AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રોહિત શર્માએ શ્રીલંકા સામે મચાવી તબાહી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી અને તોફાની અડધી સદી ફટકારી રોહિત શર્માએ માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. સાથે જ તેને મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

IND vs SL: રોહિત શર્માએ શ્રીલંકા સામે મચાવી તબાહી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Rohit Sharma
| Updated on: Aug 02, 2024 | 8:58 PM
Share

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તરત જ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ આ ખેલાડી હજુ પણ આ ફોર્મેટની સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યો છે. કોલંબોમાં શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રોહિતે પોતાના બેટથી તબાહી મચાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. પોતાની અડધી સદી દરમિયાન તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

રોહિતે શાનદાર શરૂઆત અપાવી

શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિતે શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિતે બીજા જ બોલ પર લાંબી સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. રોહિત આ પછી પણ રોકાયો નહીં, તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી અને પાવરપ્લે સમાપ્ત થાય તે પહેલા જ તેની અડધી સદી પૂરી કરી. તેણે પાવરપ્લેમાં ત્રીજી વખત ODIમાં અડધી સદી ફટકારી, જે ભારત માટે સેહવાગ પછીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે.

રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ

રોહિત શર્માએ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે 234 સિક્સર ફટકારી છે અને ઈયોન મોર્ગનને પાછળ છોડી દીધો છે. મોર્ગન પહેલા, રોહિતે એમએસ ધોનીને પાછળ છોડ્યો હતો, જેણે 211 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત મોટી ઈનિંગ રમી શક્યો નહીં

જો કે, રોહિત શર્મા કોલંબો ODIમાં તેની અડધી સદીને સદીમાં બદલી શક્યો ન હતો જેના માટે તે જાણીતો છે. રોહિત શર્માએ 47 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 120થી વધુ હતો. રોહિતની વિકેટ લેફ્ટ આર્મ સ્પિનર ​​વેલ્લાલેગે લીધી હતી. રોહિત LBW આઉટ થયો હતો.

આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતીય હોકી ટીમનો ઐતિહાસિક વિજય, 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">