IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ ’27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે’

શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારતે શ્રીલંકા સામે 2-0 થી અજેય સરસાઇ મેળવી લીધી છે.

IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ '27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે'
Rohit Sharma એ બીજી મેચ બાદ રાહ જોતા ખેલાડીઓને ખુશ કરી દેતી વાત કહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:31 AM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઇ રહી છે. જેની પ્રથમ મેચ લખનૌમાં રમાઇ હતી જ્યારે બાકીની બે મેચ ધર્મશાળામાં આયોજીત કરાઇ છે. સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાનારી છે. શનિવારે રમાયેલી સિરીઝની બીજી મેચને ભારતે (Indian Cricket Team) શાનદાર રમત વડે જીતી લીધી છે. આમ ભારત શ્રીલંકા સામે 2-0 થી અજેય થઇ ચુક્યુ છે. હવે સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમમાં બેંચ પર રહેલા ખેલાડીઓને સ્થાન મળશે. કારણ કે હવે ભારતે સિરીઝની ટ્રોફી પર પોતાનો કબ્જો પહેલી બે મેચમાં જ જમાવી લીધો છે. આ માટેના સંકેત પણ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ બીજી જીત બાદ તુરત જ આપી દીધા છે.

ભારતીય ટીમમાં ગત વર્ષે ટી20 વિશ્વકપ બાદની શ્રેણીઓમાં જાણે કે અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ત્રીજી સીરીઝ ભારતે જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપના પણ આ કારણ થી વખાણ થવા લાગ્યા છે. ઘર આંગણે ટી20 અને વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ક્લીન સ્વિપ કર્યા બાદ હવે શ્રીલંકન ટીમને પણ ક્લીન સ્વિપ કરવાના ઇરાદા ટીમ ઇન્ડિયાના ચોક્કસ હશે. શ્રીલંકા સામેની સિરીઝની બીજી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી.

રોહિતે યુવાઓની આશા જગાવી

સિરીઝ પર કબ્જો જમાવતી જીત બાદ રોહિત શર્માએ અંતિમ મેચમાં બેંચ સ્ટ્રેન્થના ખેલાડીઓને તક આપવાના સંકેત આપ્યા હતા. તેણે કહ્યુ હતુ કે, અમે બેસીશુ અને જોઇશુ કે શુ કરી શકીએ છીએ. અમે અત્યાર સુધીમાં 27 ખેલાડીઓનો ઉપયોગ કરી લીધો છે. એટલા માટે થોડા વધારે (હસતા હસતા) જ્યારે તમે સિરીઝ જીતી જાઓ છો, ત્યારે મને લાગે છે કે આ એવા ખેલાડીઓ માટે મોકો છે કે જેમને તક નથી મળતી હોતી. અમારે રોટેટ કરતા રહેવુ પડશે. ટીમમાં કેટલાક એવા યુવાઓ છે જે બસ મોકો મેળવવા ઇચ્છે છે અને શ્રેષ્ઠ બતાવવા માંગે છે. અમે જાણીએ છીએ કે, તેમની અંદર એવી તાકાત છે કે જે પોતાને મોકો મળવા પર સાબિત કરવા ઇચ્છે છે.

660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?
વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો

ભારતનો સતત ત્રીજો શ્રેણી વિજય

જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું. ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાએ દેખાડી ચતુરાઇ, સળંગ ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારનાર દનુષ્કાને ચોથા બોલે શિકાર કરી લીધો

આ પણ વાંચોઃ Arvalli: વિસ્ફોટ કરી પત્નિની હત્યા બાદ પતિ મોતને ભેટ્યો, હવે ATS એ પણ મામલાની બારીકાઇથી તપાસ કરી

Latest News Updates

અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">