ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડે મેચને 5 વિકેટથી જીતી લીધી હતી. ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતાર્યુ હતુ. ઓસ્ટ્રેલિયાની ઈનીંગ 188 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે લક્ષ્યને ભારતે 5 વિકેટના નુક્શાન પર પાર કરી લીધુ હતુ. હાર્દિક પંડ્યાએ પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ, હવે બાકીની બંને મેચોમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ રહેશે.
પ્રથમ વનડે મેચમાં જીત સાથે ભારતીય ટીમ 1-0ની સરસાઈ ધરાવે છે. રવિવારે રમાનારી અંતિમ વનડે મેચમાં ભારતીય ટીમ જીત મેળવશે તો, વવનડે સિરીઝ ભારતના નામે થઈ જશે. આમ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ બાદ વનડે સિરીઝમાં હાર આપવાનો ઈદારો ભારતીય ટીમ રાખી રહ્યુ હશે. પ્રથમ વનડેમાં કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે મેચ 19 માર્ચે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI મેચ વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ODI મેચ રવિવારે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટોસ 1.00 વાગ્યે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODIનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI નું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે. તે જ સમયે, તમે tv9.gujarati.com પર શ્રેણીના લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનીસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિશ, સીન એબોટ, એશ્ટન અગર, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા.