India vs Australia 2nd T20 Playing 11: ભારતે ટોસ જીત્યો, ઓસ્ટ્રેલિયા બેટીંગ કરશે, જસપ્રીત બુમરાહ ફર્યો પરત

IND Vs AUS Todays Match Prediction Squads: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બીજી ટી20 મેચ રમાઈ રહી છે. વરસાદી માહોલના વિક્ષેપ બાદ 8-8 ઓવરની મેચ રમાઈ રહી છે.

India vs Australia 2nd T20 Playing 11: ભારતે ટોસ જીત્યો, ઓસ્ટ્રેલિયા બેટીંગ કરશે, જસપ્રીત બુમરાહ ફર્યો પરત
Rohit Sharma એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:37 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. બીજી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ તેના નિર્ધારીત સમય કરતા મોટો થયો છે. સાંજે 6.30 કલાકના બદલે રાત્રે 9.15 કલાકે થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ ઓસ્ટ્રેલિયા ટોસ હારીને બેટીંગ કરશે. વરસાદી માહોલના વિક્ષેપને લઈ મેચ મોડી શરુ થવાના કારણોસર મેચની નિર્ધારીત ઓવરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મેચ 8-8 ઓવરની રમાનારી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) માં ફેરફાર કરવામા આવ્યો છે, જેમાં જસપ્રીત બુમરાહ અંતિમ ઈલેવનમાં પરત ફર્યો છે.

ઓવર ઘટાડી દેવાયા બાદ ટોસની ભૂમિકા મહત્વની હતી અને જેને લઈ રોહિત શર્મા ટોસ જીતવાને લઈ ખૂબ જ ખુશ જણાયો હતો. તેણે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ 8 ઓવરની મેચમાં રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી.

પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો અપેક્ષા મુજબ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચ માટે ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ઉમેશ યાદવની જગ્યાએ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહે જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ કોઈ મેચ રમી નથી. ઈજાના કારણે તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો, જ્યારે મેચ ફિટનેસ પાછી મેળવવા માટે ઓસ્ટ્રેલિયા સામેની મોહાલી T20માં તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો.

બંને ટીમમાં ફેરફાર

મેચ માત્ર 8 ઓવરની હોવાને કારણે ટીમ ઈન્ડિયાએ પાંચ અગ્રણી બોલરોને બદલે 4 બોલરો સાથે જવાનું નક્કી કર્યું છે અને તેથી ઉમેશ યાદવ સિવાય ભુવનેશ્વર કુમારને પણ બહાર કરવામાં આવ્યો છે. ભુવીની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ શોન એબોટ અને ડેનિયલ સેમ્સની જગ્યાએ નાથન એલિસ અને જોશ ઈંગ્લિસને ટીમમાં સામેલ કર્યા છે.

મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટથી પોતાની તાકાત બતાવી હતી, પરંતુ બોલરોએ નિરાશ કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી અને ભારતે 208 રન બનાવ્યા. આટલા મોટા સ્કોર છતાં ભારતીય બોલરો બચાવ કરવામાં નિષ્ફળ ગયા અને કેમરૂન ગ્રીનની અડધી સદી અને મેથ્યુ વેડની વિસ્ફોટક ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે મેચ જીતી લીધી.

IND vs AUS: બીજી T20I પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, શોન એબોટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">