T20 વર્લ્ડ કપ પૂરો થયો, હવે ટીમ ઈન્ડિયા કરશે ઝિમ્બાબ્વેનો પ્રવાસ જુઓ શેડ્યૂલ

|

Jul 01, 2024 | 11:51 AM

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે નો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ભારતીય ટીમ 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ હશે.

T20 વર્લ્ડ કપ પૂરો થયો, હવે ટીમ ઈન્ડિયા કરશે ઝિમ્બાબ્વેનો પ્રવાસ જુઓ શેડ્યૂલ

Follow us on

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસની ધરતી પર તિરંગો લહેરાવી દીધો છે, ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી લીધો છે. ટી20ના નવા ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમની પ્રથમ ટુર ઝિમ્બાબ્વેની છે. આ પ્રવાસ પર ભારતને 5 મેચની ટી20 સીરિઝ રમવાની છે. ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જુલાઈથી શરુ થશે. આ સીરિઝની છેલ્લી મેચ 14 જુલાઈના રમાશે. બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે, શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન છે.

ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો

ટી20 વર્લ્ડકપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમજ સ્કવોડમાં સામેલ કુલ 15માંથી 3 ભારતીય શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જ્યસ્વાલ આ પ્રવાસ પર જશે. જ્યારે બાકીના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ઝિમ્બામ્વે પ્રવાસ માટે આઈપીએલ સ્ટાર રિયાન પરાગ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. તો રિઝર્વ ખેલાડીઓમાં રિંકુ સિંહ અને ખલીલ અહમદને સ્થાન મળ્યું છે.જો તમે ભારત અને ઝિમ્બામ્વે વચ્ચે રમાનારી ટી20 મેચ ટીવી પર ડીડી સ્પોર્ટસ પર જોઈ શકશો.તમામ મેચ હરારેના સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાનારી છે. જેનું શેડ્યૂલ આ મુજબ છે.

વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો
અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી
મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત

ભારત vs ઝિમ્બાબ્વે સિરિઝ શેડ્યૂલ

  • 6, જુલાઈઃ પ્રથમ T20 મેચ
  • 7, જુલાઈઃ બીજી T20 મેચ
  • 10, જુલાઈઃ ત્રીજી T20 મેચ
  • 13, જુલાઈઃ ચોથી T20 મેચ
  • 14, જુલાઈઃ પાંચમી T20 મેચ

ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર , તુષાર દેશપાંડે.

આ પણ વાંચો : T20 World Cupની ટ્રોફી સાથે બાર્બાડોસમાં કેમ ફસાઈ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓ હોટલના રુમમાં બંધ જાણો કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article