T20 World Cup 2021: વિરાટ કોહલીની જડતા ભાંગીને પસંદ કરાશે પ્લેયીંગ ઇલેવન, ટીમ ઇન્ડિયામાં થશે આ મોટો બદલાવ!

T20 World Cup 2021: વિરાટ કોહલીની જડતા ભાંગીને પસંદ કરાશે પ્લેયીંગ ઇલેવન, ટીમ ઇન્ડિયામાં થશે આ મોટો બદલાવ!
Virat Kohli

ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) બુધવારે અબુધાબીમાં ટકરાશે. અફઘાનિસ્તાને 2 જીત મેળવી છે અને ટીમ ઈન્ડિયા (Team India) નું ખાતું પણ ખોલ્યું નથી.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Nov 02, 2021 | 5:18 PM

T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયામાં બધુ બદલાઈ ગયું છે. જે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની સંમતિ વિના ટીમમાં એક પણ પાંદડું ન હલ્યુ, હવે આવનારી મેચોમાં તેનુ સહેજે ચાલનારુ નથી. આશ્ચર્ય ન પામો, એવા અહેવાલો છે કે અફઘાનિસ્તાન (Afghanistan) માં યોજાનારી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન (Team India playing XI) માં ફેરફાર થવા જઈ રહ્યા છે. તે ખેલાડીને તેમાં સ્થાન મળવા જઈ રહ્યું છે, જેને સમાવવાને લઇને વિરાટ કોહલી પક્ષમાં નહોતો.

ઓફ સ્પિનર ​​આર અશ્વિનની(R Ashwin) વાત કરીએ તો, જેને પૂરા ચાર વર્ષ પછી T20 ટીમમાં જગ્યા મળી છે, પરંતુ તેને પ્રથમ બે મેચમાં તક આપવામાં આવી નથી. અહેવાલ મુજબ વિરાટ કોહલી આર અશ્વિનની પસંદગીના પક્ષમાં ન હતો. અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં તક ન આપવાનો કોહલીનો નિર્ણય ક્રિકેટ વર્તુળોમાં જીદ માનવામાં આવી રહ્યો છે.

વિશ્વ ક્રિકેટમાં એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે વર્તમાન પેઢીના સૌથી સફળ ખેલાડીઓમાંથી એકને છ મહિના સુધી ટીમમાં સામેલ કરવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ અશ્વિનને એક પણ ટેસ્ટ મેચ ખવડાવવામાં આવી ન હતી, જ્યારે તે શાનદાર ફોર્મમાં હતો.

વરુણ ચક્રવર્તીની જગ્યાએ અશ્વિનને મળશે તક?

મિસ્ટ્રી સ્પિનર ​​ગણાતા વરુણ ચક્રવર્તીને ભારતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે તક આપી હતી અને તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. વરુણ ચક્રવર્તીની નિષ્ફળતા બાદ હવે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની બાબતો સામે આવી રહી છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ અશ્વિનની પસંદગીને નકારી ન હતી. રાઠોડે કહ્યું કે તમામ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ છે. કોઈપણ રીતે. હવે ભારતને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન સામે અશ્વિનના અનુભવની જરૂર છે.

શું સૂર્યકુમાર યાદવ પરત ફરશે?

પીઠના તાણને કારણે T20 વર્લ્ડ કપ 2021ની બીજી મેચમાં ન રમનાર સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામે વાપસી કરી શકે છે. તેની વાપસીનો અર્થ એ છે કે ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડશે અને રોહિત શર્મા ફરી એકવાર ઓપનિંગ કરતો જોવા મળશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને આર અશ્વિન.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati