AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા (Wanindu Hasaranga) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં વિકેટ લેવાના મામલે નંબર 1 પર પહોંચી ગયો છે.

T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો
Wanindu Hasaranga
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:15 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે અને પોતાની બંને મેચ હારી છે. ટીમના બે મેચ હાર્યા બાદ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. તેની ટીમ સિલેક્શન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેણે ન્યુઝીલેન્ડ સામે જે પ્રકારની પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી હતી, ત્યારથી જ તે ટીકાકારોના નિશાના પર વધારે રહ્યો છે.

આ દરમિયાન એક ખેલાડીએ પણ વિરાટ કોહલીને ખોટો સાબિત કર્યો છે. વાત કરવામાં આવી રહી છે શ્રીલંકાના ઓલરાઉન્ડર અને લેગ સ્પિનર ​​વાનિન્દુ હસરંગાની (Wanindu Hasaranga). જે T20 વર્લ્ડ કપમાં નંબર 1 બોલર બની ગયો છે.

ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 વિકેટ લેનારો હસરંગા T20 વર્લ્ડ કપ 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. હસરંગાના નામે 7 મેચમાં 14 વિકેટ છે અને તેણે 13 વિકેટ લેનાર શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. હસરંગાનો ઈકોનોમી રેટ અદભૂત છે, તેણે પ્રતિ ઓવર માત્ર 5.26 રન ખર્ચ્યા છે, જે સ્પિનર ​​માટે આશ્ચર્યજનક છે.

હસરંગા એ વિરાટ કોહલીને ખોટો સાબિત કર્યો

વાનેન્દુ હસરંગા IPL 2021ના બીજા તબક્કામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમ્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ તેને માત્ર 2 મેચ બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. હસરંગા બે મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો અને બેટ વડે માત્ર 1 રન બનાવી શક્યો હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન વિરાટ કોહલીએ તેના પરથી વિશ્વાસ ખૂબ જ ઝડપથી ગુમાવી દીધો હતો. જોકે T20 વર્લ્ડ કપમાં હસરંગાએ પોતાનો ક્લાસ બતાવ્યો છે અને તેણે દર્શાવી દીધુ છે કે તે કેવો ખેલાડી છે.

ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેનોને રોકી દીધા

હસરંગાએ સોમવારે ઈંગ્લેન્ડ માટે 3 મોટી વિકેટ લીધી હતી. હસરંગાએ જેસન રોય, જોની બેરસ્ટો અને ઈંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગનની વિકેટ લીધી હતી. પહેલા જેસન રોયને હસરંગાએ બોલ્ડ કર્યો હતો. જ્યારે જોની બેરસ્ટો તેના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ પછી હસરંગાએ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહેલા ઈયોન મોર્ગનને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

હસરંગાએ 4 ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે હસરંગાએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરતા 20 રનમાં 3 વિકેટ લીધી હતી. હસરંગાએ દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક પણ ઝડપી હતી.

હસરંગાએ 50 વિકેટ પૂરી કરી

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 3 વિકેટ લીધા બાદ હસરંગાએ T20 ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. હસરંગાએ માત્ર 30 ઇનિંગ્સમાં વિકેટની તેની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે સૌથી ઝડપથી આ મુકામ હાંસલ કરવાના મામલે તે ત્રીજા નંબર પર છે. અજંતા મેન્ડિસે T20માં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરી હતી. તેણે માત્ર 26 ઇનિંગ્સમાં 50 T20 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ સ્ટાર બોક્સર મેરી કોમના પતિ ઈમ્ફાલથી ચૂંટણી લડશે, ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી મેદાનમાં ઉતરવા તૈયાર

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: ઇંગ્લેન્ડ પ્રથમ સેમિફાઇનાલિસ્ટ નિશ્વિત, શ્રીલંકાની હાલત ટીમ ઇન્ડિયાથી પણ ખરાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">