AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS 3rd T20 Match: ગ્રીન અને ડેવિડની અડધી સદી વડે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 187 રનનુ લક્ષ્ય રાખ્યુ, અક્ષર પટેલની 3 વિકેટ

India vs Australia 3rd T20 Match 1st Innings Report: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણીની અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે, ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

IND Vs AUS 3rd T20 Match: ગ્રીન અને ડેવિડની અડધી સદી વડે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 187 રનનુ લક્ષ્ય રાખ્યુ, અક્ષર પટેલની 3 વિકેટ
tim David એ અંતમાં અડધી સદી નોંધાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:25 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા (Indian Vs Australia) વચ્ચે 3 T20 મેચોની શ્રેણીની અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થશે. સિરીઝ 1-1 થી બરાબરી પર છે અને બંને ટીમો સિરીઝને જીતવા માટે પૂરો દમ લગાવી રહી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરોન ગ્રીને પોતાની ટીમ માટે સારી શરુઆત કરાવી હતી. અંતમાં ટીમ ડેવિડે અડધી સદી નોંધાવી હતી. નિર્ધારીત 20 ઓવરના અંતે 186 રન 7 વિકેટે ઓસ્ટ્રેલિયા નોંધાવ્યા હતા.

ગ્રીનની તોફાની રમત

કેમરોન ગ્રીને શરુઆત તોફાની રમત વડે કરી હતી. એક છેડાથી તેણે આક્રમક બેટીંગ કરતા અડધી સદી નોંધાવી હતી. સિરીઝમાં આ તેની બીજી અડધી સદી હતી. ઓપનીંગ જોડી ચોથી ઓવરમાં તૂટી હતી. જે વખતે ઓસ્ટ્રેલિયાના સ્કોર બોર્ડ પર 44 રન નોંધાયેલા હતા. આરોન ફિંચના રુપમાં પ્રથમ ઝટકો ઓસ્ટ્રેલિયાને લાગ્યો હતો. 44 રનના સ્કોરમાં માત્ર 7 રનનુ યોગદાન સુકાની ફિંચનુ હતુ. આમ ગ્રીનની આક્રમક રમત આ પરથી જ અંદાજ લગાવી શકાય છે. જોકે આગળની ઓવરમાં ગ્રીન પણ વિકેટ ગુમાવી બેઠો હતો. તેનો શિકાર ભૂવનેશ્વર કુમારે કર્યો હતો. ભૂવીના બોલ પર ગ્રીન કેએલ રાહુલનાા હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદ થી 52 રન 21 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.

ડાયરેક્ટ હિટ પર અક્ષર પટેલે મેક્સવેલનો શિકાર કર્યો

ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ (6 રન, 11 બોલ) અને સ્ટીવ સ્મિથ (9 રન, 10 બોલ) પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા નહોતા. ગ્લેન મેક્સવેલ બે રન મેળવવાની ઉતાવળમાં અક્ષર પટેલના સીધા થ્રો પર રન આઉટ થયો હતો. તેના રન આઉટ દરમિયાન અક્ષરનો બોલ સ્ટંપ પર હિટ થાય એ પહેલા જ વિકેટકીપર દિનેશ કાર્તિકનો ગ્લોવઝ સ્ટંપને અડકી ગયો હતો. આમ લેગ સ્ટંપની બેલ્સ નિચે પડી ગઈ હતી. જોકે થ્રો ઓફ સ્ટંપ પર હિટ થયો હતો અને તે બેલ્સ હવામાં ઉડી હતી. આમ ત્રીજા અંપાયરે મેક્સવેલને રન આઉટ જાહેર કર્યો હતો. ત્રીજા અંપાયરના નિરીક્ષણ વખતે શરુઆતમાં કાર્તિકના ગ્લોવઝના દૃશ્યને જોઈ નિરાશા વ્યાપી હતી અને મેક્સવેલ પણ બેટ લઈ સ્ટાંસ કરતા જોઈ તે ફરીથી આગળનો બોલ રમવા માટે ક્રિઝ પર તૈયાર જણાતો હતો. પરંતુ તેને આઉટ જાહેર કરાયો હતો.

અક્ષર પટેલ દ્વારા કમાલનુ પ્રદર્શન

જોશ ઈંગ્લીશે આક્રમક રમત રમવાનો પ્રયાસ શરુ કર્યો હતો. પરંતુ અક્ષર પટેલે તેનો ઈરાદો સફળ થવા દીધો નહોતો. અક્ષરે પોતાના સ્પેલની અંતિમ ઓવરના પ્રથમ બોલ પર જ ઈંગ્લીશનો શિકાર કર્યો હતો. ઈગ્લીશ 22 બોલનો સામનો કરીને 24 રન નોંધાવી રોહિત શર્માના હાથમાં કેચ ઝડપાયો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઓવરના પાંચમા બોલ પર મેથ્યૂ વેડે (3 બોલ, 1 રન) ની વિકેટ પણ અક્ષરે ઝડપી હતી. અક્ષરની આ ત્રીજી વિકેટ હતી, જ્યારે એક રન આઉટ ડાયરેક્ટ હિટ વડે કરાવી ભારતને માટે બોલીંગ ઈનીંગમાં હિરો રહ્યો હતો. મીડલ ઓર્ડર ભારતીય બોલરો સામે નહીં ફાવતા ઓસ્ટ્રેલિયાની ગતિ ધીમી પડી ગઈ હતી.

અંતિમ ઓવરમાં ટીમ ડેવીડે ધમાલ મચાવી હતી. તેણે 27 બોલનો સામનો કરીને 54 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 છગ્ગા જમાવ્યા હતા. ડેનિયલ સેમ્સે 20 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાએ અંતમાં 180 પ્લસ સ્કોર કરવામાં સફળતા મેળવી હતી.

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">