Breaking News : ‘કરો યા મરો’ મેચમાં ભારતના માથે વિજયનું ‘સૂર્ય-તિલક’, 7 વિકેટથી જીતી ત્રીજી ટી20

વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. કરો યા મરોની મેચમાં જીતવા અને ટી20 સિરીઝમાં બની રહેવા માટે ભારતને (Team India) 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

Breaking News : 'કરો યા મરો' મેચમાં ભારતના માથે વિજયનું 'સૂર્ય-તિલક', 7 વિકેટથી જીતી ત્રીજી ટી20
Indian team won by 7 wickets in third T20 against West IndiesImage Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:33 PM

Guyana : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. કરો યા મરોની મેચમાં જીતવા અને ટી20 સિરીઝમાં બની રહેવા માટે ભારતને (Team India) 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ત્રીજી ટી20માં 7 વિકેટથી જીત મેળવી છે.

જણાવી દઈએ કે 5 મેચની ટી20 સિરીઝમાં પ્રથમ 2 ટી20માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે જીત મેળવી હતી. સિરીઝમાં ટકી રહેવા માટે ત્રીજી મેચમાં જીતવુ જરુરી હતુ. સૂર્યાકુમાર યાદવના 83 રન અને તિલક વર્માની 49 રનની આક્રમક ઈનિંગના કારણે ભારતીય ટીમે કરો યા મરોની મેચમાં 18મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

સૂર્યાકુમાર અને તિલક વર્માની આક્રમક રમત

ભારતીય ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટના નુકશાન સાથે 164 રન બનાવીને જીત મેળવી હતી. સૂર્યાકુમાર યાદવે આજે 4 સિક્સર ફટકારી હતી, તેની સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સર પૂરી કરી હતી. કેપ્ટન પંડયાએ વિજયી શોટ મારીને ટીમને જીત અપાવી હતી.

પ્રથમ ટી-20માં યશસ્વી જયસ્વાલ રહ્યો ફેઈલ

ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટી20માં ફેઈલ ગયો હતો. તે ઓપનિંગ માટે ઉતર્યો હતો, પણ 1 રન બનાવીને આઉટ થયો હતો.

પ્રથમ ઈનિંગમાં શું થયું ?

પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે કુલદીપ યાદવે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલ કરિયરની 50 વિકેટ પૂરી કરી છે.  જ્યારે અક્ષર પટેલ અને મુકશે કુમારે 1-1 વિકેટ મેળવી હતી.

જ્યારે હાર્દિક પંડયા, અર્શદીપ સિંહ અને ચહલ વિકેટ વિહોણા રહ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝ તરફથી Brandon Kingએ સૌથી વધારે 42 રન અને Rovman Powellએ 40 રન ફટકાર્યા હતા.

ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝ: બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.

આ પણ વાંચો : 51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">