કર્યો હતો અને કર્ણાટકને મેચ જીતવા માટે 40 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેણે 2.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો
સીસીએલ પોઈન્ટ ટેબલ
જો પોઈન્ટ ટેબલની વાત કરીએ તો કર્ણાટક બુલડોઝર્સ 8 પોઈન્ટ સાથે ટોપ પર છે તો ભોજપુરી દંબગ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે મુંબઈ હિરોઝ 6 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર અને ચોથા સ્થાન પર તેલુગુ વોરિયર્સ છે. ત્યારબાદ ચેન્નાઈ, પંજાબ દે શેર સાતમાં ક્રમે બંગાળ ટાઈગર્સ અને છેલ્લા સ્થાન પર કેરલા સ્ટ્રાઈકર્સ છે.