AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ ક્યાં અને કેટલા વાગ્યે લાઈવ જોઈ શકશો

IND W vs PAK W, T20 World Cup 2026 : આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરુઆત પાકિસ્તાન વિરુદ્ધ કરશે. ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાન પર દબદબો બનાવી રાખવા પર હશે.

T20 World Cup 2026 :  જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ ક્યાં અને કેટલા વાગ્યે  લાઈવ જોઈ શકશો
| Updated on: Jun 12, 2026 | 8:23 AM
Share

IND W vs PAK W, T20 World Cup 2026 : આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપની 10મી સીઝન 12 જૂન 2026થી ઈંગ્લેન્ડ અને વેલ્સની મેજબાનીમાં શરુ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે. બંન્ને દેશો વચ્ચે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની સાથે બંન્ને ટીમ મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં પોતાના અભિયાનની શરુઆત કરશે.

ક્યારે અને ક્યાં કેટલા વાગ્યે મેચ જોઈ શકશો?

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેઆ બ્લોકબસ્ટર મેચ રવિવાર 14 જૂન 2026ના રોજ રમાશે. બંન્ને ટીમ બર્મિધમના ઐતિહાસિક એઝબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરુ થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે મહિલા ટી20 વર્લ્ડકપ ખુબ ખાસ અને ઐતિહાસિક થવા જઈ રહ્યો છે. કારણ કે,આના ઈતિહાસમાં પહેલી વખત 10ના સ્થાને 12 ટીમ ખિતાબ માટે રમતી જોવા મળશે.

આ 12 ટીમોને 2 અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ એમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન સિવાય મજબુત ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપની સ્પર્ધાને જોતા ભારત માટે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ જીત મેળવવી ખુબ જરુરી છે. કારણ કે, દરેક ગ્રુપમાંથી માત્ર 2 ટીમ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે.

ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

મહિલા ટી20 વર્લ્ડકપના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ અત્યારસુધી 8 વખત આમને-સામને આવી ચૂકી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ભારતે 6 વખત પાકિસ્તાનને ઘૂળ ચટાવી છે. તો પાકિસ્તાની ટીમે માત્ર 2 વખત જીત મેળવી છે. આ જૂના આંકડા જોઈ આ વખતે હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. અહી ક્લિક કરો

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">