IND Vs AUS, 1st ODI, Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી ત્રણ મેચોની વનડે સિરીઝ શરુ થઈ રહી છે. શ્રેણીની શરુઆતની મેચમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ નહીં હોય અને હાર્દિક પંડ્યા ટીમનુ સુકાન સંભાળશે.

શુક્વારથી ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચેની 3 મેચોની વનડે સિરીઝની પ્રારંભ થનારો છે. આ પહેલા બંને ટીમો વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. જે ભારતે 2-1 થી સિરીઝ જીતી લીધી હતી. રેડ બોલ બાદ હવે વ્હાઈટ બોલની ટક્કર જામશે. સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. ભારતીય ટીમનો નિયમીત કેપ્ટન રોહિત શર્મા સિરીઝની પ્રથમ મેચમાં ઉપલબ્ધ રહેનારો નથી. જેને લઈ ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળતો જોવા મળશે.
આ વર્ષે ભારતમાં ઘર આંગણે વનડે વિશ્વકપ રમાનારો છે. જેને લઈ વનડે સિરીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા બનંને માટે મહત્વની છે. બંને ટીમો વિશ્વકપ પહેલા વનડે ફોર્મેટમાં પોતાનો દમ દેખાડવા માટે પ્રયાસ કરશે. આ પહેલા વર્ષની શરુઆતે ભારતીય ટીમે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમોને ક્લીન સ્વીપ કરી દીધી હતી.
જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI મેચ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે મેચ 17 માર્ચે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI કયા સમયે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ODI મેચ શુક્રવારે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટોસ 1.00 વાગ્યે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1લી ODIનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODIનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1લી ODI નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODI નું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે. તે જ સમયે, તમે tv9.gujarati.com પર શ્રેણીના લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.
ભારત અને ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન, મલિક. શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનીસ, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિશ, સીન એબોટ, એશ્ટન અગર, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પા.